મહાન ઔષધ --- સૂંઠ + હરડે
ખૂબજ સમજી વિચારીને એક- એક અક્ષરનો
ઉપયોગ કરનારા ઋષિઓએ સૂંઠ ને મહૌષધ- મહાન ઔષધ, વિશ્વભેષજ- દુનિયાના તમામ દર્દોની દવા જેવા શબ્દો આપ્યા છે. જે ભૂખ
લગાડે, ખાધુપચાવે, આમદોષ નું પાચન કરે, શરદી, ખાંસી, તાવ, ઝાડા, મરડો, અપચો, ચિકાશ જેવા દર્દો મટાડે છતાં ગરમ ના
પડે, સૌને ગમે, સૌને પરવડે, ઘર-ઘર માં વપરાય, વૈદ્ય ના દવાખાનામાં ય વપરાય, મશ્કરીમાં ય બોલાય કે સૂંઠ ના ગાંગડે વૈદ્ય ના થવાય છતાંય મહાન ઔષધ
નું બિરૂદ મળે.... તે સૂંઠ કેટલી મહાન છે તેની જરા કલ્પના તો કરી જુઓ !!!
હરડે પણ આવું જ ઔષધ છે. જેની માતા ઘરે ના તેની માતા હરડે કહેવાય.
➖ હરિના સ્થાન માં
જેની ઉત્પતિ છે તે હરડે. જે બધા દર્દો નું હરણ કરેછે- દૂર કરેછે તે હરડે. હરડે
ઝાડા કરનાર છે તે માન્યતા ખોટી છે. હરડે પાચન કરનાર છે. અપચાના કારણે જો ઝાડા થયા
હોય તો તેમાય હરડે આપી શકાય. હરડે વાયુ નું અનુલોમન કરનાર છે- વાયુ ની અવળી ગતિ-
ઉપર તરફ ની ગતિ ને સુધારી સવળી ગતિ કરનાર- વાયુને નીચે ઉતારનાર છે. આજના ખરેખર
જોવા મળતા હાર્ટ એટેક ના રોગોના ઘણા કારણો માં – કૃમિ, વાયુની અવળી ગતિ, અપચો, હાર્ટ બ્લોકેજ, આમદોષ- જેને આજે ખરાબ કોલેસ્ટેરોલ કહીએ
તે---- આ બધા જ કારણો ને આપણી સુંઠ, હરડે, અજમો, એરંડતેલ, લસણ ના પ્રયોગો વિદ્વાન
વૈદ્ય ના માર્ગદર્શન થી વિધિવત કરવામાં આવે તો... હાર્ટ અટેક, હાર્ટ બ્લોકેજ મટી શકેછે.
હરડે માં નમક સિવાયના ગળ્યો, ખાટો, કડવો, તીખો ને તૂરો એમ પાંચ રસ આવેલા હોવાથી
તેને સંપૂર્ણ ઔષધ પણ કહી શકાય. હરડે ચામડીના રોગો મટાડે, ગેસ- વાયુ,
મસા, મરડો, મલેરિયા- વિષમ જ્વર, હૃદય, મગજના રોગો, ઝાડા, અરુચિ, પ્રમેહ, કમળો, કૃમિ, સોજા, શ્વાસ ના રોગો, કબજિયાત, જાતીય રોગો, માનસિક રોગોને મટાડનાર સરળ ને નિર્દોષ ઔષધ છે. હા.... દરેક રોગ માં
તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ જુદી-જુદી હોય.
આજે વ્યવહાર માં જોવા મળતા મોટા ભાગના
રોગોનું મુખ્ય કારણ આમદોષ, અપચો, મંદાગ્ની, કબજિયાત અપાન વાયુની અવળી ગતિ જોવા
મળેછે ત્યારે તે સુંઠ ચૂર્ણ ને હરડે ચૂર્ણ
નું મિશ્રણ સરખા ભાગે લઈ ૧- ૧ ચમચી ગરમ પાણી કે મધ સથે લેવાથી મોટા ભાગના રોગોનું
મૂળ કારણ દૂર થાયછે અને સ્વાસ્થ્ય મળેછે.
• શરદી : કફ, અપચો ને અપાન વાયુની અવળી ગતિ માંથી શરદી થાયછે. નાક, કાન કે આંખમાંથી પાણી આવે, મળમાં ચિકાશ આવે,
બહેનો ને શ્વેતપ્રદર – શરીર ધોવાય, યુવાનોને સ્વપ્નદોષ કે શીઘ્રપતન જેવા રોગોના કારણો શરદી સાથે મળતા
આવેછે. તેથી આ બધાજ રોગો મટાડવા માટે હરડે ને સુંઠ નું મિશ્રણ ઉતમ ઔષધ છે. કારણકે
હરડે ને સુંઠ એ બંને પાચન સુધારે છે, કફ મટાડે છે.
વાયુ નીચે ઉતારે છે. સૌથી મુખ્ય તૂરો રસ ને ગ્રાહી ગુણ ના કારણે શરીરમાં થી બહાર
વહી જતી પ્રવાહી ધાતુ ને પચાવીને શોષવાનું મુખ્ય કામ આ ઔષધ કરેછે. તેના કારણે
આમદોષ નું પાચન થાય, ચિકાસ દુર થાયછે ને દર્દ દૂર થાયછે.
• ઝાડા- મરડો : વારંવાર ચૂંક આવે ને સંડાશ જવું પડે કારણકે મોટા આંતરડા
માં ચિકાશ ચોંટી ગઈ છે. તેમાંથી આંતરડાનો
સોજો ને આગળ વધતા આંતરડામાં ચાંદુ- અલ્સરેટીવ કોલએટીસ પણ થાયછે. ત્યારે આવા મોટા
રોગથાય તે પહેલા હરડે ને સુંઠ નું મિશ્રણ લેવાથી ચૂંક મટે, માળ સાફ આવે, ચિકાશ મટે, સોજા મટે, ભૂખ લાગે ને ખાવા પણ ભાવે. ઝાડા,
મરડો ને કબજિયાત પણ મટે. હા............. અન્નનળી
માં ચાંદુ પડે ત્યારે આ હરડે ને સુંઠ નો ઉપયોગ કરવો નહિ તે માટે તેના નિષ્ણાત,
અનુભવી વૈદ્ય પાસે પિછા બસ્તિ લેવાથી જ તે મટી
શકેછે.
• હેડકી, હૃદયરોગ, માથાનો દુઃખાવો, ઢીંચણ નો સાંધાનો સોજો : આ બધા રોગો
માં ઝડપથી પરિણામ આપી શકે તો માત્ર આયુર્વેદ જ અને તે પણ સૂંઠ દ્વારા જ. ...... સુંઠ,
ગોળ ને પાણી નાક માં ટીંપા નાખવાથી ને સુંઠ ને
હરડે ખાવાથી હેડકી મટે, સુંઠ થી ઉકાળેલા પાણી સાથે દીવેલ
પીવાથી ને દીવેલ માં શેકેલી હરડે ને સુંઠ થી ઉકાળેલા પાણી સાથે પીવાથી તથા સુંઠ નો
ગરમ પાણી સાથે સાંધાના સોજાના સ્થાને લેપ કરવાથી આમવાત મટે,
➖હૃદય ના સ્થાને
સુંઠ નો લેપ કરવાથી ને સુંઠ, હરડે ની ફાકી કરવાથી હૃદય ના દુખાવા
માં રાહત થાયછે. તેથી જ સૂંઠ, હરડે ના મિશ્રણ ને મહાન ઔષધ કહી શકાય ....................... છતાં આ બધાજ પ્રયોગો કરતાં પહેલા અનુભવી વૈદ્ય નું
માર્ગદર્શન જરૂર લેવું જોઈએ.
Comments
Post a Comment