ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.
સ્વચ્છતા ની જેટલી જરૂર ઘરમાં છે,
કપડા માં છે, હાથ - પગ - નાક - કાન - દાંત- ને માથા માટે છે તેથીય અધિક
જરૂર............ મળ માર્ગ, મૂત્ર માર્ગ માટે છે.
ગુદા ના સ્થાને સ્વચ્છતા ના અભાવે,
કબજિયાત ના કરને, કડક સ્થાને વધુ બેસી રહવાને કારણે, પાચન બગડવાથી, દારૂ- બીડી- તમાકુ- સોપારી- ગુટખા ના
સેવનથી, ઘી, દૂધ, છાસ નું સેવન યોગ્ય પ્રમાણ માં નહિ કરવાથી
ગુદા ના ભાગે વાઢીયા- ચીરા થાય છે. પરંતુ આ બધામાં મુખ્ય કારણ છે સ્વચ્છતા
નો અભાવ. ગુદા ના ચીરા થયા પછી પણ યોગ્ય કાળજી, સ્વચ્છતા, જીવાણું રહિતતા નહિ કરવા થી મહા ભયંકર તેવો ભગંદર રોગ થાય છે.
ગુદા ના સ્થાન ને હિન્દી માં મૂળ સ્થાન કહેવાય છે. કારણ કે ત્યાં અપાન વાયુ
અને આખા શરીર માં ફરતા રહેલા વાયુ નું સ્થાન છે અને તેથી ત્યાં થતા નાનકડા રોગ માં
પણ થતી પીડા અતિ અધિક હોયછે. અને આ પીડા ને મટાડવા તાત્કાલિક ઓપરેશન કરાવવા કોઈપણ
તૈયાર થઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ થોડીક કાળજી રાખવામાં આવેતો આ મૂળ સ્થાન ના
રોગો......
વાઢીયા, મસા, લોહી પડવું, દુઃખાવો, બળતરા, ખંજવાળ, મરડો, મળ માં ચીકાશ આવવી, કબજિયાત કે ઝાડા પણ મટાડવા સહેલા છે.
હા.. ભગંદર માટે ઓપરેશન કરાવવું પડે તે તો
ચરક પણ કહેછે.
• સ્વચ્છતા: ગુદા
ના સ્થાન ની એક ઇંચ ના ઘેરાવામાં રહેલી ચામડી માં કરચલી ઘણી હોયછે. તે કરચલી માં
મળ ના કણ ભરાઈ રહેવાથી ગુદા ના સ્થાને ચીરા, વાઢીયા, ખંજવાળ અને દુઃખાવો તથા ક્યારેક લોહી
પડવાનું બનેછે. ... ત્યારે લીમડા ના પાન થી ઉકાળેલા પાણી માં વારંવાર બેસવાથી તે-
તે સ્થાન ચેપ રહિત બનેછે, ચામડી કૂણી બને છે. ત્યારબાદ ત્યાં
લીંબોળી નું તેલ કે દીવેલ ને સહેજ ગરમ કરીને માલીશ કરવું જોઈએ.
• લીમડા ની
લીંબોળી ની મીંજ:- મળ માર્ગ ના રોગો માટે, ચામડી ના રોગો
માટે આ મીંજ ઉત્તમ ઔષધ છે. આ મીંજ ના ૫ થી ૧૦ દાણા ચાવી ને દરરોજ મસા કે વાઢીયા ના
દર્દીએ ખાવા જોઈએ.
• ઘૃતપાન: - ઘી એટલે જ દેશી ગાય નું વલોણા નું ઘી. મળ અને મૂત્ર માર્ગ
ના મોટા ભાગ ના રોગો ઘી ખાવા થી જ નહિ પણ ઘી પીવા થી મટાડી શકાય છે. અમે વૈદ્યો
આવા દર્દ ને માટે... ત્રિફલા, ગળો, અરડુષી, દાડમ, ચાંગેરી, શતાવરી, લીંબડો જેવી ઔષધી થી સિદ્ધ
કરી ને તૈયાર કરેલ ઘી પીવડાવી ને દર્દ દૂર કરીએ છીએ. પરંતુ દર્દી ઘરેલું ઉપાય
તરીકે પણ જો ગાય નું ઘી પાચન ને અનુરૂપ દરરોજ પીવા નું રાખે તો પણ આવા દર્દો થશે
નહિ ને થયા હશે તો ઝડપ થી મટશે.
• હરડે: - અર્શો વિકારે વિજયા પરં ન | મસા અને તેની આજુબાજુ ના વાઢીયા,
કબજિયાત, મરડો જેવાં રોગો મટાડવા માટે હરડે થી ઉત્તમ કોઈ ઔષધ નથી. હરડે એ પાચન
કરનારું ઔષધ છે, આમદોષ નું પાચન કરીને, વાયુ નું અનુલોમન કરેછે. તેથી વૈદ્ય ના માર્ગદર્શન થી હરડે, ત્રિફલા, ગુગળ, શતાવરી, જેઠીમધ કે ઔષધ યુક્ત ઘી લેવાથી મસા,
વાઢીયા કાયમી માટે મટેછે...
• રૂઝ લાવનાર,
બળતરા – ગરમી દૂર કરનાર, શીતલ, શામક, લોહી પડતું અટકાવનાર, શક્તિ આપનાર સાથે મળ સાફ લાવનાર,
ખંજવાળ મટાડનાર, ખોટી ચરબી દૂર કરે, પાક-પરુ ને જીવાણું દૂર કરે તેવા
આયુર્વેદ ના ઔષધો વૈદ્ય આપશે ને દર્દ કાયમી દૂર થશે.
Mane pan aa takleef che Ane dur karva mate no upchar
ReplyDeleteવાઢીયા સાથે થોડો ભાગ બહાર આવી જાય છે ફુંલી ગયેલો ભાગ અને
ReplyDeleteગુદાામાર્ગેા
બળતરાબળતરા થાય છે તેને મટાડવા શું ઈલાજ કરી શકાય