કુષ્ઠ, વાતરક્ત, વિવર્ણતા, વિબંધ, પાંડુ નું ઔષધ- મંજીષ્ઠાદિ
નહિ જાહેરાત, નહિ પ્રચાર, નહિ વૈદ્ય છતાં પણ લોકમાનસમાં
વિરુદ્ધાહાર અને લોહીબગાડના કારણે થતાં ચામડીના રોગો અને અન્ય મોઢાનાં ચાંદા,
વંધ્યત્વ જેવા રોગોની સારવારમાં મજીઠ એ
પ્રસિદ્ધ ઔષધ છે.
મજીઠ માંથી બનતું ને બજારમાં સુલભતાથી મળતું ઔષધ મહામંજીસ્થાદિ કવાથ
કે જે ત્રણ સ્વરૂપે મળેછે.
1. ભૂકો ઉકાળો,
2. તૈયાર કવાથ,
3. ઉકાળામાં થી બનતી ઘનવટી.
આ ત્રણેય માં ઉત્તમ પરિણામ ભૂકા ઉકાળામાં થી જાતે ઘરે બનાવાતો ઉકાળો.
આ ઉકાળામાં મજીઠ, નાગરમોથ, કડાછાલ, ગળો, ઉપલેટ, સૂંઠ, ભારંગમૂળ, બેઠીભોરીંગણી, વજ, લીમડાની અંતરછાલ, હળદર, દારુહળદર, ત્રિફલા, પટોલપત્ર, કડુ, મોરવેલ, વાવડીંગ, અશ્વગંધા, ચિત્રકમૂળ, શતાવરી, ત્રાયમાણ જેવા ૪૫ ઔષધોના ઉકાળામાં ગુગળ ને લીંડીપીપર થી બનતો ઉકાળો
એટલે મહામન્જીસ્થાદિ ઉકાળો.
આ ઉકાળો................
➖ વર્ણ ને સારો કરનાર:
મજીઠ, આમળાં, જેઠીમધ, ચંદન, શતાવરી જેવા ઔષધો ગરમ નથી. ગળો,
હળદર થોડાક ગરમ છે છતાં આ બધાજ લોહીને શુદ્ધ
કરનાર, ચામડીનો વર્ણ સુધારનાર ને લોહી વધારનાર પણ છે.
ગાંઠિયો વા માં વાયુ થી લોહી બગડે છે અને તેમાં નાના સાંધાઓ માં સોજા ને દુઃખાવો
વિશેષ થાયછે. તેમાં પણ આ ઔષધ ઉપયોગી છે.
➖ કૃમિ નો નાશ
કરનાર:
આ ઉકાળામાં કરંજ, વાવડીંગ, ઇન્દ્રજવ, કડાછાલ દ્રવ્યો આવેછે જે બધાજ કૃમિનો નાશ કરનારછે. જે સ્વાદમાં કડવા
છે, તૂરા છે, જે કુષ્ઠના મૂળ કારણને રસ ને ગુણ થી દૂર કરેછે.
➖
પિત્તશામક ઔષધો:
કરિયાતું, અરડૂષીના પાન, રક્તચંદન, શતાવરી, પિત્તપાપડો, સુગંધીવાળો ..આ ઔષધો ચામડીના રોગમાં
થતી ગરમી, બળતરાનું શમન કરેછે ને રક્તશુદ્ધિ
કરેછે.
➖
ખંજવાળ મટાડનાર:
હળદર, દારૂહળદર, લીમડાની છાલ, સારિવા, દેવદાર, ત્રિફલા, જેઠીમધ આ બધાજ દ્રવ્યોના કારણે દર્દીને
ખંજવાળ મટેછે.
➖ પાચન સુધારનાર:
આ કવાથ માં આવતા ચિત્રક, સૂંઠ, લીંડીપીપર, નાગરમોથ, ઇન્દ્રજવ, વાવડીંગ, હરડે, ભોરીંગણી આ ઔષધો પાચન સુધારનારા, ભૂખ લગાડનારા છે. તેથી અનુભવી વૈદ્ય આ ઔષધ નો ઉપયોગ કરેછે.
આયુર્વેદની આ જ તો વિશેષતાછે કે કોઈપણ
રોગ થવાનું મુખ્ય કારણ પાચનની નબળાઈ હોવાથી કોઈપણ રોગની સારવારમાં પાચન ને માટેના
ઔષધો તેમાં હોય જ.
➖
રેચન કરનાર:
હરડે, નસોતર, ઇન્દ્રવારુણી, ગરમાળાનો ગોળ... આ દ્રવ્યો મળ, વાયુ ને પિત્ત ને બહાર કાઢનાર ને લોહીને શુદ્ધ કરનાર છે.
➖ શ્રેષ્ઠ ઔષધ
“ખદીર”:
તમામ ચામડીના રોગોમાં ખાવા, પીવા, સ્નાન, સફાઈ, લેપ કરવામાં ખદીર- ખેરછાલ આંખો બંધ
કરીને ય ઉપયોગમાં લઇ શકાય તેવું ઔષધ
છે.
➖ તેમ બાવચી ગરમ
ઔષધ હોવા છતાં સફેદદાગ માટે તે ઉત્તમ છે.
➖ વૈદ્યો નું
હાથવગું ઔષધ, દર્દી માટે નિરાપદ ઔષધ, આધુનિક વિજ્ઞાન માટે આશ્ચર્યકારક ઔષધ અને સૌને માટે સુલભ ઔષધ મહામંજીસ્થાદિ
કવાથનો યોગ્ય ઉપયોગ કરવા માટે ભૂકો ઉકાળો જ વાપરવો.
✔ ઉકાળો બનાવવાની
રીત: સ્ટીલ ના એક વાસણ માં બે ચમચી- ૧૫ ગ્રામ ભૂકો લઈ ૨૫૦ મી.લી – એક ગ્લાસ પાણી
સાથે ઉકાળી તેથી ચોથા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી, ઠારી ને તેમાં વૈદ્યના માર્ગદર્શન
પ્રમાણે જરૂરી પ્રક્ષેપ ને ઉમેરી યોગ્ય અનુપાન સાથે લેવું.
Comments
Post a Comment