વ્યાયામ: પથ્ય ભુજામ નરાણામ|
“માયકાંગલા માનવી ને ગીતા વાંચવાનો અધિકાર નથી.” આવું જયારે સ્વામી
વિવેકાનંદ કહે ત્યારે કોઈને વિવેકાનંદજી ઉપર ગુસ્સો નહિ આવે પરંતુ પોતાના આળસુ મન
ઉપર ચોક્કસ ગુસ્સો આવશે. એક ગામમાં શિયાળાની સવારે એક નરેશ નામના સુકલકડી ને
હાડપિંજર જેવા યુવાનને ખુલ્લા શરીરે બેઠેલો જોઈને, તેના શરીર પર પ્રેમ થી હાથ ફેરવ્યો ત્યારે તે શરમાઈ ગયો કે પોતાના
ઉપર ગુસ્સો પણ આવ્યો હશે, છ મહિના પછી ફરી ત્યાં જ તે યુવાનને જોયો ત્યારે આશ્ચર્ય થયું કે તે યુવાન
માં મજબૂત, લશ્કરના સૈનિક જેવું તેનું શરીર જોયું.
તેણે દરરોજના ૧૫ કી.મી દોડવાનું ને ૧૫૦ દંડ કરવાનું શરુ કરી દીધેલું.
અંગ્રેજોએ આપેલી કાલાપાની ની સજા ને યાતનાઓ તથા આઝાદી પછી ખોટા
આરોપોમાં ફસાવીને આપેલી સજા છતાં તેજસ્વીતાથી ૯૦ વર્ષ સુધી યુવાનો ને ભારતીય
સંસ્કૃતિ ની પ્રેરણા આપનાર વીર સાવરકર ની તંદુરસ્તી નું રહસ્ય બાળપણ ને યુવાની માં
અખાડાની કસરત ને પણ આભારી છે. વિશ્વભરમાં
વૈદિક વિચારોની આહલેક જગાડીને લાખો- કરોડો યુવાનોને દૈવી જીવન થી દોડતા કરનાર પૂજ્ય પાંડુરંગદાદા
ની તંદુરસ્તી નું રહસ્ય સૂર્ય નમસ્કાર માં રહેલુ છે.
જે માણસ ભોજન કરેછે તેણે વ્યાયામ કરવો જ જોઈએ. વ્યાયામ ત્રણ પ્રકારના હોઈ શકે.
૧, જેમાંથી ઉત્પાદન થાય. જેમકે... પાવડો લઈને કામ કરતો ખેડૂત કે મજૂર.
૨, ઉત્પાદન થાય નહિ તે.... જેમકે સવારમાં ચાલવા કે દોડવા જવું.
૩, ઉપાસના- પૂજા પદ્ધતિ: સૂર્ય નમસ્કાર, યોગ, નમાજ, પ્રતિકમણ...
જેમાં ઈશ્વર સાથે અનુસંધાન જોડવાનું
હોયછે તેની સાથે વ્યાયામ સહજતાથી થઈ જાયછે. ... ઉપાસના પદ્ધતિ માં નિયમિતતા છે,
મન નો વિકાસ છે, સાચી સમજણ થી થાય ત્યારે જીવન દૈવી, તેજસ્વી બનેછે.
શરીર- મન ને સ્થિર- મજબૂત- દ્રઢ બનાવવું હશે, સદા-બહાર નીરોગી રહેવું હશે, શરીર નું સૌંદર્ય-
સિંહ જેવી છાતી, બળદ જેવા ખભા, હાથી જેવી ચાલ, ગીધ જેવી નજર ની તંદુરસ્તી જોઈતી હોયતો
નિત્ય- નિયમિત શરીર ની અર્ધી શક્તિ વપરાય ત્યાં સુધીનો વ્યાયામ દરેક વ્યક્તિએ કરવો
જ રહ્યો.
આરોગ્ય દવાના બાટલામાં નથી તે તો છે ખેતરની ખુલ્લી હવામાં ને
વિશાળ મેદાનમાં વહેલી સવારે રમાતી રમતમાં
ને પરસેવો પડી જાય તેવી કસરતમાં. જીવનના આનંદ માટે બે વસ્તુની ખાસ જરૂર છે,
જોખમ ને મસ્તી. જેના જીવનમાં મસ્તી નથી તે
જીવનમાં શું સાહસ કરીશકે. મસ્તી હોય તે જ જોખમ ને આમંત્રણ આપી શકે. મસ્તી વિનાનો
માણસ જોખમ ને સાહસ થી ડરે. તે જીવન માં નવું કશું જ ના કરી શકે. ગતાનુગતિક ને આગે
સે ચલી આતી હૈ જેવું પાળેલા પોપટ જેવું જીવન જીવે. અભય- નિર્ભયતા મસ્તીમાં થી આવે,
આત્મવિશ્વાસ ને આત્મજ્ઞાન થી આવે. આત્મવિશ્વાસ
એ શરીરના બળ પર આધારિત છે. વ્યાયામ ને ગીતાના સ્વાધ્યાય થી બનેલું મજબૂત શરીર ને
મન જીવનના બધાજ ભયનો સામનો કરેછે.
• વ્યાયામ ના લાભ: શરીર નો ઉપચય એટલેકે મજબૂત બાંધો, કાંતિ- તેજસ્વી, ગાત્રોની સુવિભક્તતા- સિક્સ પેક,
કકડી ને ભૂખ લાગે, તરસ લાગે, આળસ ભાગે, સ્ફૂર્તિથી કામ કરવાનું મન થાય, નીરોગીતા, સહન શક્તિ વધે, ઠંડી- ગરમી સામે પ્રતિકાર શક્તિ અને શ્રેષ્ઠ આરોગ્યની પ્રાપ્તિ થાયછે.
• વ્યાયામ કેટલો કરવો: શરીર ની અર્ધી શક્તિ વપરાય તેટલો જ વ્યાયામ
કરવો. હૃદયમાં રહેલો વાયુ મો દ્વારા બહાર નીકળે, હૃદયના ધબકારા વધી જાય, શરીર થાકે,
શ્વાસ ચડે તથા પેટ, કપાળ, નાક, હાથ, પગ ને સાંધાઓ માં પરસેવો થાય અને મોઢા
માં શોષ થાય એ શરીર ની અર્ધી શક્તિ વપરાયાના લક્ષણો છે, આનાથી વધુ વ્યાયામ કરવાથી મૃત્યુ પણ આવી શકેછે. આ બધી ભાષા વધુ કસરત
કરનારા માટે છે. આજના આળસુ ને આ લાગુ પડતું નથી.
• વ્યાયામ કોણે કરવો નહી:
જેને લોહી પડતું હોય, શરીર નબળું- કૃશ હોય, શ્વાસ- ખાંસી ને ક્ષયનો રોગી હોય, જાતીય સંબંધથી જે ક્ષીણ થયો છે, જેને ચક્કર આવતા હોય અને ભોજન પછી વ્યાયામ કરવો નહિ.
Comments
Post a Comment