સુકુમાર એટલે શુદ્ધ મેદ
નિંદા કરવા જેવી સ્થિતિ એટલે મેદસ્વી,
સ્થૂળતા, જાડિયાપણું અને કૃશતા, સુકલકડી શરીર
પણ. આયુર્વેદે આ બંને સ્થિતિ ને નિંદ્ય ગણી છે. અહી નિંદ્ય કે નિંદા કરવી નો
અર્થ... ચારે-બાજુ તેની ટીકા કરવી તેવો નથી પરંતુ આ સ્થિતિ અનારોગ્યકારક છે. તેથી
વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક શરીર ની સ્થૂળતા કે કૃશતા થાય નહીં તે રીતે આહાર, વિહાર ની વ્યવસ્થા કરવી જોઈએ.
વખાણવા જેવી સ્થિતિ એટલે શુદ્ધ મેદ. શરીર માં મેદ- ચરબી હોવી તે સારી
નિશાની છે. તે પ્રમાણસર હોવો જોઈએ. શુદ્ધ મેદ કે મેદ સાર તે છે કે, જે સૌંદર્યવાન છે, તે દાનેશ્વરી છે, તે સુખ ભોગવી શકેછે, સ્વભાવ માં સરળ છે, સુકુમાર છે, આરામપ્રિય છે, પરિશ્રમ કે મુશ્કેલી કે દર્દ- દવાની તીક્ષ્ણતા સહન કરી શકતા નથી,
શરીર માં સ્નીગ્ધતા- ચીકાશ વ્યાપેલી હોયછે,
શરીર નો રંગ- વર્ણ, સ્વર, આંખો, વાળ, રૂવાંટા, નાખ, દાંત, હોઠ, મળ તથા મૂત્ર માં ચીકાશ જોવા મળેછે.
પરંતુ આવી વ્યક્તિ જયારે આળસુ બની જાય, તેમનો મધુર રસ- મીઠાઈ ખાવા નો સ્વભાવ હોય, પરિશ્રમ કે વ્યાયામ માં આળસ હોય, ખાઈ- પી ને નિરાંતે ઊંઘવાનો સ્વભાવ હોય તો આ શુદ્ધ, સાર રૂપ, શ્રેષ્ઠ મેદ બગડે અને મેદસ્વીતા- સ્થૌલ્ય ઉત્પન્ન થાયછે. જે
વ્યક્તિ ની પોતાની આળસ માં થી ઉત્પન્ન થયેલી સ્થિતિ હોવાથી તે નિંદ્ય છે.
વજન વધારવું સહેલું છે પરંતુ વજન ઘટાડવું ઘણું અઘરું છે. એક જ રોગ
બની ને થયો હોય તો સ્થૂળ માણસ ને તે ઝડપ થી મટતો નથી.
બેડોળ શરીર માં સહજતા થી જાડિયાપણું, મધુમેહ, હાઈ બી.પી, ચામડીના રોગો, શ્વાસ ના રોગો, કીડની ના રોગો, અધિક ભૂખ, જાતીય જીવન માં અસંતોષ, હૃદય રોગ જેવા
નાનાં- મોટા રોગો ઝડપથી થઈ આવેછે.
સુકુમારતા અને મેદસ્વીતા બંને અલગ છે. સુકુમારતા એ શુદ્ધ, સારરૂપ મેદધાતુ નું લક્ષણ છે. જે તંદુરસ્તી અને સૌંદર્ય, સરળતા અને કોમળતા, ધનવાન અને દાનેશ્વરી જેવા સદગુણો ની
શ્રેષ્ઠતા સૂચવે છે.
જયારે સારરૂપ મેદ ધાતુ બગડે છે અને મેદસ્વીતા- જાડાપણું આવેછે ત્યારે
સ્વભાવગત મેદસાર ના ગુણો આવશે પરંતુ તંદુરસ્તી નહિ આવે બલકે રોગો ની વણઝાર લાવશે.
ત્યારે સુકુમારતા ટકાવી રાખવા અને બગડેલી મેદ ધાતુ ને સુધારવા, ચરબી ને ઓગળવા માટે....
૧, આસન, પ્રાણાયામ, દોડવું, સૂર્યનમસ્કાર જેવો વ્યાયામ શરીર ની
અર્ધી શક્તિ વપરાય ત્યાં સુધી નિયમિત કરવો જોઈએ.
૨, મગ, મધ, મરી, જવ, વાવડીંગ, સૂંઠ, હરડે, બહેડાં, આમળાં, ગોમૂત્ર, લીમડાની ગળો, ગામડા ની વાડ માં થતી અરણી ના છોડ ના
પાંદડા નો રસ... આ અને આવા અનેક ઔષધો છે કે જે અશુદ્ધ મેદ નું પાચન કરીને શુદ્ધ
કરેછે.
વાવડીંગ ને સૂંઠ, જવ ને આમળાં, મધ ને જવ, લોહ ભસ્મ ને મધ ... આવા
સંયોજનો મેદ નું પાચન કરવા માટે વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.
........... શરીર કેવું હોવું જોઈએ તે વિષે આચાર્ય
ચરક લખેછે કે...
ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વ્યાયામ કે કઠોર પરિશ્રમ જે સહન કરી
શકેછે, જેમની ભૂખ સારી છે તેમ પાચન શક્તિ પણ ઉત્તમ છે,
તેમના શરીર ના માંસ, ચરબી નો ઉપચય યથાયોગ્ય છે,જેમનો દેખાવ
માંસલ દેહ છે છતાં વધુ પ્રમાણ માં ચરબી, માંસ નથી તેમજ
શરીર ના હાડકા દેખાતા હોય તેવું ક્ષીણ શરીર નથી તે શરીર ઉત્તમ છે.
સાહિત્ય ની દ્રષ્ટીએ .... જેની સિંહ
જેવી છાતી છે, બળદ જેવા ખભા છે, હાથી જેવી ચાલ છે, તેજ ભરી જેની નજર છે, ઉન્નત જેનું મસ્તક છે તે ઉત્તમ શરીર છે.
શ્રીમદભગવતગીતા કહેછે કે
જેનું મસ્તક, ગળું ને શરીર ચાલતી કે બેસતી વખતે સીધી
લીટી માં હોય તે ઉત્તમ શરીર કહેવાય. .................
Comments
Post a Comment