પિત્તવાત જવર- ડેન્ગ્યું નો હાહાકાર Dengue fever in Ayurveda


ડેન્ગ્યું નામ સાંભળતા પગ ભાગી જાય, મન મરી જાય, ભૂખ ઘટી જાય ને  ઢીલો ને વીલો માણસ થઈ જાય તેવો ભય આજે જનમાનસ માં ફેલાયેલો છે. તાવ આવે, લોહી નો રીપોર્ટ કરાવે ને તેમાં પ્લેટલેટ ને સફેદ કણ ઘટે એટલે દર્દી ને તેના સગા અડધા થઈ જાય.

શરદઋતુ માં સહજ  પિત્ત નો પ્રકોપ સર્વત્ર થાય અને પિત્ત વિના તાવ આવે નહિ. તાવ રોગો નો રાજા અને રોગ નો પર્યાય શબ્દ છે. અન્ય ઋતુ માં જ્યારે તાવ આવેછે ત્યારે તેમાં માત્ર પિત્ત નો અનુબંધ હોયછે અને તે- તે ઋતુ કે અન્ય કારણ જન્ય દોષ મુખ્ય હોયછે જ્યારે શરદ માં તો પિત્ત મુખ્ય દોષ હોય છે.

પિત્ત ગરમ છે અને સામાન્યત: તાવ માં અપાતી અંગેજી દવાઓ પણ ગરમ છે, તેથી ગરમી નું બળ, ધાતુક્ષય ને વર્ષાઋતુ થી સફેદ કણ ને પ્લેટલેટ તૂટેછે ને ડેન્ગ્યું નું નામ આપણે આપીએ છીએ. હકીકતમાં તો હાથના કર્યા હૈયે વાગેછે.

તાવ, માથા નો દુઃખાવો, શરીર ની તોડાવડ, અશક્તિ, ચક્કર, બળતરા, ક્યારેક લોહી પડવું, બી.પી વધવું... જેવા લક્ષણો જોવાં મળે એટલે રીપોર્ટ કરાવીએ ને ચિંતા શરુ થાય. રીપોર્ટ ને લક્ષણો થી ગભરાવાની બિલકુલ જરૂર નહિ.

આયુર્વેદ નો તમામ તાવ માટે નો મૂળભૂત સિદ્ધાંત છે કે...

             તાવ એટલે લંઘન કરો. પછી પાચન ઔષધ આપો. આમદોષ નું પાચન થયાં બાદ તાવ ઉતારનારા ઔષધ આપો અને છેલ્લે તાવ ઉતરી ગયા બાદ અનુભવી વૈદ્ય .. દર્દી ને તેની શક્તિ પ્રમાણે વિરેચન કરાવે.

             પિત્ત નું શમન કરો, પિત્ત નું વિરેચન કરાવો, કકડી ને ભૂખ લગાડો, વાયુ ના શમન માટે આરામ કરો, પાચન થાય ને બળ મળે તેવો હળવો ખોરાક લેવો.

•             ષડંગ પાનીય એટલેકે ચંદન, ધાણા, વાળો, મોથ, પીતપાપડો થી ઉકાળેલું પાણી પીવામાં આવે, તો... પિત્તવાત જવર- ડેન્ગ્યું અને તેનાથી થતાં બધાજ ગરમી ના ઉપદ્રવો દૂર થઈ જાય.

             લીમડાની ગળો નું સત્વ, કરિયાતું, કડુ, ગરમાળા નો ગોળ, સાકર, પ્રવાલ, કાળીદ્રાક્ષ, ધરો, ગોખરું, સાટોડી, શતાવરી, લઘુ પંચમૂલ જેવા દિવ્ય ઔષધિઓ નો ભંડાર છે આયુર્વેદ પાસે..... જે ડેન્ગ્યું જેવા દર્દોને સરળતાથી દૂર કરેછે. અનુભવી વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.

             આયુર્વેદ થી મટી ગયેલ તાવ કોઈ આડઅસર કરતો નથી. ભૂખ ને શક્તિ જળવાઈ રહેછે. એકાદ દિવસ આરામ કરવો પડે પછી સ્ફૂર્તિ પહેલા થી વધુ સારી આવેછે. જયારે અન્યત્ર તાવ માંથી મંદાગ્ની, પાંડુ, કમળો, મરડો, અશક્તિ, થાક જેવી ઢગલો બીમારી ઉપદ્રવ સ્વરૂપે આવેછે.   
 
             દહીં, ટમાટા, મરચું, નમક, તીખું, તળેલું, ડુંગળી, લસણ, બાજરી, રીંગણ જેવા પિત્ત કરનારા ને બટાટા, મગ સિવાય ના કઠોળ, ઠંડુ પાણી, ઠંડા પીણા જેવા વાયુ કરનારા ને ભૂખ મારનારા ખોરાક લેવા નહિ.

             આવતા નવા તાવ માં દૂધ પીવું તે ઝેર ની જેમ માણસ ને મારી નાખેછે. પરંતુ તાવ સંપૂર્ણ ઉતરી ગયા બાદ બરાબર ભૂખ ઉઘડી હોય તો અશક્તિ દૂર કરવા, તાવ ઉતારી ગયાના સાત દિવસ બાદ દૂધ નો પ્રયોગ કરવો.
               
મહર્ષિ વાગ્ભટ્ટ લખેછે કે, જેમ અગ્નિ વડે બળી ગયેલા જંગલને વરસાદ નું પાણી જીવાડેછે, પાછું અંકુરિત કરેછે તેમ લંઘન ( ઉપવાસ અથવા મગ- ભાત ના પાણી જેવો હલકો ખોરાક ) વડે તપ્ત થયેલા શરીર ને દૂધ જીવાડેછે અને જીર્ણ જવર ઝડપથી દૂર કરેછે.


More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
 - Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (INDIA)
 - Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)