અનેક રોગો માં ઉપયોગી---- પંચગવ્ય


હે, ગાય માતા, તારા થકી મારા દેશવાસી ઓ નું શરીર વજ્ર સમાન, મનોબળ સિંહ સમાન, બુદ્ધિ સૂર્ય સમાન, હૃદય ગંગા સમાન અને આત્મા પરમ તત્વનો તેજ પૂંજ થાઓ !
 
 બ્લડપ્રેશર, આંખના નંબર, કબજીયાત, કમજોરી, હૃદયરોગ, ખરાબ કોલેસ્ટેરોલ, અનિંદ્રા, કેન્સર, ચામડીના રોગો, પેટ ના રોગો, કમળો, મલેરિયા, માનસિક રોગો- ખેંચ, વાઈ, ગાંડપણ ...જેવા અનેક રોગો નું અક્સીર ઔષધ ગાય નું દૂધ, દહીં, ઘી, મૂત્ર ને છાણ છે જેને આપણે પંચગવ્ય કહીએ છીએ. જે આપણને હાથવગું છે. પરંતુ આપણે દેશી ગાયને દૂર કરીને જાતે જ આપણે આપણા પગ પર કુહાડો માર્યો છે. રૂપિયા ની પાછળ પડી ને શંકર કે H.F. ગાય લાવી ને આપણે આપણું, લોકોનું, સમાજનું, રાષ્ટ્રનું અને ભગવાનનું અહિત કરી રહ્યા છીએ. જે દર્દો દેશી ગાય થી મટે તે બધાજ આ વિદેશી ગાય થી ઉત્પન્ન થાયછે ઉપરાંત માં કેન્સર ને વાંઝીયાપણા ની ભેટ મળેછે.

આજના જમાનામાં માનવી ની રોગ પ્રતિકાર શક્તિ ઘટતી જાયછે અને નવા નવા રોગો તેથી ઉભા થતાં જાયછે. ત્યારે પવિત્ર ગણાતી આ ગાય ના પંચગવ્ય નો ઉપયોગ અક્શીર ઈલાજ છે. 

             ગાય નું દૂધ: મધુર, સ્વાદિષ્ટ, રૂચી વધારનાર છે. ઓજસ, તેજસ, બળ, વીર્ય, ક્ષમતા અને સહનશીલતા જેવી છ ઈશ્વરીય શક્તિ આપનાર છે. કાંતિકારક છે. બુદ્ધિ, સ્મૃતિ, ધૃતિ વધારનાર છે. શરીર ને પુષ્ટ કરનાર, યુવાની ટકાવનાર, હૃદય ને બળ આપનાર, હાડકા-સ્નાયુ ને મજબૂત કરનાર ને રસાયણ ગુણ થી સાતેય ધાતુ વધારનાર છે. ગરમી, ઝેર, રક્તપિત, વાયુ, માનસિક રોગો, પેશાબના રોગો, ક્ષય, થાક, યોનીરોગો, વારંવાર થતો ગર્ભપાત, આંખ ના રોગો દૂર કરી નવું ચૈતન્ય આપનાર ગાયનું દૂધ એ પૃથ્વી ઉપર નું અમૃત છે.

             દેશી ગાયનું, સંપૂર્ણ દૂધ નું ને હાથ વલોણાથી બનાવેલ ઘી: {આજે ઘી બનાવવાની પદ્ધતિ બદલાઈ ગઈ  ને શંકર ગાય ની જ અધિકતા થી આ સ્પષ્ટતા કરવી પડેછે} ઠંડુ છે, સાતેય ધાતુ વધારનાર છે. આંખોનું તેજ, બળ, બુદ્ધિ, સૌંદર્ય, શુક્ર, ઓજ, તેજ વધારનાર તથા આબાલ-વૃદ્ધ સૌને હિતકારી, હૃદય તથા સ્વરને હિતકારી, શ્રેષ્ઠ રસાયણ ને આયુષ્ય વર્ધક છે. ગરમીના રોગો ને કબજિયાત દૂર કરનાર છે. નિત્ય સેવનથી માનસિક ભય, ભ્રમ, ગભરામણ, ડીપ્રેશન, દ્વિધા, વિસ્મૃતિ જેવા મનના રોગો મટેછે.

             ગાય નું દહીં-છાસ: ગાય ના દહીં- છાસ એ પાચન વધારનાર અને પેટ-આંતરડા ના દર્દ દૂર કરનાર છે. છાસ એ મસા મટાડનાર છે. ચરબી ઘટાડનાર છે. ઝાડા, અપચો, આફરો ને મરડો મટાડનાર છે.  બળ, રૂચી, તેજ વધારનાર ને પાચક, પોષક, વાયુ નું શમન કરનાર છે. દહીં સવારે ખાવું તે ઉત્તમ બપોરે  મધ્યમ ને સાંજે કે રાત્રે ખાવું તે હાનીકારક છે.

             ગાય નું માખણ: ઓજ, તેજ, બળ, વીર્ય, બુદ્ધિ, આંખો નું તેજ ને બાળક ની ઊંચાઈ વધારનાર, યુવાની ટકાવનાર, હાડકા ને મજબૂત કરનાર ને સાંધાનાર છે. દુર્બળતા નો નાશ કરનાર ને દીર્ઘાયુ આપનાર છે. તાજું માખણ વિશેષ ગુણકારી છે.

             ગોમૂત્ર: રેચક ને સારક છે. કબજિયાત મટાડી ને જૂનો મળ બહાર કાઢનાર છે. લેખન, ભેદક ને શોષક છે- એટલેકે તે આખા શરીર માં પ્રસરી ને શરીર ના તમામ કોષો- નાડીઓ માં થી કફ, વાયુ, જામેલા  ક્ષારો, કોલેસ્ટેરોલ, ઝેરી તત્વો, મરેલા કોષો, કેન્સર કે અન્ય રોગો ની ગાંઠો ઓગળી બહાર કાઢેછે

 ગોમૂત્ર થી કેન્સર, મધુમેહ, બી.પી, હૃદય રોગ, શ્વાસ, ખાંસી, કફ, સોરાયસીસ કે અન્ય ચામડી ના રોગો, આમદોષ, સંધિવાત, સોજા, દાંત-મોઢા ના રોગો, આંખ નારોગો, તાવ, માનસિક રોગો, મસા, શરીર ના દુખાવા જેવા અનેક રોગો મટે છે કે કાબુ માં આવેછે.

             ગોબર: ગાય નું છાણ ને કપડા માં લઈ ને ગાળી ને તેનો રસ ઉપરોક્ત ગાય ના મૂત્ર સમાન ઉપયોગી છે.

આમ, આ પંચગવ્ય અલગ- અલગ તેમજ સાથે મિક્ષ કરીને તથા બધું જ સરખા ભાગે લઈને ધીમા તાપે ઉકાળી ને ઘી સિવાય ના બધાજ પ્રવાહી બળી જાય ત્યાં સુધી ઉકાળી ને તેમાં થી જે ઘી તૈયાર થાય તે પંચગવ્ય ઘી છે... જે આ બધાજ પંચગવ્ય ના લાભ આપશે.

 ગાય બચાવો અભિયાન, પંચગવ્ય થી રોગ મુક્તિ, ગાય આધારિત ખેતી જેવા વિષયો લઈ ને તેના માટે પોતાનું જીવન ધ્યેય બનાવનાર ... વૈદ્ય પાંચાભાઈ દમણીયા, મનસુખભાઈ સુવાગીયા, રાજીવજી દીક્ષિત, સુભાષ પાલેકરજી જેવા મહાનુભાવો ને આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે લેખ લખી રહ્યો છુ ત્યારે તેમને ભાવ થી વંદન કરું છુ.      

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)