વિષચક્ર નું ભેદન કરે આયુર્વેદ
આયુર્વેદ અમૃતમય છે ,જે મૃત્યુ માં થી ઉગારે, જેના સંસર્ગ થી
મૃત્યુ દુર જાય છે,જેના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવવાથી
તેજસ્વી, નિરામય, દીર્ઘાયુ, શતાયુ જીવન જીવી શકાય છે તે અમૃત છે.
તેથી જ આજે એલોપથી ને આધુનિકતા નો ઝાકઝમાળ હોવા છતાંય સૌ કોઈ નું આયુર્વેદ,
જૈવિક, પ્રાચીન, કુદરતી જીવન પદ્ધતિ પ્રત્યે આકર્ષણ
એટલુ જ છે જેટલું પહેલા હતું બલ્કે આજ ની જીવન પદ્ધતી ને આધુનિકતા ની આડઅસરો ના
કારણે આકર્ષણ વધ્યું છે.
રોગ થવા ના સ્થાન બે: શરીર અને મન.
શરીર માં થતો કોઈપણ રોગ સપ્તાહ પછી મન માં સ્થાન આવે છે, મન માં થતો કોઈપણ રોગ સપ્તાહ પછી શરીર માં થાય છે. તેમ વિચારીએ તો પ્રત્યેક
વ્યક્તિ બિમાર છે. આચાર્ય સુશ્રુતે કહેલી સ્વસ્થ ની વ્યાખ્યા અહી સારી રીતે સમજાય
છે કે
પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન: સ્વસ્થ ઇતિ
અભિધીયતે.
હમણાં એક ભાઈ આવ્યા, તેમને કૌટુંબિક વિચારો ના કારણે ઉંઘ ઓછી થઇ તેની સારવાર કરાવતા તે દવાઓ
ની ટેવ પડી ગઈ અને તેની આડઅસર થવાથી ભૂખ ઓછી થઇ, પાચન નબળું થયું, કબજિયાત રહેવા લાગી, જાતીય નબળાઈ આવી, થાક અને અશક્તિ લાગે, કામ કરવાની સ્ફૂર્તિ રહે નહિ, યાદ શક્તિ ઘટવા લાગી, શરીર માં ખંજવાળ ને એલર્જી થઇ ગઈ.
એલર્જી ને ખંજવાળ ની સારવાર માં ANTIHISTAMIN અને STEROID દવાઓ ખાવા થી સાંધા
માં દુખાવો, વાળ ખરવા લાગ્યા ને તેથી માથા
માં ટાલ પણ પડી ગઈ. અને હવે વધુ પ્રમાણ માં સાંધા ના દુખાવા ની BRUFEN TAB.
ખાવાથી કીડની ફેઈલ થવાનો ભય શરુ થયો તેથી તે
ભાઈ આયુર્વેદ પાસે આવ્યા. ....... હવે આપણને વિચાર આવે કે આ દર્દ ને દવા નું
વિષચક્ર માણસ નું જીવન જીવવું કેટલું બદતર બનાવી દે છે.
કોઈ ને તાવ આવે તો તરતજ પેરાસીટામોલ
જેવી દવા આપીએ , તે તત્કાલ પુરતી આપીએ તો વાંધો નથી પણ
જયારે તેની ટેવ પડી જાય ને વારંવાર લેવાની થાય તો તેથી લોહી ઘટે ને કીડની, લીવર, બરોળ બગડે. ત્યારે આયુર્વેદ અપનાવીએ તો
કદાચ તાવ તરતજ નહિ મટે પણ શરીર નીરોગી રહેછે.
આયુર્વેદ ની સરળતા અને અમૃતમયતા
તાવ આવે ત્યારે કોઈપણ દવા નહિ લેતા
લંઘન એટલે કે મગ, મગ નું પાણી જેવો હલકો ખોરાક લઇ સુંઠ,
ધાણા થી ઉકાળેલું પાણી પીવાનું સતત રાખવા માં
આવે તો તાવ બે થી પાંચ દિવસ માં ઉતરી જશે.
લીમડા ની ગળો;: યાદ શક્તિ વધારે, કબજિયાત મટાડે, ખંજવાળ ને એલર્જી મટાડે, રસ ને રક્ત ધાતુ
ને શુધ્ધ કરે, વાળ ખરતા અટકાવે, સ્ફૂર્તિ ને શક્તિ પણ આપે, કીડની માટે
લાભદાઈ.
અશ્વગંધા: થી ઉંઘ આવે, શક્તિ આવે, વાળ ખરતા અટકે, ચામડી ના રોગ મટે, જાતીય નબળાઈ દુર થાય, અસ્થી ધાતુ પુષ્ટ થાય, સાંધા ના દર્દ
દુર થાય.
આ ઉપરાંત સાટોડી, આમળાં, જેઠીમધ, ગોમૂત્ર, હળદર, કૌચા, ડોડી, ભોય આમલી, બ્રાહ્મી, શંખપુષ્પી, જેવી અનેક દિવ્ય વનસ્પતિ આપણી આજુબાજુ
માં છે, જે... કહે છે, મારો યોગ્ય ઉપયોગ કરતા રહો , હું તમને તન- મન
થી નીરોગી રાખીશ.
Comments
Post a Comment