ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)


આ શરીર માં પ્રભુ નો વસવાટ છે. શરીર એ ભગવાન નું મંદિર છે. જેમ મંદિર સ્વચ્છ અને સુઘડ હોય, તેવી રીતે ....... શરીર ને પણ મંદિર સમજીએ તો મોટા ભાગના દર્દ થાય જ નહિ. અરે! તો પછી દારૂ, બીડી પીવાય નહિ ને ભૂખ વિના ખવાય નહિ ને સમજ્યા વિનાનો કચરો પેટ માં પધરાવાય નહિ. આટલી સમજણ માત્ર થી જ શારીરિક કે માનસિક કોઈપણ પ્રકારના રોગો થાય જ નહિ.

 ગુદાના વાઢીયા : સ્વચ્છતા ના અભાવે, કબજિયાત ના કારણે, કડક સ્થાન માં વધુ બેસવાથી, પાચન બગડવાથી, દારૂ, બીડી, તમાકુ-ગુટખા ના સેવનથી, દૂધ- ઘી- છાસ નું સેવન યોગ્ય પ્રમાણ માં નહિ કરવાથી ગુદાના સ્થાને વાઢીયા- ચીરા પડેછે. આ બધામાં મુખ્ય કારણ છે સ્વચ્છતા નો અભાવ. ગુદાના ભાગે ચીરા થયા પછી પણ જો યોગ્ય કાળજી લેવાય નહિ, ચોખ્ખાઈ ના હોય, જીવાણુંરહિતતા ના હોય તો મહાભયંકર એવો ભગંદર રોગ થાયછે.

 શ્રીમદ્ભગવતગીતા માં... ઉર્ધ્વમૂલમ અધ:શાખમ || કહ્યું છે. એટલેકે માણસ માથાથી ચાલેછે. વિચારીને ડગલું ભરે છે. પરંતુ શારીરિક આરોગ્ય ની દ્રષ્ટીએ હિંદી ભાષામાં ગુદાના ભાગને મૂળસ્થાન કહેછે. કારણકે ત્યાં અપાનવાયુ અને સંપૂર્ણ શરીરમાં ફરતા રહેલા તમામ વાયુનું સ્થાન છે. તેથી જ ગુદાના ભાગમાં થતા નાનકડા દર્દ માં પણ અસહ્ય પીડા થાયછે. કારણકે વાયુ વિના પીડા થાય જ નહિ. અને આવી અસહ્ય પીડાને દૂર કરવા કોઈપણ માણસ કઈપણ કરાવવા એટલેકે તાત્કાલિક ઓપરેશન કરવવા તૈયાર થઇ જ જાયછે. પરંતુ થોડીક કાળજી અને થોડુક અમારા જેવા વૈદ્ય નું કહ્યું સાંભળીને સ્વચ્છતા ને ઔષધ યુક્ત ઘી ખાવામાં આવેતો... તો.. ગુદાના વાઢીયા, ગુદાની અંદરના મસા, મળ માર્ગ થી લોહી પડવું, થતો અસહ્ય દુઃખાવો, બળતરા, ખંજવાળ, મરડો, મળમાં ચિકાસ આવવી, કબજિયાત કે ઝાડા ના દર્દો ઝડપથી  દૂર થાય જ એમાં કઈ જ શંકા કરવાનું કારણ નથી.

સ્વચ્છતા: ગુદાના સ્થાન થી એક ઇંચના ઘેરાવામાં રહેલી ચામડીમાં કરચલી ઘણી હોયછે. તે કરચલીમાં મળના કણ ભરાઈ રહેવાથી, કબજિયાતથી, તીખા- ગરમ ખોરાક વધુ ખાવાથી, મળ- મૂત્ર નો વેગ રોકવાથી, વ્યાયામના અભાવ થી ગુદાના સ્થાને ચીરા- વાઢીયા- ખંજવાળ- દુઃખાવો ને લોહી પડવાના રોગો  થઇ આવેછે.

ત્યારે લીમડાના પાનથી ઉકાળેલા પાણી માં વારંવાર બેસવાથી, નિષ્ણાત વૈદ્ય પાસે કબજિયાત મટાડનારી ને પાચન સુધારનારી મૂળગામી સારવાર માં હરડે, છાસ, ત્રિફળા જેવા ઔષધો લેવાથી શરીરની અંદર- બહારની સ્વચ્છતા થવાથી  ચેપરહિત થાયછે. ત્યારબાદ ત્યાં લીંબોળીનું તેલ અથવા દીવેલ ને સહેજ ગરમ કરીને માલીશ કરવાથી તે- તે દર્દ દૂર થાય છે. ચીરા મટે છે.

લીમડાની લીંબોળી ની મીંજ : મળમાર્ગ ના રોગો માટે કે ચામડીના રોગો માટે આ મીંજ એક સારું ઔષધ છે. ૫ થી ૧૦ મીંજ સવારે નરણા કોઠે ચાવીને ખાઈ જવાથી મસા કે વાઢીયા માં લાભદાઈ પરિણામ મળેછે.

ઘૃતપાન : ઘી ખાઓ ને દર્દ દૂર કરો. sorry ... ઘી પીઓ ને દર્દ ભગાઓ. આમ કહીએ તો પણ કઈ ખોટું નથી. અમારા એક વૈદ્ય પાંચાભાઈ દમણીયા ને હું ઘૃતવૈદ્ય કહુછુ. તે તો લગભગ બધાજ દર્દ,  દર્દી ને ઘી પીવડાવીને જ મટાડે છે ...... હા.. વૈદ્ય નું આપેલું ઘી એટલે ઔષધસિદ્ધ ઘી. મસા, ગુદા ના વાઢીયા, કબજિયાત, મરડો, અલ્સરેટીવ કોલાઇટીસ, પેસાબ માં બળતરા જેવા અપાનવાયુ બગડવાથી થયેલા રોગો મટાડવા માટે લીમડો, અરડુષી , શતાવરી, ગોખરું, ગળો, જેવી ઔષધી થી સિદ્ધ ઘી અમે વૈદ્ય આપીએ છીએ ને દર્દ  દૂર થાયછે.

હરડે : અર્શો વિકારે વિજયા પરમ ન ||  મસા અને તેના જેવા રોગો મટાડવા માટે હરડે એ ઉત્તમ ઔષધ છે. હરડે એ ઝાડા કરનાર નથી બલકે પાચન કરનાર છે. ખોરાક નું અને શરીરના આમદોષ- કાચારસ નું પાચન કરીને, સરળતાથી મળ લાવનાર છે. એટલેકે મસા- વાઢીયા ના મૂળ કારણો દૂર કરીને મટાડે છે. હરડે ની સાથે તેના જેવા જ બહેડા અને આમળાં એટલેકે ત્રણેય નું મિશ્રણ ત્રિફળા તથા ગૂગળ પણ એક શ્રેષ્ઠ ઔષધ છે જે વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.

         શતાવરી ને  જેઠીમધ : રૂઝ લાવનાર, બળતરા દુર કરનાર, શીતળ, શામક, લોહી પડતું અટકાવનાર, શક્તિ આપનાર, ગરમી દૂર કરનાર આ બંને ઔષધો ને ૧- ૧ ચમચી માત્રા માં દૂધ કે પાણી સાથે લેવાથી ગુદાના વાઢીયા માં રોપણ થાયછે.


Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)