વર્ષા માં વાયુ
મહર્ષિ ચરક ને વાયુ માં પ્રભુ દેખાયો. જેમ પ્રભુ સમગ્ર સૃષ્ટિ નું
ધારણ, પોષણ અને વિસર્જન કરેછે તેવી જ રીતે વાયુ પણ
તેવું જ કામ કરતો હોવાથી વાયુ: પ્રભુ:
| વિશેષ માં ઋષિ કહેછે કે......
પિત: પંગુ, કફ: પંગુ, પંગવો મલધાતવ: | વાયુનામ યત્ર નિયન્તે તત્ર ગચ્છન્તિ
મેઘવત ||
આપણા શરીર માં રહેલા બધાજ વાયુ
સિવાય ના દોષ- પિત્ત અને કફ બંને પાંગળા છે, સાતેય સાત ધાતુઓ પાંગળી છે, મળ-મૂત્ર ને
પરસેવો એ ત્રણેય મળ પણ પાંગળા છે. બળવાન છે એકમાત્ર- વાયુ. અને આખા વર્ષ માં સૌથી વધુ
વાયુ નો પ્રકોપ વર્ષાઋતુ માં થાયછે અને પાચન ની નબળાઈ પણ આ જ ઋતુ માં વિશેષ થાયછે જેમાં થી બધા જ
રોગો ઉત્પન્ન થાયછે. रोगाः सर्वे अपि
मन्देग्नौ || તેથી સાજા માણસે સાજા રહેવા માટે અને
બિમાર ની બિમારી વધે નહિ તે માટે જ આ ઋતુ માં ઋષિ એ ઉપવાસ, લંઘન અને સંયમ નું વિશેષ મહત્વ સમજાવવા માટે ચાતુર્માસ, ભગવાન ના સુઈ જવાની કલ્પના અને પર્યુષણ દ્વારા જીવન જીવવાની કળા
શીખવેછે.
પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ વાયુ ના પાંચ પ્રકાર છે. જે નામો ને આપણે પૂજા ના વિધિ- વિધાન
માં બોલીએ છીએ. આ ઋતુ માં થતા દર્દ ને માટે તબીબો ને વાયુ કે તેના પાંચ પ્રકાર
સાથે જોડવા માં મુશ્કેલી પડે તેથી એક ટૂંકો શબ્દ વાયરલ આપી દીધો. આ વાયરલ રોગ છે
તેમ તેનું નિદાન કરવા લાગ્યા. અને symptometic સારવાર આપવા લાગ્યા. તેનાથી શું થયું ?.... દર્દ ક્ષણિક મટ્યું પણ ના તો વાયુ નું શમન થયું કે ના અગ્નિ પ્રદિપ્ત
થયો. .... તેથી થોડા સમય પછી પાચન ની નબળાઈ ને વાયુ ના રોગો.... પાંડુ- એનીમિયા,
કમળો, તાવ, વિષમજવર- મલેરિયા, મરડો, પેટ નો ગેસ- વાયુ, સાંધા ના દુઃખાવા, અશક્તિ જેવા અનેક નાના- મોટા દર્દો નો શિકાર માણસ બનવા લાગેછે.
અરે !! ચીકન ગુનિયા ને હાઈપો થાયરોડીઝમ, મધુમેહ- ડાયાબીટીસ ને હાઈ બી.પી., કોલેસ્ટેરોલ નું વધવું ને હૃદયરોગ, ધાતુઓ નો ક્ષય થવો ને આધાશીશી- માઈગ્રેન જેવા રોગો પણ આજ ઋતુ માં
વાયુ ને પાચન- અગ્નિ ને ભૂલવાથી જ થાયછે.
તેથી જેમ કહેવાય ને કે ધર્મ નું તમે રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ
કરશે, તેમ અગ્નિ નું રક્ષણ ને વાયુ નું શમન કરીશું તો
જ તંદુરસ્તી જળવાશે અન્યથા અગ્નિ શાંત થશે તો મૃત્યુ થશે. તેના માટે..... સાદું ઉકાળેલું કે સુંઠ,
ધાણા થી ઉકાળેલું પાણી પીવું. ભૂખ વિના ભોજન
લેવું નહિ, ભૂખ થી અડધું જ ભોજન લેવું. જૈન ધર્મ
નો સિદ્ધાંત—ચૌવીયાર – રાત્રે પાણી કે ભોજન લેવું નહિ ને ઉણોદરી રાખવી.
પ્રકૃતિ માં પ્રભુ ના દર્શન કરવા માટે નદી, પર્વત, ઝરણા પાસે ફરવા- ટ્રેકિંગ માં જવું.
આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર નિયમિત કરવા.
આદુ, સૂંઠ, કાળામરી, લસણ, બાજરી, મગ, કારેલા, કંકોડા, પરવળ, તલ ના તેલ નો ઉપયોગ ખોરાક માં વિશેષ કરવો.
વૈદ્ય ના માર્ગદર્શન થી નગોડ, દશમૂળ, રાસ્ના, ગોખરું, સાટોડી, કરિયાતું- સુદર્શન, લીમડા ની ગળો, તુલસી, હરડે, દિવેલ- એરંડતેલ જેવા ઔષધો નો ઉપયોગ કરી શકાય.
રોગો ના કારણ માં વાયુ બળવાન અને વાયુ ને નાથવામાં બસ્તિ બળવાન..
પંચકર્મ ના સિદ્ધાંત પ્રમાણે અનુવાસન અને આસ્થાપનબસ્તિ થકી વાયુ ના રોગો દૂર કરી
શકાય.
પરંતુ, કયારેક વૈદ્ય ના માર્ગદર્શન થી ઘરેલું ઉપાય તરીકે લેવાતી માત્ર પાણી
ની બસ્તિ પણ લાભદાયક રહેછે.
Comments
Post a Comment