એપેન્ડીક્ષ નો સોજો (Appendicitis) ? આયુર્વેદ છે ને.
ભગવાન ની જાણે ભૂલ થઇ હોય તેમ .....
જરૂર નથી, કઢાવી નાંખો. સહેજ અમથો પેટ માં જમણી
બાજુ દુઃખાવો થાય અને સોનોગ્રાફી માં આવે કે અપેન્ડીક્ષ છે, હવે બાળકો ની જરૂર નથી ને બ્લીડીંગ થાય તો તે બહેન બિચારી ને સૌ કહે
કે કોથળી કઢાવી નાંખો......
ભગવાન ની ભૂલ
!!! તો ત્યાં થઇ છે કે બબ્બે નાક, કાન, આંખ, હાથ, પગ, કીડની આપી છે. બધું જ EXTRA. તો ય માણસ એકે ય કઢાવતો નથી.!! અને સ્વાર્થ પૂરો થયો કે કોથળી કઢાવે,
ને દવા થી ના મટાડી શકે એટલે એપેન્ડીક્સ કઢાવે.
અરે! ભાઈ,....
આયુર્વેદ છે ને. નિષ્ણાત વૈદ્ય ને પૂછો ને,
આયુર્વેદ થી અપેન્ડીક્ષ નો સોજો હોય કે
બ્લીડીંગ હોય, નાક ના મશા હોય કે ગુદા ના મશા હોય,
વાઢીયા હોય, કાન માં થી રસી આવતી હોય કે કાણું હોય, કીડની ફેઇલ્યોર થઇ ને કીડની બદલવા નો કે કઢાવવાનો વિચાર કરતા હો
ત્યાં .
... આયુર્વેદ ને પૂછો ને ભાઈ, આયુર્વેદ પાસે
ઉપાય છે. તમને ઓપરેસન નહિ થવા દ્યે, અને તાત્કાલિક
મટાડશે. તમે સૌ એકી અવાજે બોલી ઉઠશો કે આયુર્વેદ માં સાચી ઈમરજન્સી સારવાર છે.
એપેન્ડીસાઈટીસ એટલે આન્ત્રપૃછ ઉપર નો સોજો. તેમાં પાક થાય તો
ઓપરેસન કરાવવું પડે. પરંતુ સોજો એટલે આમદોષ. જેમ હૃદય ને લોહી પૂરું પાડતી નળી માં
સોજો થાય એટલે હાર્ટ બ્લોકેજ છે એટલે લોકો જરૂર વિનાના ખોટા ઓપરેસન કરાવે છે
કારણકે તે પણ આમદોષ છે. આ આમદોષ નું પાચન કરી દ્યો. સોજો, બ્લોકેજ દૂર થઈ જશે ને રોગ મટી જશે. .....હા... આ જેટલું સહજતા
થી લખ્યું છે તેટલું જ સહજતા થી, ઝડપ થી તે આયુર્વેદ થી મટી જાયછે. આવા એક નહિ સેંકડો દર્દી ને
અપેન્ડીક્ષ ના ઓપરેશન માં થી મુક્ત કર્યા છે.
એપેન્ડીસાઈટીસ એટલે આમદોષ. આમદોષ નું પાચન થાય એટલે સોજો મટી
જય ને દર્દ દૂર થાય. લંઘન અને પાચન તે તેની સારવાર. લંઘન ના આયુર્વેદ માં સાત
પ્રકાર કહ્યા છે. તડકા માં બેસવું ને ગરમ ધાબળો ઓઢી ને આરામ કરવો તે પણ લંઘન છે.
પંચકર્મ પદ્ધતિ થી ચાર પ્રકાર થી શોધન થાય તે અને નકોરડા ઉપવાસ કરવા એમ સાત પ્રકાર
લંઘન ના છે.
અહી આન્ત્રપૃછ નો સોજો મટાડવા માટે અમે
વૈદ્યો .... ત્રણ થી પાંચ દિવસ આમ નું પાચન થાય ત્યાં સુધી નકોરડા ઉપવાસ કરાવીએ
છીએ અને સાથે માત્ર સુંઠ ના ટૂકડા નાખી ને અર્ધું બાળેલું પાણી જ પીવા ની સલાહ
આપીએ છીએ. સાથે આમ દોષ નું પાચન થાય ને ઋતુ, પ્રકૃતિ ને અનુરૂપ તેવી ઔષધી આદુ ના રસ સાથે આપીએ એટલે દર્દ દૂર થાય
જ. તેવા અમારા અનુભવ છે.
એક વખત બે વેવાઈ, બહેન ના પિતા અને સસરા બંને ભીની આંખે આવ્યા અને કહે, સાહેબ દીકરી ને ચોથો મહિનો છે ને એપેન્ડીક્ષ નો દુઃખાવો ઉપાડ્યો છે,
ડૉ. એ ઓપરેશન નું કહ્યું છે નહીતર આ બેન મૃત્યુ
પામશે, શું કરવું? હવે ઓપરેશન ની તૈયારી થઈ ગઈ છે, એનેસ્થેટીક આવી ગયા છે ને
અમે તમારી સલાહ માટે આવ્યા છીએ. ....
આવી સ્થિતિ માં પણ આયુર્વેદ થી ૧૦૦ ટકા મટ્યું છે ને તે સલેમકોટ ના ગીતાબેન
સાજા થયા ને તેમણે તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો.
આવા તો સેકડો અનુભવ લખી શકાય.
આયુર્વેદ પાસે આવો. અહીં સરળ, નુકશાન રહિત, મૂળગામી ને તાત્કાલિક પરિણામ આપનારી સારવાર
છે. આયુર્વેદ એ ધરતી ઉપર નું શ્રેષ્ઠ અમૃત છે.
Comments
Post a Comment