ડોડી ખૂબ ખાધી,...... હવે વાવીએ.


૫૦- ૬૦- કે ૭૦ વર્ષ ના વડીલો આજે વટ્ટ થી કહે છે કે, ભાઈ અમે તો ગામડા માં ખૂબ ફરતા ને થુવર ની વાડ પર ચડેલી ડોડી ખૂબ ખાતા ને  ડોડી થી જ પેટ ભરી લેતા. આજે પણ ૭૦ વર્ષ ની ઉમરે અમે ચશ્માં વિના “ ગીતા”  વાંચીએ ને માથા ના વાળ તો તમે જુઓ કેવા ભરાવદાર ને કાળા છે... આ ડોડી નો પ્રતાપ છે...... આવું વડીલો પાસે સાંભળીને  આજે બ્યુટી પાર્લર માં આંટા મારતા  ને ડાબલા જેવી આંખો થી જોતા યુવાન ને શરમ આવે તે સ્વાભાવિક છે. ત્યારે તેને પ્રશ્ન થાય કે આ ડોડી કેવી વનસ્પતિ છે, તે ક્યાં મળે, ક્યાં ઉગે, તેના શું શું ફાયદા છે ને તેનો ઉછેર આપણે શા માટે કરવો જોઈએ તેવા બધા પ્રશ્નો ના જવાબ લઈ ને આજે આપણે વાતો કરીશું.

પરોપકારાય ફલન્તી વૃક્ષા:, પરોપકારાર્થમ ઈદમ શરીરમ ||

 આપણે વૃક્ષ ની પૂજા દરરોજ કરતા રહી ને તેમાં ઈશ્વર ના દર્શન કરીએ ને આપણ ને વૃક્ષ પરોપકાર [પર એટલે પ્રભુ, શ્રેષ્ઠ] અને  બીજી વ્યક્તિ માં પ્રભુ નું દર્શન કરવાનું શીખવે છે. તેથી વૃક્ષ કે કોઇપણ છોડ આપણે વાવીએ.

 ડોડી- ખરખોડી- જીવંતી- leptadenia reticulata

 ડોડી ની વેલ થાયછે. વિશેષ કરીને તે થુવર ની વાડ ઉપર ચડેછે. હવે ખેતરો માં થુવર ની વાડ ઓછી થઈ છે ને તેમાં પણ આજના મોટા ભાગ ના ખેડૂતો રાસાયણિક ખાતર ને જંતુનાશક જે દવાઓ વધુ પ્રમાણ માં ઉપયોગ કરેછે તેથી આપણને ડોડી- જીવંતી જોવા મળતી નથી. વળી આ જીવંતી ખૂબજ માનનીય ને નાજુક ઔષધી છે કે તેને તમે પ્યાર થી બોલાવો નહિ કે તેની લાગણી થી દરકાર ના લ્યો તો પણ તે ઘટાટોપ ને ૫-૭ વર્ષ જૂની થઈ હોવા છતાં તે ત્યાં ને ત્યાં જ સૂકાઈ જાયછે. જેમ ભેસ ગમે તેવી ગંદી જગ્યા માં રહે પરંતુ દેશી ગાય ક્યારેય ગંદી જગ્યા માં બેસે નહિ કે રહે નહિ. તેવી રીતે ડોડી વાવવાની ઈચ્છા હોય તેમણે તેને ખૂબ જ પ્રેમ- પૂજા કરવાની તૈયારી રાખવી.
 
 ડોડી એ જીવનીય ગણ ની  એક માત્ર પ્રાપ્ય ઔષધી છે. જીવનીય એટલે જીવાડનાર. જે સાતેય ધાતુ વધારે છે. તેના ઔષધો.... જીવંતી, કાકોલી, ક્ષીરકાકોલી, મેદા, મહામેદા.... જેવા જીવંતી સિવાય ના બધા જ અપ્રાપ્ય છે, અને હવે તો જીવંતી પણ.

 ડોડી ના ગુણ:.....

             ડોડી સ્વાદ માં મીઠી, ગુણ માં ઠંડી, પચવામાં પણ મીઠી ને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેયદોષનું શમન કરનાર ડોડી છે. તે  ધાવણ વધારે, ગર્ભ નું સ્થાપન કરે, પુરુષ અને સ્ત્રી બંને નું વાંઝીયા પણું દૂર કરે, આંખ નું તેજ વધારે છે જીવંતી. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી.  વિટામીન .એ. થી ભરપૂર છે જીવંતી....

             એવું અતિશયોક્તિ માં કહી શકાય કે પૃથ્વી પર ના તમામ ઔષધિઓ ના વિટામીન .એ. નો સરવાળો પણ જીવંતી વધુ નથી....

             જીવંતી નું બીજું નામ છે શાકશ્રેષ્ઠા. જીવંતી- ડોડી ના પાન ની ગાય ના ઘી માં બનાવેલી ભાજી તે તમામ શાક ભાજી માં ટેસ્ટ અને ગુણ માં ઉત્તમ છે. આ ભાજી નિયમિત ખાવાથી આંખો નું તેજ વધે છે, નંબર પણ ઘટે છે. આજે માણસ હવા, પાણી ને ખોરાક ... બધા માં સતત ઝેર આરોગેછે, ડોડી નું શાક આ બધાજ ઝેર માંથી મુક્ત કરેછે એટલેકે તે રસાયણ છે.

             જીવંતી ને ગાય નાં ઘી માં સિદ્ધ કરી ને બનાવેલું ઘી- જીવન્ત્યાદી ઘૃત – ક્ષય મટાડે, આંખો નું તેજ  વધારે, શરદી, ખાંસી, ને ફેફસાનું ચાંદુ દૂર કરેછે. શરીર માં થી કોઈ પણ જગ્યાએ થી પડતું લોહી- [રક્તપિત] મટાડે છે. તાવ ને તેની અત્યંત થતી ગરમી દૂર કરેછે.  

             ડોડી નો મલમ- જીવન્ત્યાદી મલમ મોઢા ના ચાંદા ને ડાઘા દૂર કરેછે. દાઝ્યા ઉપર પણ તે લગાવાય છે. 

 હમણાં વાત થયા મુજબ ડોડી ના રોપા નું વિતરણ રાજકોટ માં સત્યમ સારવાર કેન્દ્ર દ્વારા દરરોજ  ૧૪, મનહર પ્લોટ અને  દર રવિવારે મહુવા સર્કલ ના સ્થળે શરુ કર્યું છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)