પિત્તવાત જવર- ડેન્ગ્યું નો હાહાકાર Dengue fever in Ayurveda
ડેન્ગ્યું નામ સાંભળતા જ પગ ભાગી જાય , મન મરી જાય , ભૂખ ઘટી જાય ને ઢીલો ને વીલો માણસ થઈ જાય તેવો ભય આજે જનમાનસ માં ફેલાયેલો છે . તાવ આવે , લોહી નો રીપોર્ટ કરાવે ને તેમાં પ્લેટલેટ ને સફેદ કણ ઘટે એટલે દર્દી ને તેના સગા અડધા થઈ જાય . શરદઋતુ માં સહજ પિત્ત નો પ્રકોપ સર્વત્ર થાય જ અને પિત્ત વિના તાવ આવે નહિ . તાવ એ રોગો નો રાજા અને રોગ નો પર્યાય શબ્દ છે . અન્ય ઋતુ માં જ્યારે તાવ આવેછે ત્યારે તેમાં માત્ર પિત્ત નો અનુબંધ હોયછે અને તે - તે ઋતુ કે અન્ય કારણ જન્ય દોષ મુખ્ય હોયછે જ્યારે શરદ માં તો પિત્ત જ મુખ્ય દોષ હોય છે . પિત્ત ગરમ છે અને સામાન્યત : તાવ માં અપાતી અંગેજી દવાઓ પણ ગરમ છે , તેથી ગરમી નું બળ , ધાતુક્ષય ને વર્ષાઋતુ થી સફેદ કણ ને પ્લે ટલેટ તૂટેછે ને ડેન્ગ્યું નું નામ આપણે આપીએ છીએ . હકીકતમાં તો હાથના કર્યા હૈયે વાગેછે . તાવ , માથા નો દુઃખાવો , શરીર ની તોડાવડ , અશક્તિ , ચક્કર , બળતરા , ક્યારેક લોહી પડવું , બી . પી વધવું ......