ભોંય આમલકી – તામલકી
આમળાં નું વૃક્ષ તો બધાયે જોયું જ હોય
અને કોઈએ ભૂલ થી ના જોયું હોય તો આજે જ જોઈ આવજો.... અન્યથા તમારી મશ્કરી થશે. આ જે
આમળાં છે અને તે જેવી રીતે તેના વૃક્ષ ઉપર તેના પાંદડા ની આડસ માં રહેલા છે... તેવી
જ રીતે રહેલા ને ચોમાસા માં ઠેર- ઠેર ઉગી નીકળતા પરંતુ સાઈઝ માં સાવ નાના અને
તેનું વૃક્ષ નહિ પણ સાવ નાનો ક્ષુપ- એકાદ ફૂટ ની જ ઉંચાઈ નો જ છોડ ભોંય આમલકી નો
થાયછે. આ છોડ ને સંસ્કૃત માં તામલકી કહે ને લેટીન માં ફાયલાન્થાસ નીરૂરી કહે. આ
છોડ અત્યારે લોકો ના પગ તળે કચડાય છે ત્યારે આ દ્રશ્ય જોઇને કવિ વૈદ્ય શોભન થી એક હૃદય
ને રડાવે તેવી કવિતા લખાઈ જાયછે......
રડતી.... આ રડતી.... આ દિવ્ય ઔષધી
રડતી.
લોકોના અજ્ઞાન ને કારણે તે આગ
મહીં હડહડતી
દર્દ દુનિયા ના દૂર કરનારી... આ દિવ્ય
ઔષધી રડતી.
અશક્તિ, ધાતુક્ષય, શ્વાસ નો રોગ, ચામડી ના રોગો, તાવ, કમળો, પાંડુ, કિડની ફેલ્યોર, અપચો, મરડો, લીવર- બરોળ- અગ્ન્યાશય- કીડની નો સોજો- આંતરડા નો સોજો મટાડવાની
શક્તિ ધરાવનારી ઔષધી - આ તામલકી વન- વગડા
માં ઉભી- ઉભી રડતી રહેલી છે... કારણ...
➖ આવી નાની મોટી
બીમારી ઘર- ઘર માં છે તેટલું જ નહિ મધુમેહ, બી.પી, કીડની- લીવર ની ખરાબી તે તો આજના જમાના
ની ભેટ છે ત્યારે આ બધા જ રોગો ને દૂર કરનારી તામલકી આપણા ઘર આંગણે હોવા છતાં પણ
આપણે ખેતર ને ખોરડું વેચવું પડે તેટલો ખર્ચ અંગ્રેજી દવા પાછળ કરીએ છીએ.
તામલકી સ્વાદ માં તૂરી, ખાટી ને મીઠી
છે. ગુણ માં ઠંડી છે. પચવામાં તીખી છે. તે પિત્ત ને કફ નો નાશ કરેછે.
• હેડકી-શ્વાસ માં - તામલકી નું મૂળ પાણી માં ઘસી તેમાં સાકર મેળવી ને
પીવાથી તથા તેના નાક માં ટીંપા પાડવાથી હેડકી ને સૂકી ખાંસી મટેછે.
• આંખ ની પીડા માં - તાંબા ના વાસણ ઉપર તામલકી ને સિંધવ સાથે પાણી માં
ઘસવી. ઘાટો લેપ થાય ત્યારે તેનો આંખ ની બહાર લેપ કરવો. અંખ ની પીડા દૂર થશે.
• રક્તપ્રદર- લોહીવા : તામલકી નું ચૂર્ણ કે તેનો રસ ભાત ના ઓસામણ સાથે
નિયમિત પીવો.
• કમળો : તામલકી નું તાજું મૂળ વાટી ને તેનો એક તોલા જેટલો રસ સવારે ને
સાંજે પીવો. કમળો ઝડપ થી મટેછે.
• ઝાડા- મરડો મટાડવા : તામલકી ના છોડ નો ઉકાળો મેથી સાથે પીવાથી તે
પાચન નું કાર્ય કરેછે. તે કડવો છતાં પૌષ્ટિક છે. તે સુંઠ ની જેમ ગ્રાહી હોવાથી તે જૂનો
મરડો કે ઝાડા મટાડે છે.
• તાવ- મલેરિયા : તામાંલકી નો ઉકાળો પીવાથી વિષમજવર ( મલેરિયા ) ને તેનો પ્રકાર સંતત જવર મટેછે. તાવ નો હુમલો
અટકાવે છે. પેશાબ છૂટ થી લાવેછે. લીવર- બરોળ નો સોજો દૂર કરેછે.
નોંધ : કોઈપણ રોગ ની સાચી સારવાર તો
વૈદ્ય ના માર્ગદર્શન થી જ શક્ય છે.
આજે બજાર માં મળતી દવાઓ – તાવ, અપચો, પાંડુ, કમળો, ચામડી ના રોગો ની દવાઓ માં તામલકી છૂટ
થી વપરાય છે. શરીર ને મન નું સંપૂર્ણ બળ વધારીને રોગ પ્રતિકાર શક્તિ વધારનાર
ચ્યવનપ્રાશ માં પણ તામલકી- ભોંયઆમળી ઉપયોગ માં લેવાય છે.
આપણે ત્યાં પગ માં છુન્દાતી ને નિંદામણ સમજી ને બહાર ફેંકી દેવાતી
દિવ્ય ઔષધી તામલકી નાના મોટા રોગો ને મૂળ માંથી મટાડનારી ઉત્તમ ઔષધી છે.
Comments
Post a Comment