કબજીયાત ની કઠણાઈ
આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ ઉપકુલપતિ રાજવૈદ્ય રસિકભાઈ પરીખ ઘણીવાર કહેતા કે , “ હું બુદ્ધિશાળી તેને જ કહું કે જેને સવારે ઉઠતાંની સાથે જ જેમ કાચની સપાટી પરથી તેલ સરી જાય તેમ તેને મળ સરી જાય.” સંત વિનોબાજી કહેતા કે , સવારે ઉઠતાં ની સાથે જ મળ નું દર્શન કરવું જોઈએ. મળ તરે તો તંદુરસ્તી ને ડુબે તો બીમારી. આયુર્વેદ માં પણ અષ્ટાંગ હૃદય માં લખ્યું છે કે , પ્રત્યેક વ્યક્તિએ સવારે ઉઠતાં ની સાથે જ વિચાર કરવો જોઈએ કે મને આગળ ના દિવસ નું ખાધેલું પચ્યું છે કે નહિ ?. જો યોગ્ય રીતે આગલા દિવસ નું પચ્યું નથી તો સવારે કશું જ નહિ ખાતા ને સુંઠ થી ઉકાળેલું પાણી પીવાથી ખોરાક નું યોગ્ય પાચન થશે. જૈન સિદ્ધાંત પ્રમાણે રાત્રી ભોજન નહિ કરવાનું કારણ આ જ છે કે જેથી ખોરાક નું યોગ્ય પાચન થાય. બધાજ રોગો થવાનું મૂળ છે ભૂખ- પાચન ની નબળાઈ. જેમને ભૂખ સારી રીતે લાગતી હોય , યોગ્ય સમયે તેનું પાચન બરાબર થતું હોય , છ એ રસ યુક્ત ખોરાક યોગ્ય રીતે લેવાતો હોય , ખોરાક ના જેટલું જ પાણી , છાસ કે દાળ પીવાતી હોય , દિવસ દરમિયાન પણ જરૂરીયાત પ્રમાણે પાણી વારંવાર પીવાતું હોય , શરીર ના બધાજ અંગો ને માટેનો વ્યાયા...