અસ્થિ સાર એટલે ગ્રોથ હોર્મોન
·
માતા પિતા ની
પોતાના બાળક માટેની
કેટલીક ચિંતાઓ સામાન્ય
છે કે, બાળક ખોરાક
બરાબર ખાતો નથી, શાક ખાતો નથી, ખોરાક પચતો નથી, શરીર વળતું નથી, વજન વધતું નથી, વારંવાર બીમાર થઈ
જાયછે, ઊંચાઈ ઓછી
છે.
·
મોટાભાગ ના લોકો
એક વાત ભૂલી
જાયછે કે, ભોજન ના
સિદ્ધાંતો માં આહાર
કરતા પોષણ નું
અને પોષણ કરતા
પાચન નું મહત્વ
સવિશેષ છે.
·
બાળક માટે ચિંતા
કરતા માતા– પિતા
બાળક ને વધુ
ફળ, વધુ શાક
ખવડાવવા માટે જ
જાણે દર- દર
ભટકે છે ને
દવાઓ ના થોકે
થોક ખવડાવે છે
ત્યારે તે બાળક
ને ખોરાક તો
જવાદ્યો…....
દવાઓ પણ પચતી
નથી.
·
પુસ્તક ને પરીક્ષા
ના ભારણ નીચે
દટાયેલા બિચારા બાળક
ને ખુલ્લા આકાશ
નીચે ને વડ-
લીમડા ની છાયા
માં દોડવું છે, આંબલી- પીપળી રમવું
છે.... પણ તે
બધું ક્યાં? પછી કેવી રીતે
થાય બાળક ના
મન- બુદ્ધી ને
શરીર નો વિકાસ. સૂર્ય ના કિરણો
માં ને ખુલ્લી
હવા માં જ
અસ્થિ ધાતુ નો
સારો વિકાસ થાય.
·
બધાજ રોગો નું
મૂળ મંદાગ્નિ છે.
જયારે ભૂખ જ
ના હોય ત્યારે
ખોરાક ને દવાઓ
બધું જ પત્થર
ઉપર પાણી બરાબર.
·
આયુર્વેદ માં મુખ્ય
જઠરાગ્ની ને સાત
ધાતુઓ ના સાત
અગ્નિ ને પાંચ
મહાભૂત માં પાંચ
અગ્નિ એમ તેર
અગ્નિ નું વર્ણન
છે.
·
આ ધાતુઓ ના
અગ્નિ ને આજની ભાષામાં હોર્મોન્સ કહી
શકાય. જેમ થાઈરોઈડ
માંથી નીકળતો અગ્નિ-સ્ત્રાવ ઓછો થાય
તો હાઈપોથાઈરોઈડ નામનો રોગ
થાયછે. જેમાં શરીર
ફૂલી જાય, થાક લાગે, વાળ ખરેછે.
·
શરીરના બધા જ
હોર્મોન માં પાયાનો
હોર્મોન છે પીચ્યુટરી
ગ્રંથી નો હોર્મોન.
પીચ્યુટરી ગ્રંથી ના
એન્ટીરીયર લોબ માં
થી નીકળતો સ્ત્રાવ
છે ગ્રોથ હોર્મોન.
જે વ્યક્તિ ના
શારીરિક વિકાસ માં
ઘણો મોટો ભાગ
ભજવે છે. જો
તેનો સ્ત્રાવ વધુ
થાયછે તો વ્યક્તિની
ઉંચાઈ છ ફૂટ
થી પણ વધી
શકેછે અને જો
તેની સ્ત્રાવ ઓછો
થાયછે તો ઉંચાઈ
ચાર ફૂટ થી
પણ ઓછી રહેછે.
·
તેથી જો આ પીચ્યુટરી ગ્રંથીનો ગ્રોથ હોર્મોન સ્ત્રાવ નોર્મલ રહે તો... તે શુદ્ધ અસ્થિ ધાતુ કે અસ્થિ સાર કહેવાય.
·
તેવી વ્યક્તિના શરીરની
એડી, ઢીંચણ, સાથળ, કમર, ખભા, દાઢી, માથું, નાખ, દાંત તથા
અન્ય સાંધાઓ અને
હાડકાઓ વિશાળ, લાંબા, પહોળા તથા
મજબૂત જોવા મળેછે.
તે અસ્થિસાર વ્યક્તિ
અતિ ઉત્સાહી, એક્ટીવ- ક્રિયાશીલ, દુઃખ-
મુશ્કેલી-
શ્રમ સહન કરી
શકે તેવા, સ્થિર, બળવાન શરીરવાળા
તથા લાંબા આયુષ્યવાળા હોયછે.
·
વ્યવહાર માં એવું જોવા મળ્યું છે કે જ્યાં જેવો ખોરાક તેવા ત્યાંના લોકો.
·
જેમકે બનાસકાંઠા માં
વાવ તાલુકાના લોકોમાં
આવા અસ્થિસારત્વ વિશેષ
જોવા મળેછે. કારણકે
તે વિસ્તારમાં અત્યાર
સુધી નર્મદા નું
પાણી હતું નહિ
તેથી ત્યાં ઘર-
ઘર માં દેશી
ગાય હતી જે
વન વગડા માં
તડકો ખમતી ફરતી
હોય, તેવી ગાય
ના દૂધ- ઘી
ખાઈ ને તેઓ
બળવાન, ઉત્સાહી, વિશાળ, લાંબા, પહોળા શરીરવાળા
જોવા મળેછે. .....
·
હવે .. ત્યાં પણ
નર્મદા ના પાણી
નું સુખ આવ્યું
છે તેથી હવે
!!!... કારણકે .. ઘણું કરીને
ધનિક ને જ
ધન નો લોભ
વિશેષ હોયછે તે
સિદ્ધાંતે ત્યાં હવે
દેશી ના બદલે
શંકર ગાયે સ્થાન
લેવા માંડ્યું છે, છાણીયા ના બદલે
રાસાયણિક ખાતરે, ખુલ્લી હવા
ના બદલે ખેતર
માં પણ A.C એ
સ્થાન લેવા માંડ્યું
છે.
·
જે દેસાઈ- રબારી
કોમ ના લોકો
કે વણઝારા રહીને
દેશી ગાય કે
ઊંટ ને સંભાળે
છે તેઓના શરીર
અસ્થીસાર જોવા મળેછે.
રાજસ્થાન ના અલવર
જેવા પ્રાંત માં
આજે પણ આપણા
ઘોડા જેવી ઉંચાઈ
ની દેશી ગાય
જોવા મળેછે તેનું
દૂધ પીનારા પણ
તેવા જ.
·
પરંતુ, આજે સર્વત્ર રાસાયણિક ને પેસ્ટીસાઇડ નું પ્રમાણ ખેતી માં એટલું બધું વધી ગયું છે કે ભવિષ્ય ની પેઢી તેના કારણે શક્તિહીન તો નહિ હોય ને? ???
Comments
Post a Comment