હાર્ટ બ્લોકેજ માં આયુર્વેદ (Heart Blockage - Ayurveda )
ભગવાન
કહે છે કે, હું બધા ના હૃદય માં રહેલો છું. તેથી જેમ આપણા સાચા-ખોટા કાર્યો નો
પ્રભુ સાક્ષી છે તેમ આપણી ચિંતા, ભાગ દોડ કે સારું ખરાબ ખાવા ની ટેવ અને રહેણી
કરણીની બધી જ અસર-આડઅસર પણ ભગવાન ને દુઃખી કે સુખી કરે છે અને તેના કારણે હૃદય ના
કાર્ય અને તેની સાથે જોડાયેલા શરીર ના અંગો ફેફસાં, મગજ ના રોગો થાય છે.
આજે થતા
મૃત્યુ માં ૧૫% થી વધુ મૃત્યુ હૃદયના કારણે થાય છે જેમાં હાર્ટ એટેક મુખ્ય છે.
હાર્ટ એટેક થવા માં મુખ્ય કારણ – મહેનત, શ્વાસ રોગ કે લોહી ની ઉણપતા કદાચ ઓછુ હશે.
પરંતુ વિશેષ કારણ છે – આળસ, ઓછી મહેનત, ચિંતા, ભૂખ વગર નું ભોજન, સંચય નો અભાવ,
વિરુદ્ધાહાર નું વધુ સેવન, ખાધા પછી પણ ખાવાની ટેવ, અપચો, વધુ પાણી પીવાની ટેવ,
વ્યાયામ નો અભાવ, ગળ્યું – ખાટું – પ્રવાહી – ચીકણું – તલ + ગોળ વધુ ખાવા ની ટેવ,
મહેનત વધુ ને ખોરાક ઓછો, ચિંતા, ભય, ખોટી દવાઓ, પંચકર્મ ના પણ ખોટા ઉપચાર કે
અયોગ્ય પધ્ધતિ થી થતા પંચકર્મ ની આડઅસર, મળ – મૂત્ર ના વેગ રોકવામાં આવે, વધુ
પ્રમાણમાં થતા ઉપવાસ કે શારીરિક – માનસિક આઘાત થી હૃદયરોગ – હાર્ટ એટેક થઇ આવે છે.
હૃદયરોગ
ના સામાન્ય લક્ષણો - શરીરનો રંગ
બદલાઈ જાય, મૂર્છા કે બેભાનપણું થાય, તાવ, ઉધરસ, હેડકી, શ્વાસ, મોઢામાં બેસ્વાદ
પણું, વધુ પડતી તરસ લાગે અને અતિશય ગભરામણ થાય, ઉલટી થયા કરે, કફ વારંવાર બહાર
નીકળે, હૃદય માં પીડા થાય, બેચેની થાય, કંઈપણ કામ કરવું ગમે નહિ... આ હૃદય રોગમાં થતા
સામાન્ય લક્ષણો છે.
કારણો- હૃદયમાં
લોહી નું વહન કરનારી ધમની કે જે હૃદયમાંથી બહાર નીકળે છે તે હૃદય ની દીવાલો, મગજ
અને આખા શરીર માં શુધ્ધ લોહી પૂરું પાડે છે તે ધમની જે હૃદય ની દીવાલો ને લોહી
પૂરું પાડે છે તેમાં બ્લોકેજ થવાથી હ્રદય નો દુઃખાવો થાય છે જેને coronary
thrombosis કહે છે તથા હૃદય માં જયારે તીવ્ર દુખાવો થાય છે - સોંય ભોંક્યા જેવી પીડા થાય છે તેને M.I.
એટલે કે Mayocardial Infraction કહે છે
જેને આયુર્વેદ દ્રષ્ટિ એ કૃમિ જ હૃદય રોગ કહી શકાય.
મહર્ષિ ચરક હૃદયરોગ ના વાતજ, પિતજ, કફજ,
ત્રિદોષ જ અને કૃમિ જ હૃદયરોગ એમ પાંચ પ્રકાર કહે છે.
તેમાં કૃમિ જ હૃદયરોગ માં લખે છે કે, "तीव्र अरति तोदं कृमिजं |"
આજે
જોવા મળતા હાર્ટ એટેક ના દર્દીઓમાં દર્દીને છાતી માં તીવ્ર દુખાવો થઇ ને ડાબી બાજુ
હાથ, ગળું, પીઠ અને પેટ માં હૃદય તરફ ની બાજુ દુખાવો થાય છે, આરામ પણ ન કરી શકે,
છાતી માં બળતરા અને ઉલટી થઇ આવે, પરસેવો ખુબ થાય અને બીપી એકદમ ઘટી જાય, હૃદય ના
ધબકારા વધી જાય છે.
અનુભવ – આજે ઘણા
તબીબ મિત્રો કહે છે કે, અમને એટેક ની તકલીફ છે ક્યારેક ચાલવા થી શ્વાસ ચડે, છાતી
માં દુખાવો થયો હોય તપાસ કરતા ખબર પડે કે હાર્ટ બ્લોકેજ છે, ઓપરેશન ની સલાહ મળે છે
ત્યારે અમે પણ અમારી ડીસ્પીરીન જેવી ટીકડી ની સાથે અર્જુન છાલ નું ચૂર્ણ પાણી કે
દૂધ સાથે સવારે –સાંજે નિયમિત લઈએ છીએ. તો કેટલાક વર્ષ થઇ ગયા હજુ અમને દુખાવો કે
શ્વાસ રોગ થયો નથી, ગભરામણ કે બળતરા કે સોંય ભોંક્યા જેવી વેદના થઇ નથી અને ચાર
દાદરા ચડી જઈએ છીએ, અહી એમની ડીસ્પીરીન નો ફાળો ઓછો અને અર્જુન છાલ ના કારણે વધુ
લાભ થયો છે તેવું ચોક્કસ થી સૌ સ્વીકારી રહે છે
આયુર્વેદ
માં અર્જુન છાલ ઉપરાંત ચોક્કસ નિદાન ના આધારે કૃમિ દૂર કરનાર લસણ, ખાખરા નાખી જ ,
વાવડીંગ, ઇન્દ્રજાવ, કમ્પીલક, આદુ , સુંઠ, હળદર, ત્રિફળા ઉપરાંત હૃદય ને બળ આપનાર
પંચગવ્ય, સુવર્ણ, મધ, મરી અને દશમૂલ જેવી અનેક વિવિધ ઔષધીઓ નિષ્ણાત વૈધ અભ્યાસ અને
અનુભવ થી આપે છે.
હૃદય
ની તંદુરસ્તી માટે મહર્ષિ ચરક કહે છે કે
"ह्रद्यं यत् स्यात् औजस्यं स्रोतसां तत् प्रसादनम्।
तत् सेव्य्ं प्रयत्नेन् प्रशमो ज्ञानमेव च॥"
શરીર ના સ્રોતાસ ખુલ્લા થાય અને મન પ્રસન્ન
રહે તેવું જ્ઞાન અને ઔષધીઓ હૃદય ને સ્વસ્થ રાખનાર છે.
આજે દહીં, અડદ, દિવસ ની ઊંઘ, ભાગ દોડ, માંસાહાર અને જંકફૂડ આ
બધું જ સ્રોતસ અવરોધ કરનાર છે, જયારે માત્ર ભૂખ થી ઓછા પ્રમાણ માં ફળો ના રસ ઉપર
રહેવા થી સ્રોતસ પ્રસન્ન કરનાર છે જે હૃદય ની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે.
For More Article
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment