અલૂણા વ્રત

લોટ માં નમક ખપે પરંતુ નમક માં લોટ નંખાય ખરો?. ના.. તેમાંય ચૈત્ર ને આસો મહિના ની નવરાત્રી માં તો અલૂણા કરાય.

તેવી રીતે, ચારિત્ર્ય માણસ નું સ્વચ્છ હોવું જોઈએ. નવરાત્રી ના અલૂણા જેવું. પરંતુ કોઈને ભ્રષ્ટાચાર કરવાની બૂરી આદત પડી ગઈ હોય, તેને શરૂ થી તેવા સંસ્કાર મળ્યા હોય, લોકોને ખોટી રીતે હેરાન કરવાની ટેવ પડી હોય.. તેવા લોકોને એમ કહેવું પડે કે, ભાઈ, ભ્રષ્ટાચાર કરો પણ લોટ માં નમક ખપે તેટલો કરો. ... પરંતુ આજે તો લોકો નમક માં લોટ નાખેછે.

જ્યાર થી બજારમાં નાસ્તા ના પેકેટ તૈયાર મળવા માંડયા છે ત્યારથી તો નાના બાળકો પણ ચટકીયા સ્વાદ ના શોખીન બની ગયા છે ને ઘર- ઘર માં ચામડીના રોગો ઘર કરવા લાગ્યા છે. લોકો સ્વાદ ના મોહ માં ને આરોગ્ય ના અજ્ઞાન માં પોતાના સ્વાસ્થ્ય નો વિચાર કરતા નથી.

શીળસ કે જેને લોકો એલર્જી કહેછે તે .... જે વિરુદ્ધાહાર, નમક કે ખટાશ વધુ ખાવાથી કે ખોરાક નું પાચન બરાબર નહિ થવાથી થાયછે. તેવી વ્યક્તિઓ સેત્રાઝીન કે એન્ટીહિસ્ટામીન દવાઓ ખાયછે....ને તેથી શરીર માં કમજોરી, ઘેરાયેલું મગજ, યાદશક્તિ માં ઘટાડો ને પાચન ની નબળાઈ માં વધારો થાયછે....

આવી રીતે કેટલાય વર્ષો થી હેરાન થતાં દર્દીઓ ના દર્દ ને દૂધ, નમક, ખટાશ ને મીઠાશ બંધ કરીને  આયુર્વેદ ના યોગ્ય  ઔષધો થી મટાડી શકાય.   

વધુ પ્રમાણ માં નમક થી તમામ પ્રકાર ના ચામડીના રોગો, બ્લડપ્રેશર, કમજોરી, મોઢામાં ચાંદા, પેશાબ- આંખ- છાતીમાં બળતરા, વાળ સફેદ થવા, વાળ ખરવા જેવા રોગો થઈ આવેછે.

પ્રકૃતિએ પ્રત્યેક આહાર માં નમક નાખ્યું છે ઉપરાંત માં આજનો જમાનો હાયબ્રિડ ખોરાક ને રાસાયણિક ખાતર નો થઇ ગયો છે ત્યારે તે બધું તો અગ્નિ સમાન છે. આયુર્વેદ કહેછે કે, શુક્ર નો નાશ કરનારા ત્રણ દ્રવ્યો: અગ્નિ, ક્ષાર ને લવણ. હવે તમે રાસાયણિક ખાતર ને હાયબ્રિડ ને અટકાવી શકતા નથી તો નમક ને તો અટકાવો જેથી શુક્રનાશ ને રક્તદોષ થી તેટલા તો બચી શકો.

ચૈત્રમાસમાં વસંતઋતુ હોય ત્યારે કફનો પ્રકોપ ને પિત્ત નો સંચય સહજ રીતે થાય છે ને આસો નવરાત્રી ના દિવસોમાં શરદઋતુ હોયછે ત્યારે પિત્ત નો પ્રકોપ ઋતુના કારણે થાયછે. પિત્તના સંચય ને પ્રકોપ ના કારણે તાવ ને બ્લીડીંગ ને કફના પ્રકોપ થી શરદી, ખાંસી, શ્વાસ ને ચામડીના રોગો થાયછે. તેથી આપણા હિંદુધર્મની પરંપરા પ્રમાણે ચૈત્ર ને આસો નવરાત્રી માં નમક ખાવું નહિ.

નવરાત્રીના દિવસોમાં ઉપવાસ, આરાધના, સંયમ ને ફળોના રસ કે ગાયના દૂધ નો ખોરાક લેવાથી મન મક્કમ બને ને કફ- પિત્તના રોગોથી દૂર રહી શકાય.

આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પણ છેલ્લા ત્રીસ થી વધુ વર્ષો થી વર્ષ ની બંને નવરાત્રી માત્ર ફળો નો મર્યાદિત રસ ને ઉપવાસ ઉપર પસાર કરેછે જે ધાર્મિકની સાથે આયુર્વેદ માન્ય છે.

નમક ભૂખ લગાડી ને રુચિ ઉત્પન્ન કરેછે. નમક અશક્ત- લો બી.પી ના દર્દી ને તરતજ શક્તિ પૂરી પાડીને બી.પી વધારી આપેછે. તેથી અશક્ત વ્યક્તિએ નમક એકદમ બંધ કરવું નહિ. નમક- લવણ પાંચ પ્રકાર ના છે. તેમાં આપણે વ્યવહાર માં વાપરીએ છીએ તે સમુદ્ર લવણ, તથા છાસ ના મસાલા માં વાપરીએ તે સંચળ ને પાકિસ્તાન ના સિંધ પ્રાંત ના પર્વતો માં પાકતું મીઠું એટલે સિંધવ. જે બધામાં ઉત્તમ ગણાય છે. પરંતુ પાકિસ્તાન ભરોસાપાત્ર નહિ હોવાથી નમક- લવણ   ખાવું તે સારું છે.

More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
 - Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (INDIA)
 - Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article


Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)