ભોંય આમલકી – તામલકી
આમળાં નું વૃક્ષ તો બધાયે જોયું જ હોય અને કોઈએ ભૂલ થી ના જોયું હોય તો આજે જ જોઈ આવજો.... અન્યથા તમારી મશ્કરી થશે. આ જે આમળાં છે અને તે જેવી રીતે તેના વૃક્ષ ઉપર તેના પાંદડા ની આડસ માં રહેલા છે... તેવી જ રીતે રહેલા ને ચોમાસા માં ઠેર- ઠેર ઉગી નીકળતા પરંતુ સાઈઝ માં સાવ નાના અને તેનું વૃક્ષ નહિ પણ સાવ નાનો ક્ષુપ- એકાદ ફૂટ ની જ ઉંચાઈ નો જ છોડ ભોંય આમલકી નો થાયછે. આ છોડ ને સંસ્કૃત માં તામલકી કહે ને લેટીન માં ફાયલાન્થાસ નીરૂરી કહે. આ છોડ અત્યારે લોકો ના પગ તળે કચડાય છે ત્યારે આ દ્રશ્ય જોઇને કવિ વૈદ્ય શોભન થી એક હૃદય ને રડાવે તેવી કવિતા લખાઈ જાયછે...... રડતી.... આ રડતી.... આ દિવ્ય ઔષધી રડતી. લોકોના અજ્ઞાન ને કારણે તે આગ મહીં હડહડતી દર્દ દુનિયા ના દૂર કરનારી... આ દિવ્ય ઔષધી રડતી. અશક્તિ , ધાતુક્ષય , શ્વાસ નો રોગ , ચામડી ના રોગો , તાવ , કમળો , પાંડુ , કિડની ફેલ્યોર , અપચો , મરડો , લીવર- બરોળ- અગ્ન્યાશય- કીડની નો સોજો- આંતરડા નો સોજો મટાડવાની શક્તિ ધરાવનારી ઔષધી - આ તામલકી વન- વગડા માં ઉભી- ઉભી રડતી રહેલી છે... કારણ... ...