આવો,.....”વરૂણ” ની પધરામણી કરીએ...વાવીએ


મેઘરાજા એ સર્વત્ર પધરામણી કરી દીધી છે. પરંતુ આપણે તેમનું ભાવ થી, હૃદય થી, કર્મ થી સ્વાગત કર્યું છે ખરું?.....હા.. અમે ખેતર માં હળ જોડી ને, લાપસી બનાવી ને, ભજિયા ખાઈ ને અને પર્યાવરણવાદી  નીલગીરી, બાવળ, બોરડી, કરેણ કે અરડુસા ને બહુ બહુ તો લીમડો, સપ્તપર્ણ વાવી ને ઉજવણી કરેછે. સારી વાત છે. આટલું તો કરેછે. ઊગેછે કેટલું તે તો રામ જાણે.

 વાવેલું બધું જ ઉગે તે માટે સ્વાધ્યાય પરિવાર ના માધવ વૃંદ પ્રયોગ ની જેમ ભક્તિ ની ભાવના થી જન સમૂહ જોડાય તો જ શક્ય બને. ભક્તિ તો સામાજિક શક્તિ છે.

 આજના ભેળસેળિયા યુગ માં ને ફર્ટિલાઇઝર ના જમાના માં લોકો ના લીવર, કીડની, હૃદય ને મન નબળા પડી રહ્યા છે ત્યારે  મેઘરાજા- વરસાદ નું બીજું નામ જે છે વરૂણ, તે વરૂણ ને ગામે ગામ ને વન- વગડા ને જંગલ માં વધુ ને વધુ વાવવાની જરૂર છે.

પથરી કાઢનાર, બગડેલી કીડની સુધારનાર, વજન ઘટાડનાર, ચરબી ઓછી કરનાર, હૃદય, લીવર ને બરોળ ને તંદુરસ્ત રાખનાર, ભૂખ લગાડનાર, કૃમિ દૂર કરનાર, ગેસ-વાયુ નો ગોળો હટાવનાર, ગાંઠ, ગલગંડ કે ગાલપચોળિયાં મટાડનાર ને કેન્સર મટાડવા માં મદદગાર તેવો વરૂણ જેને ગુજરાતી માં વાયવરણો કહીએ છીએ તે  આજ ના જમાના માટે નું એક સારું ઉપયોગી ઔષધ કહી શકાય. 

 વરૂણ ના મોટા- મોટા ૨૫ થી ૩૦ ફુટ જેટલા ઊંચા વૃક્ષ થાય છે. તેમાં નાની નાની ઘણી શાખાઓ નીકળે છે. તે ચારે બાજુ ફેલાઈ રહેલું વૃક્ષ હોવાથી સુંદર લાગેછે. તેના પાંદડા બીલી ના પાન ની જેમ ત્રિપર્ણા  હોયછે. તેમાં ચૈત્ર માસ માં સફેદ ફૂલો આવેછે. તેના ફળ કાગદી  લીંબુ જેવા આકાર ના હોયછે.. તે અષાઢ- શ્રાવણ માસ માં પાકે છે. તે પાકે છે ત્યારે રાતાં થઈ જાય છે. ત્યારે તે ઘણાં સુંદર દેખાય છે.

ઔષધ ઉપયોગ માં વરૂણ ના મૂળ ની છાલ અને પાન વપરાય છે.
હરસ- મસા ના દરદીએ વરૂણ ના પાન ને ઉકાળી ને તેમાં બેસવું. તેનાથી મસા સંકોચાય છે, દુઃખાવો મટેછે.
વાયરલ રોગો ના સમય માં .. બાળક ને વાયરલ રોગ થાય ત્યારે વરૂણ ના ઉકાળા થી બાળક ને સ્નાન કરાવવું.
પથરી--- વરૂણ ના મૂળ ની છાલ નો ઉકાળો, વરૂણ ના મૂળ ની છાલ ના ચૂર્ણ સાથે લેવાથી પેશાબ છૂટ થી થાયછે, પથરી તૂટે છે ને બહાર નીકળી જાયછે.
ગલગંડ- ગંડમાલા--- હાયપોથાયરોઈડ કે ગળા ની ગાંઠ, સોજો, કેન્સર માં વરૂણ ના મૂળ ની છાલ નો ઉકાળો મધ સાથે પીવો, ગાંઠ- સોજો મટેછે.
મોઢા ના ખીલ થયા હોય તો બકરી ના દૂધ સાથે વરૂણ ની છાલ ઘસી ને લગાવવી. ખીલ મટશે, ડાઘ દૂર થશે.
લીવર અને બરોળ ના સોજા માં--  વરૂણ ની છાલ નો ઉકાળો પીવાથી સોજા મટેછે, પાચન સુધરેછે, કમળો મટેછે. સરગવો ને સરપંખો સાથે વરૂણ નો ઉકાળો પીવાથી આંતરડા ના કેન્સર માં પણ લાભ થાયછે.
કીડની ફેઇલ્યોર --- જયારે કીડની લોહી ને ગાળવાનું કામ બરાબર કરતી નથી એટલેકે કીડની ની દસ લાખ ગરણીઓ કે જે યુરીયા, ક્રિએટીનાઇન, ફોસ્ફેટ, પોટેસીયમ, પાણી, હાયડ્રોજન ને ગાળવાનું કામ બરાબર કરતી નથી ત્યારે તે તત્વો લોહી માં ભળે છે. ક્રિએટીનાઇન લોહી માં ભળવાથી ખંજવાળ આવે છે ને ચામડી પાતળી ને રાતી બને છે, યુરીયા લોહી માં ભળે છે ત્યારે આંખ ની નીચે સોજા આવેછે. .... જો કે પાચન બગડે છે ત્યારે પણ આંખ ની નીચે સોજા આવે છે. તેથી એમ પણ કહી શકાય અને અમે દરદીઓ માં જોયું પણ છે કે પાચન બગડવાથી પણ કીડની બગડે છે.

 વરૂણ નો ઉકાળો પીવાથી કીડની માં યુરીયા ગાળવાનું કામ નિયમિત ને વ્યવસ્થિત થવા લાગેછે તેથી ધીરે ધીરે લોહી ના રીપોર્ટ માં યુરીયા નું પ્રમાણ ઘટવા લાગેછે.  પાચન સુધરે છે, લીવર બરાબર કામ કરવા લાગેછે, આંખ ની નીચે ના થેથર- સોજા દૂર થાયછે.

 આપણું આ વરૂણ તો આજના આધુનિક જમાના નું આયુર્વેદ નું અમૃત છે. તેને આપણે આપણા આંગણામાં, વન-વગડા માં વાવવીએ, ઉછેરીએ.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)