પુષ્ટ, શ્રુત ને સૌંદર્યવાન = મજ્જા સાર


 જેમણે અનેક શાસ્ત્રો નું શ્રવણ કર્યું હોય, જીવન માં ઉતારવાનો પ્રયત્ન થતો હોય, રૂચી હોય, મહેનત હોય, અધ્યયન હોય તેને શ્રુત કહેછે. પ્લેટો કહેછે LETTERS ARE DED. આપણે ત્યાં પણ સત્સંગ, સત શ્રવણ નું ઘણું મોટું મહત્વ છે. નારદ ભક્તિ સૂત્ર માં કહ્યું છે કે, શ્રુત્વા ધર્મમ વિજાનાતિ, શ્રુત્વા નિવર્તતે મોહમ, શ્રુત્વા પાપમ  પરીત્યજેત, શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત || શ્રવણ એટલે આજના સમયમાં સ્વાધ્યાય. આમ, જેમને સતત સ્વાધ્યાય માં જવાનું મન થતું હોય તેમને માટે પણ શ્રુત શબ્દ ઉપયોગ કરી શકાય.

 જેમના શરીરના અંગો પુષ્ટ હોય, કસાયેલાં હોય, સૌંદર્યવાન હોય, ભરાવદાર હોય, ઉત્તમ બળ થી સંપન્ન હોય, આંખ ની તંદુરસ્તી ઉત્તમ હોય, ચામડી સ્નિગ્ધ, સુંદર, નીરોગી અને મજબૂત હોય, જેમ કાચ ની સપાટી પરથી તેલ સરી જાય તેવી રીતની મળ પ્રવૃત્તિ સવારે ઉઠતાની સાથે જ થતી હોય, અગ્નિ- ભૂખ- પાચન શક્તિ યોગ્ય હોય તથા શરીર માં વાયુ યોગ્ય રીતે અવરોધ વિના ગતિ કરી શકતો હોય ..... તેમની સર્વાંગી તંદુરસ્તી સારી છે તેની આ નિશાની કહી શકાય. 

એક કહેવત છે કે,  અર્ધ રોગ હરી નિંદ્રા, પૂર્ણ રોગ હરી ક્ષુધા. તથા વાયુ: પ્રભુ : |
 પિત: પંગુ, કફ: પંગુ, પંગવો મલધાતવ:| વાયુનાં યત્ર નિયન્તિ તત્ર ગછન્તિ મેઘવત ||

 શરીર ની તંદુરસ્તી માં સૌથી વધુ બળવાન હોય તો તે છે વાયુ.  વાયુ સંપૂર્ણ શરીર માં રહેલો છે પરંતુ તેના મુખ્ય સ્થાન છે ... પક્વાશય, ચામડી, સાંધાઓ, કમર નો પ્રદેશ, શાથળ નો પ્રદેશ અને કાન. તેથી તંદુરસ્તી ની ઇચ્છા રાખનારા એ માલીશ અને મળ પ્રવૃત્તિ ની સરળતા, સ્નિગ્ધતા અને પકવતા નું ધ્યાન રાખવું જરૂરી છે.

 આ બધા જ લક્ષણો આયુર્વેદ દ્રષ્ટિ થી મજ્જા ધાતુ ની સારતા ના છે. મજ્જા ધાતુ ની ઉત્તમતા, શ્રેષ્ઠતા ના છે.
 મજ્જા ધાતુ એ લોહીના લાલકણ અને પ્લેટલેટ  નું ઉદ્દભવ સ્થાન છે તેવું આજે માનવામાં આવેછે. આયુર્વેદ અસ્થિ- હાડકા માં રહેલા સ્નેહ ને મજ્જા કહેછે અને માથામાં રહેલા સ્નેહ ને પણ મજ્જા કહેછે. આ મજ્જા ધાતુ યોગ્ય પ્રમાણ માં હોય, પુષ્ટ હોય તો તેના મળ સ્વરૂપે આંખ, ચામડી અને મળની તંદુરસ્તી તથા માનસિક તાકાત યોગ્ય રહે.

             નાક માં નિયમિત ગાયના ઘી ના ટીંપા નાંખવાથી મજ્જા ધાતુ પુષ્ટ થાયછે. તેથી આંખ, વાળ, દાંત, ચામડી, લોહી, મળ સ્વસ્થ રહે.

             કડવા રસ ના સેવન થી વાયુ વધે પરંતુ કડવા રસ થી લોહી શુદ્ધ થાયછે. તેથી કડવા રસ ની વનસ્પતિ- લીમડો, અરડુષી, ગળો, પરવળ, ભોયરીંગણી જેવા ઔષધી થી સિદ્ધ કરેલું દૂધ કે ઘી ખાવાથી, તેની બસ્તિ  વાયુ નું શમન થાય અને મજ્જા ધાતુ પુષ્ટ થાયછે. જેમકે... અશ્વગંધા ઘૃત, અમૃતા ઘૃત, વાસા ઘૃત, પંચતિક્ત ઘૃત નું સેવન કે બસ્તિ વૈદ્ય ના માર્ગદર્શન થી લેવાથી મજ્જા ધાતુ પુષ્ટ થાયછે.

             ગાયનું દૂધ, ગાયનું ઘી, ગોમૂત્ર, પંચગવ્ય ઘૃત એ મજ્જા ધાતુ ને પુષ્ટ કરનાર છે.

             મેથી, પાલખ, તાંદલજો, ધરો નો રસ, જવ ના પાન - જવેરા કે જેને આજની ભાષામાં ગ્રીન બ્લડ કહેછે. તેનો રસ સવારે નરણા કોઠે પીવાથી અથવા તેનો સૂપ બનાવીને પીવાથી મજ્જા ધાતુ પુષ્ટ થાયછે. લીમડા ના વૃક્ષ ઉપર ચડતી ગળો ની વેલ પણ મજ્જા પુષ્ટિ માટે ઉત્તમ ઔષધ છે.

             જે વ્યક્તિઓ ચિત્ર, કળા, નાટ્ય, શિલ્પ કે ધ્યાન મગ્ન બનીને અભ્યાસુ બનેછે તેમની સહજતા થી મજ્જા ધાતુ પુષ્ટ હોયછે અને તેમની કળા થી વધુ પુષ્ટ બનેછે.

             મજ્જા ધાતુ એ શુક્ર ધાતુ ની પૂર્વ ધાતુ છે. તેથી મજ્જા ની અગત્યતા શુક્ર સમાન જ છે. શુક્ર ધાતુ ની પુષ્ટિ થી પણ મજ્જા ધાતુ ની પુષ્ટિ થશે. તેથી કહી શકાય કે જેમના જીવન માં સંયમ કે બ્રહ્મચર્ય વિશેષ છે તેમની મજ્જા ધાતુ પણ પુષ્ટ હોવાથી તમની આંખ, દાંત, વાળ ની તંદુરસ્તી સારી હશે જ.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)