ઠંડી આવી... શું શું લાવી ?
" ઠંડી આવી... ઠંડી આવી... તંદુરસ્તી નો સંદેશ લાવી... ઉત્સાહ ને ઉમંગ લાવી... ઘર- ઘર માં તેજ લાવી... ઠંડી આવી... ઠંડી આવી..." " યુવાની ને સ્ફૂર્તિ આપે... આળસુ ને ઊંઘ આપે... બાળક ને બળ આપે... વૃદ્ધો ને વ્યથા આપે... ઠંડી આવી... ઠંડી આવી..." " દક્ષ ને સચેત બનો... વહેલા ઉઠી વીર બનો... માલીશ કરી દેહ ચમકાવો... વ્યાયામ કરી બળવાન બનો... ઠંડી આવી... ઠંડી આવી..." " ઘી , દૂધ ને બદામ ખાઓ... મગ , ચણા ને ખજૂર ખાઓ... તલ , અડદ ને ગોળ ખાઓ... તાજી તાજી ભાજી ખાઓ... ઠંડી આવી... ઠંડી આવી..." " સંયમ નું જીવન અપનાવો... સ્વાધ્યાય કરી સાધક બનો... તેજસ્વી બનો... ધ્યાન કરી ધ્યેય ઉઠાવો... ઠંડી આવી..... ઠંડી આવી." " ક્ષણ- ક્ષણ કિમતી સમજી લ્યો... આરોગ્ય ઉત્તમ ધન સમજી લ્યો... મળ્યા છે અનેરા દિવસો... ફરી જલ્દી નહિ આવે આ દિવસો... ઠંડી આવી... ઠંડી આવી..." ...