નૂતન વર્ષે નિયમિત બનીએ
અત્યારે જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહીછે તેમણે – પૂજ્ય પાંડુરંગદાદાજીએ - પ્રવચનમાં કહેલું કે , જીવનમાં મોટા માં મોટો જો કોઈ ગુણ ની જરૂર હોયતો તે છે “ શીલ ”. જેના જીવનમાં શીલ છે તેના જીવનમાં ગયેલા બધાજ ગુણો પાછા આવી જશે. શીલ એટલે ચારિત્ર્ય. શીલવાન બની રહેવા માટે જરૂરી છે - સંયમ , અભ્યાસ , અધ્યાત્મ , ભક્તિ , વ્રત , ઉપવાસ , સત્સંગ , સ્વાધ્યાય , નિયમિતતા આ બધું જ જરુરી છે. આજે નૂતન વર્ષારંભે નિયમિતતા વિષે વાત કરીએ. આયુર્વેદમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ને પ્રથમ વર્ષના પ્રથમ દિવસે જ શાસ્ત્ર અભ્યાસમાં પ્રથમ જ એક વાક્ય જરૂર થી ભણાવવામાં આવેછે કે , બ્રાહ્મે મુહુર્તે ઉત્તિષ્ઠેત્ સ્વસ્થ: રક્ષાર્થમ આયુષ: | તંદુરસ્તી અને આયુષ્ય નું રક્ષણ કરવું હોયતો .......... બ્રાહ્મ મુહુર્તમાં એટલેકે સવારે ચાર વાગે ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ. સંત કવિ નરસિહ મહેતા કહેછે કે , રાત રહે જાહરે પાછલી ષટ ઘડી સાધુ પુરુષે સુઈ ના રહેવું. નિંદ્રા ને પરહરી , સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું. ષટ ઘડી એટલે છ ઘડી. એક ઘડી= ૨૪ મિનીટ. સૂર્યોદય ના છ ઘડી= લગભગ અઢી કલા...