વર્ષા માં વાયુ
મહર્ષિ ચરક ને વાયુ માં પ્રભુ દેખાયો. જેમ પ્રભુ સમગ્ર સૃષ્ટિ નું ધારણ , પોષણ અને વિસર્જન કરેછે તેવી જ રીતે વાયુ પણ તેવું જ કામ કરતો હોવાથી વાયુ: પ્રભુ: | વિશેષ માં ઋષિ કહેછે કે...... પિત: પંગુ , કફ: પંગુ , પંગવો મલધાતવ: | વાયુનામ યત્ર નિયન્તે તત્ર ગચ્છન્તિ મેઘવત || આપણા શરીર માં રહેલા બધાજ વાયુ સિવાય ના દોષ- પિત્ત અને કફ બંને પાંગળા છે , સાતેય સાત ધાતુઓ પાંગળી છે , મળ-મૂત્ર ને પરસેવો એ ત્રણેય મળ પણ પાંગળા છે. બળવાન છે એકમાત્ર- વાયુ. અને આખા વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ વર્ષાઋતુ માં થાયછે અને પાચન ની નબળાઈ પણ આ જ ઋતુ માં વિશેષ થાયછે જેમાં થી બધા જ રોગો ઉત્પન્ન થાયછે. रोगाः सर्वे अपि मन्देग्नौ || તેથી સાજા માણસે સાજા રહેવા માટે અને બિમાર ની બિમારી વધે નહિ તે માટે જ આ ઋતુ માં ઋષિ એ ઉપવાસ , લંઘન અને સંયમ નું વિશેષ મહત્વ સમજાવવા માટે ચાતુર્માસ , ભગવાન ના સુઈ જવાની કલ્પના અને પર્યુષણ દ્વારા જીવન જીવવાની કળા શીખવેછે. પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન એ વાયુ ના પાંચ પ્રકાર છે. જે નામો ને આપણે પૂજા ના વિધિ- વિધાન માં બોલીએ ...