હવે, ... હું... “જાડીઓ” નથી.
મયંક બાર વર્ષ નો બાળ, પરંતુ તેની મુશ્કેલીઓ અપરમ્પાર.મમ્મી સિવાય ના સૌ કોઈ તેને ચીડવે,
તેનું ખાવું, ઊંઘવું, તેનો દિવસ નો આરામ બધું જ સૌ કરતા વધુ.
તેમાય તેની આળસ તો તેના નાક ઉપર બેઠેલી માંખી પણ ના ઉડાડે તેવી.... પછી વજન ના વધે
તો જ આશ્ચર્ય કહેવાય? વજન વધે જ વધે.
મયંક ને વાર્તાઓ વાંચવા નો ખુબજ શોખ.
તેમાંય ભીમ ને હનુમાન ની વાર્તા માં તેને ઘણી જ મજા આવે. તેણે ગદાધારી ભીમ ની
વાર્તા ની ચોપડી તો ત્રણ વખત વાંચી દીધેલી. એક વખત તેને વિચાર આવ્યો કે ભીમ
નું શરીર તો મારા જેવું જ હશે ને !! તો પછી મારા માં ભીમ જેવી તાકાત કેમ નથી ?
ભીમ ને ઝેર ખવડાવ્યું હોય તો ય તે કસરત કરીને
પરસેવા થી બહાર કાઢે.. તો હું તેવું કેમ ના કરી શકું?
બાળકો ને બાળકો ગમે, બાળકો ને વાર્તા ગમે અને બાળકો ને રમત ગમે. રમતાં રમતાં જીવન
ના પાઠ ક્યારે શીખાઈ જય તે ખબર પણ ના પડે તેવું શિક્ષણ હોવું જોઈએ... જે ...
સ્વાધ્યાય ના બાલ સંસ્કાર કેન્દ્ર માં જોવા મળે છે.
ઘણી વખત જે કામ દવા, સૂચના, શિખામણ પણ કામ ના કરે તે વાર્તા ને રમત
દ્વારા શીખાઈ જાય. તેને જ અંત: પ્રેરણા કે સંસ્કાર કે અજ્ઞાત મન માં પડેલી છાપ કહી
શકાય.
ભીમ નો પ્રેમી ને ભીમ ની વાર્તા
વાંચ્યા પછી જ ખાવા ખાનાર મયંક હવે જાડીઓ નથી. ....... કારણકે હવે તે ભીમ ની જેમ
વહેલો ઉઠે છે, દોડે છે, કસરત કરે છે. ટાઢ હોય કે વરસાદ તે સવારે વહેલો ઉઠીને શરીર ની અર્ધી
શક્તિ વપરાય ત્યાં સુધી ની એટલી કસરત કરેછે કે તે પરસેવે રેબઝેબ થઈ જાય.
જાડીઓ મયંક હવે વ્યાયામ વીર બનીને , મજબૂત બાંધા
વાળો યુવાન બન્યો છે. બળવાન અને શક્તિવાન બન્યો છે. બધું જ ખાઈ શકે છે, ખાધેલું પચાવી શકે છે.
આરામ પ્રિય ને અધિક ભોજન પ્રિય વ્યક્તિ
ના શરીર માં ઉતરોતર ધાતુઓ બનતી નથી પરંતુ માત્ર ચરબી જ બન્યા કરેછે. જે વ્યક્તિ ના
સ્તન, પેટ અને ફૂલા નો ભાગ હાલતો હોય તે માણસ જાડો છે
તેમ સમજવું. વજન વધુ કે ઓછું તે એટલું મહત્વ નું નથી જેટલી તેની સ્ફૂર્તિ, સ્વાસ્થ્ય અને શરીર નો બાંધો- દેખાવ મહત્વ નો છે.
જેનામાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય નથી તે યુવાન નથી પરંતુ તે ઘરડો છે. ભલે તે પછી
૨૦ વર્ષ નો કેમ ના હોય.?
વ્યાયામ થી શરીર સહનશીલ બને છે. વધારા
ની ચરબી ઓગળે છે. સ્ફૂર્તિ આવે છે. આમદોષ નું પાચન થાય છે. શરીર માં થી
અક્કડપણું, અપચો, ભારેપણું, સોજા, સાંધાનો દુઃખાવો આ બધું જ દૂર થાય છે. શરીર નીરોગી બને છે, રોજીંદા પ્રત્યેક કામ માં ઉત્સાહ આવે છે.
શ્રેષ્ઠ શરીર: ક્ષુત પિપાસાતપસહ: શીતવ્યાયામ સંસહ:|
સમપકતા સમજર: સમ માંસ ચયો મત:||
ચરક ||
જે માણસ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, પરિશ્રમ સહન કરી શકે, જેની ભૂખ, પાચન યોગ્ય પ્રમાણ માં હોય અને તેનાં
શરીર નો બાંધો - માંસ- મસલ ની ગોઠવણી અતિ શીથીલ કે અતિ દ્રઢ ના હોય આવું
શરીર તે મધ્યમ કે શ્રેષ્ઠ કહેવાય. જે નિત્ય – નિયમિત વ્યાયામ વિના શક્ય નથી. અને
નિયમિતતા હંમેશા સ્વાર્થ થી કે ઉપાસના ભાવ થી જ આવે. સ્વાર્થ થી આવતી નિયમિતતા માં
માનસિક વિકાસ નથી. તેથી ઉપાસના- પૂજા ભાવ થી નિયમિતતા આવે ને વ્યયામ થાય તે એટલે
સૂર્ય નમસ્કાર. અહી કહેવાનું મન થાય છે કે આ લેખક પણ આપણા ઋષિ ની પ્રેરણા થી છેલ્લા
૩૯ વર્ષ થી નિયમિત સૂર્ય નમસ્કાર કરેછે.
Comments
Post a Comment