“સાંધા નો દુઃખાવો” મટી શકેછે.
આ માન્યતા ખોટી છે કે.... સાંધા નો દુઃખાવો કાયમી મટતો નથી. એ ચોક્કસ છે કે વૃદ્ધાવસ્થા માં સહજ રીતે વાયુ નો પ્રકોપ થાય તેથી ધડપણ માં “વા “ ના રોગો મટાડવા મુશ્કેલ છે. તથા આજની ખાણી- પીણી ને રહેણી- કરણી એવી છે કે , બાલ્યાવસ્થા , કિશોરાવસ્થા થી જ આમદોષ , સ્થૂળતા , હાઈ કોલેસ્ટેરોલ ને હૃદયરોગો , મધુમેહ જ્યાં જોવા મળેછે ત્યાં સાંધાનો દુઃખાવો ઝડપ થી મટાડવો મુશ્કેલ બનેછે. હાડકા માં ને સાંધા માં વાયુ નું સ્થાન છે , વાયુ આખા શરીર માં ફરતો રહેલો છે , અને ફરવું તે વાયુ નું કર્મ છે. “વા ગતિ ગંધનયો: વાયુ:” . પરંતુ જયારે વાયુ ની ફરવા ની ગતિ માં અવરોધ આવે , સાંધાઓ માં આમદોષ , કાચોરસ જમા થઇ જાય ત્યારે વાયુ ની ફરવાની ગતિ રોકાઈ જાયછે અને સાંધા માં સોજા ને દુઃખાવો થાયછે. “ ન વાતેન વિના શૂલમ”. વાયુ વિના દુઃખાવો થાય નહિ. આજે જેમ મોટા ભાગના છાતી ની બળતરા ને એસીડીટી ની ફરિયાદ સાથે આવતા દર્દીઓ ને ખરેખર એસીડીટી નહિ પરંતુ અપચો હોયછે. તેવા દર્દી ને આદુ , હરડે , સુંઠ , મરી આપવાથી એસીડીટી મટી જાયછે .. તેવી જ રીતે સાંધા નો દુઃખાવો એટલે સંધિવાત ને “વ...