Posts

Showing posts from July, 2018

અનેક રોગો માં ઉપયોગી---- પંચગવ્ય

હે , ગાય માતા , તારા થકી મારા દેશવાસી ઓ નું શરીર વજ્ર સમાન , મનોબળ સિંહ સમાન , બુદ્ધિ સૂર્ય સમાન , હૃદય ગંગા સમાન અને આત્મા પરમ તત્વનો તેજ પૂંજ થાઓ !     બ્લડપ્રેશર , આંખના નંબર , કબજીયાત , કમજોરી , હૃદયરોગ , ખરાબ કોલેસ્ટેરોલ , અનિંદ્રા , કેન્સર , ચામડીના રોગો , પેટ ના રોગો , કમળો , મલેરિયા , માનસિક રોગો- ખેંચ , વાઈ , ગાંડપણ ...જેવા અનેક રોગો નું અક્સીર ઔષધ ગાય નું દૂધ , દહીં , ઘી , મૂત્ર ને છાણ છે જેને આપણે પંચગવ્ય કહીએ છીએ. જે આપણને હાથવગું છે. પરંતુ આપણે દેશી ગાયને દૂર કરીને જાતે જ આપણે આપણા પગ પર કુહાડો માર્યો છે. રૂપિયા ની પાછળ પડી ને શંકર કે H.F. ગાય લાવી ને આપણે આપણું , લોકોનું , સમાજનું , રાષ્ટ્રનું અને ભગવાનનું અહિત કરી રહ્યા છીએ. જે દર્દો દેશી ગાય થી મટે તે બધાજ આ વિદેશી ગાય થી ઉત્પન્ન થાયછે ઉપરાંત માં કેન્સર ને વાંઝીયાપણા ની ભેટ મળેછે. આજના જમાનામાં માનવી ની રોગ પ્રતિકાર શક્તિ ઘટતી જાયછે અને નવા નવા રોગો તેથી ઉભા થતાં જાયછે. ત્યારે પવિત્ર ગણાતી આ ગાય ના પંચગવ્ય નો ઉપયોગ અક્શીર ઈલાજ છે.   •          ...

અષાઢ મહિને આદુ ખાઓ..

અષાઢ મહિના માં ભગવાન સૂઈ જાય તે મધુરી કલ્પના માં વિહાર કરીએ તો...... આપણા શરીર ના અગ્નિ... વૈશ્વનાર ને શ્રીમદ્ ભગવત ગીતા માં ભગવાન કહ્યા છે. જો ભગવાન સૂઈ જાય એટલેકે અગ્નિ શાંત થાય તો માણસ નું મૃત્યુ થાય. તેથી આયુર્વેદે આદુ ને અગ્નિ ની ઉપમા આપી છે જે ચોમાસા ના ચાર મહિના શરીર માં ભગવાન ની જવાબદારી સંભાળી શકે. આદુ ગરમ છે , વર્ષા ઋતુ માં ગરમી- પિત્ત શરીર માં ભેગું થાય , સંચય થાય. તેથી ગરમ ખોરાક લેવાય નહિ. પરંતુ વર્ષા ઋતુ માં અગ્નિ મંદ- નબળો પડે ને આખાય વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ આ   ઋતુ માં થાય. તેથી વાયુ ના શમન માટે ને અગ્નિ ને પ્રજ્વલિત રાખવા માટે , અપચો , અપેન્ડીસાઈટીસ , શરદી જેવા દર્દ દૂર કરવા માટે   ... આદુ- સુંઠ , ગંઠોડા , અજમો , કાળા મરી જેવા દ્રવ્યો યોગ્ય અનુપાન સાથે અચૂક લેવા જોઈએ. તેથી એમ કહી શકાય કે.... આદુ ખાઈ ને અષાઢ મહિનો જે કોઈ કાઢે , તેની પાસેથી રોગ ચપટી માં ભાગે. વર્ષા ઋતુ ના દિવસો માં આપણે સ્વાર્થ સાથે પરમાર્થ નું કામ કરવું હશે તો આદુ ખાઈ ને જ મંડવું પડશે. આદુ તીખું છે , ગરમ છે , કફ ને વાયુ નો નાશ કરનાર છે , ભૂખ લગાડે , ખોરાક પ્રતિ રૂચી લગ...

ડોડી ખૂબ ખાધી,...... હવે વાવીએ.

૫૦- ૬૦- કે ૭૦ વર્ષ ના વડીલો આજે વટ્ટ થી કહે છે કે , ભાઈ અમે તો ગામડા માં ખૂબ ફરતા ને થુવર ની વાડ પર ચડેલી ડોડી ખૂબ ખાતા ને   ડોડી થી જ પેટ ભરી લેતા. આજે પણ ૭૦ વર્ષ ની ઉમરે અમે ચશ્માં વિના “ ગીતા”   વાંચીએ ને માથા ના વાળ તો તમે જુઓ કેવા ભરાવદાર ને કાળા છે... આ ડોડી નો પ્રતાપ છે...... આવું વડીલો પાસે સાંભળીને   આજે બ્યુટી પાર્લર માં આંટા મારતા   ને ડાબલા જેવી આંખો થી જોતા યુવાન ને શરમ આવે તે સ્વાભાવિક છે. ત્યારે તેને પ્રશ્ન થાય કે આ ડોડી કેવી વનસ્પતિ છે , તે ક્યાં મળે , ક્યાં ઉગે , તેના શું શું ફાયદા છે ને તેનો ઉછેર આપણે શા માટે કરવો જોઈએ તેવા બધા પ્રશ્નો ના જવાબ લઈ ને આજે આપણે વાતો કરીશું. પરોપકારાય ફલન્તી વૃક્ષા: , પરોપકારાર્થમ ઈદમ શરીરમ ||   આપણે વૃક્ષ ની પૂજા દરરોજ કરતા રહી ને તેમાં ઈશ્વર ના દર્શન કરીએ ને આપણ ને વૃક્ષ પરોપકાર [પર એટલે પ્રભુ , શ્રેષ્ઠ] અને   બીજી વ્યક્તિ માં પ્રભુ નું દર્શન કરવાનું શીખવે છે. તેથી વૃક્ષ કે કોઇપણ છોડ આપણે વાવીએ.   ડોડી- ખરખોડી- જીવંતી- leptadenia reticulata   ડોડી ની વેલ થાયછે. વિશેષ કરીને તે થુવ...

આવો,.....”વરૂણ” ની પધરામણી કરીએ...વાવીએ

મેઘરાજા એ સર્વત્ર પધરામણી કરી દીધી છે. પરંતુ આપણે તેમનું ભાવ થી , હૃદય થી , કર્મ થી સ્વાગત કર્યું છે ખરું ?..... હા.. અમે ખેતર માં હળ જોડી ને , લાપસી બનાવી ને , ભજિયા ખાઈ ને અને પર્યાવરણવાદી   નીલગીરી , બાવળ , બોરડી , કરેણ કે અરડુસા ને બહુ બહુ તો લીમડો , સપ્તપર્ણ વાવી ને ઉજવણી કરેછે. સારી વાત છે. આટલું તો કરેછે. ઊગેછે કેટલું તે તો રામ જાણે.   વાવેલું બધું જ ઉગે તે માટે સ્વાધ્યાય પરિવાર ના માધવ વૃંદ પ્રયોગ ની જેમ ભક્તિ ની ભાવના થી જન સમૂહ જોડાય તો જ શક્ય બને. ભક્તિ તો સામાજિક શક્તિ છે.   આજના ભેળસેળિયા યુગ માં ને ફર્ટિલાઇઝર ના જમાના માં લોકો ના લીવર , કીડની , હૃદય ને મન નબળા પડી રહ્યા છે ત્યારે   મેઘરાજા- વરસાદ નું બીજું નામ જે છે વરૂણ , તે વરૂણ ને ગામે ગામ ને વન- વગડા ને જંગલ માં વધુ ને વધુ વાવવાની જરૂર છે. પથરી કાઢનાર , બગડેલી કીડની સુધારનાર , વજન ઘટાડનાર , ચરબી ઓછી કરનાર , હૃદય , લીવર ને બરોળ ને તંદુરસ્ત રાખનાર , ભૂખ લગાડનાર , કૃમિ દૂર કરનાર , ગેસ-વાયુ નો ગોળો હટાવનાર , ગાંઠ , ગલગંડ કે ગાલપચોળિયાં મટાડનાર ને કેન્સર મટાડવા માં મદદગાર તેવો વરૂણ જેને ગુ...