વિટામીન...B 12.. ની ખામી અને તેના ઉપચાર
વિટામીન એટલે જીવનીય તત્વ. જેનું કામ
છે પાચન માં ને શરીર ના વિકાસ ને ઉપયોગી અંતઃસ્ત્રાવ ને ઉત્પન્ન કરવામાં મદદ
કરવાનુ. વિટામીન B12 એ શરીર ના Nervous System ઉપર અસરકર્તા પરિબળ છે.
B12 જો ઘટે છે તો તેનાથી નર્વસ સિસ્ટમ નું કાર્ય ખોરવાય છે. કારણ વિના થાક લાગવો, શરીર દુઃખવું, ભૂખ ઓછી થઈ જવી, શરીર માં હાડ નો તાવ- જીર્ણજ્વર રહેવો, આંખ ની દ્રષ્ટિ નબળી પડવી, ચિંતા સતત રહ્યા
કરે, માનસિક થાક લાગે, ઉત્સાહ- સ્ફૂર્તિ નો અભાવ. આવા બધા લક્ષણો જોવા મળે એટલે તબીબ ને દર્દી બધા જ એક મતે આવી જાય કે,
આ ભાઈ કે બહેન ને B12 ની ખામી છે, અને પછી ચક્કર ચાલુ થઈ જાય તેના
ઈન્જેકશન કે ટીકડી નો વારંવાર નો કોર્ષ કરવાનો... પરંતુ આથી દર્દ દૂર થતું નથી પણ
થોડા સમય માટે સારું લાગે...
ખરેખર આ B12 ઘટવાનું કારણ શું છે? તેનો વિચાર થવો
જોઈએ. માંસાહારને પ્રકૃતિદત પાણી માં આ વિટામીન હોયછે. જે શાકાહારી ને મિનરલ પાણી
પીવાથી આની ખામી ઉત્પન્ન થાયછે. આ કારણો
સાચા છે તે ચોક્કસ પરંતુ આયુર્વેદ કહેછે કે છ રસ યુક્ત ખોરાક તે સંપૂર્ણ
ખોરાક છે, તથા તે તે ખોરાક- પાણી નું પાચન કરે તેવો
અગ્નિ- ભૂખ પ્રજ્વલિત હોવો જોઈએ. અને ભૂખ થી ઓછું પથ્ય ભોજન હોવું જોઈએ. .....
જ્યાં આ સિદ્ધાંત જળવાતો નથી ત્યાં આમદોષ થાયછે અને તેમાંથી જયારે વાયુ નો પ્રકોપ
થાયછે ને ધાતુઓ નો ક્ષય થાય ત્યારે આ B12 ની ખામી
દેખાયછે.
હા... આ B12 ની ખામી દૂર કરવા માટે ની કહેવાતી ટીકડી કે ઈન્જેકશન ના કોર્ષ થી
હાલ પૂરતું નુકશાન સંશોધકો ને નજર માં નહિ આવ્યું હોય તેથી કદાચ તેઓ તેનો વધુ પડતો
ઉપયોગ કરાવેછે. પરંતુ ચણા- મમરા ની જેમ કરીયાણા ની દુકાન કે ચણા ની લારી ઉપર
વેચાતી પેરાસીટામોલ જેવી દવાઓ ના વારંવાર ના ઉપયોગ થી પણ જો બ્લડ કેન્સર કે લીવર નો
સોજો કે લોહી ઘટી જવા નો રોગ- પાંડુ ને તેમાં થી કમળો થઈ જતો હોય તો... આ B12 ની આડેધડ ખવાતી દવાઓ થી નુકશાન નહિ થાય તેની કોઈ ખાત્રી નથી.
વળી તે શાકાહારી લોકો ના ખોરાક ને પાણી
ની ઉણપ માં થી આ રોગ થાયછે તેવો પ્રચાર
કરી ને માંસાહાર ની આવશ્યકતા નો અપ્રત્યક્ષ સ્વીકાર કરાવીને પ્રેમ ને વાત્સલ્ય ની ભારતીય
સંસ્કૃતિ ને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. એ ચોક્કસ છે કે પ્રત્યેક પરિવારે વરસાદી
પાણી નો સંગ્રહ કરવો જોઈએ અને તે જ પાણી પીવા માટે વાપરવું જોઈએ.
B12 ની ખામી ના કારણ માં- વ્યાયામ નો અભાવ, ખાઈ-પી ને આરામ નો સ્વભાવ, દિવસ ની ઊંઘ,
પચવા માં ભારે હોય તેવા ખોરાક નું ભરપેટ ભોજન
હોય પછી શું થાય?.... પછી તેનામાં... આમદોષ, અપચો, આમવાત, ધાતુક્ષય ઉત્પન્ન થાય .....
જેના લક્ષણો માટે નો એક શ્લોક માધવ નિદાન નો અહી યાદ આવેછે.....
अंगमर्द अरुचि तृष्णा
आलस्यं गौरवं ज्वर : |
अपाक : शूनताम अंगानाम
आमवातस्य लक्षणं ||
તેથી B12 નો ભય દૂર કરીને, તેના માટે life style સુધારવામાં આવે, ખૂબજ ભૂખ લગાડી ને પછી જ ભોજન કરવામાં
આવે, આમદોષ ના પાચન માટે ગંઠોડા, સુંઠ ને સુંઠ ના ઉકાળા માં દિવેલ સવારે લેવામાં આવે, ખોરાક માં આદુ, લસણ, સરગવો, મગ, મધ, મરી નો ઉપયોગ વધુ કરવા માં આવે તે
જરૂરી છે. તથા જેમ અપચો કે આમદોષ માં થી
ધાતુક્ષય થાયછે તેના માટે આ બધા દ્રવ્યો
થી ને ઉપવાસ થી પાચન સુધારવામાં આવે ને દર્દ દૂર થાયછે.
તેમ
ચિંતા, ઉજાગરા, વધુ પ્રમાણ માં જાતીય સંબધ થી પણ ધાતુક્ષય થાયછે. તેમાં પણ તે તે
કારણ દૂર કરી ને ધાતુ પૌષ્ટિક......
ગંઠોડા ની રાબ, મહાપ્રસાદ સમાન શીરો, સુખડી, કેળા, કેરી, સફરજન, દાડમ, ચીકુ સમાન આહાર અને
ચ્યવનપ્રાશ, સુદર્શન ઘનવટી, અશ્વગંધા જેવા ઔષધો તથા સંશોધન ના આધારે કહીએ કે, ગાય ના મૂત્ર, ગોબર માં આ વિટામીન B 12 વિશેષ છે તે માટે શારીરિક, માનસિક દર્દ દૂર
કરનાર પંચગવ્યઘૃત નું દરરોજ અડધી ચમચી- ૨ ગ્રામ ની માત્રા માં વૈદ્ય ના માર્ગદર્શન થી લેવામાં આવે તો
ધાતુપુષ્ટિ થશે, આમદોષ દૂર થશે ને B12 ની ખામી પણ ક્યારે દૂર થઇ જશે તે ખબર પણ નહિ પડે.
નોધ: આજના આ લેખ માં મારા બાળકો- વૈદ્ય
અપર્ણા, વૈદ્ય શિવકરી, ડૉ.અમી [B.D.S] નું સુંદર માર્ગદર્શન સાંપડ્યું
છે.
આજનું માનવ જીવન ચિંતા ને ભય થી ભરેલું
છે,, તેના માટે ની એક કહેવત યાદ આવેછે..
ચિંતા થી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ, ગુણ ને જ્ઞાન, ચિંતા બડી અભાગણી ચિંતા ચિતા સમાન.
Comments
Post a Comment