કેન્સર ને ઓળખો


જંગલની ગાઢ ઝાડીની વચ્ચે જ્યાં પાણી ભરાઈ રહે ત્યાં શરીર પર ચોંટી જનાર કરચલા ને તમે જોયો હશે. તેને અંગ્રેજી માં CANCER કેન્સર કહેછે. આપણા શરીર માં થતા આવા જ રોગ ને કેન્સર કહેછે. તેના માટે આયુર્વેદ માં અર્બુદ શબ્દ છે. અર્બુદ એટલે આબુપર્વત. જેને TUMOUR કે NEOPLASM કહેછે. જે સોજો ઉપસી ગયેલ હોય, કઠણ હોય, પાકવાવાળો ના હોય, ધીરે- ધીરે વધતો હોય ને માંસ ધાતુ માં સ્થિર થયેલ હોય તેને અર્બુદ કહેછે.

પ્રકાર:
૧. વાતજ,
 ૨. પિત્તજ,
૩. કફજ,
૪. મેદજ અર્બુદ ના લક્ષણો ADENITIS થી મળતા આવેછે.
૫.રક્તજ અર્બુદ,
૬. માંસ અર્બુદ એ MALIGNANT TUMOR થી મળતા આવેછે.
જ્યારે ૭.અધ્યાર્બુદ અને ૮.દ્વિરાર્બુદ આ બંને METASTATIC અને MALIGNANT TUMOR કહેવાય છે.  
  
આમ, શરીરમાં થતાં કોઈપણ અર્બુદ કે ગાંઠ ની જ્યારે શરૂઆત થાય ત્યારે તેનાં વાત, પિત્ત, કફ કે મેદજ ના આધારે પ્રકાર પાડી ને સમજીને આયુર્વેદની યોગ્ય સારવાર લેવામાં આવેતો... અર્બુદ ની પ્રાથમિક અવસ્થા-ગ્રંથી અવસ્થા ADENITIS ની સ્થિતિમાં જ કાબુમાં લઈ શકાય કે મટાડી પણ શકાય અન્યથા આ રોગ ઉત્તરોત્તર ઝડપ થી MALIGNANT ની સ્થિતિમાં આવી જાયછે જે ઘાતક છે, મારક છે. જેના માટે આયુર્વેદે પણ ઓપરેશન જ ઉપાય કહ્યો છે.
               
 કારણો: વાયુ, પિત્ત ને કફ આ ત્રણેય દોષ માંસ ધાતુમાં જઈ ઓછી પીડા થાય તેવો, મોટો, કઠણ, માંસ નો જે ઉન્નત સોજો ઉત્પન્ન થાયછે તેને અર્બુદ કહેછે.

 હવે વિચારીએ કે ત્રણેય દોષ અને માંસધાતુ બગડવાના કારણો કયા છે?

         કોઈપણ રોગ, તેની અતિ ગરમ દવા જેમકે હાઈ એન્ટીબાયોટીક દવા, અધિક ઉપવાસથી, ખોરાક ઓછો ને કામ વધુ કરવાથી, ચિંતા- વિચારોથી શરીર નિર્બળ થવાથી 

         નમક- ખારું- મીઠું, ખારો- ક્ષાર અને અગ્નિ થી શુક્ર નો નાશ થાયછે. તમાકુ, ગુટખા, સોપારી, લીન્ડીપીપર આ અગ્નિ સમાન દ્રવ્યો છે. તેથી તેનો ઉપયોગ વિવેક પૂર્વક કરવો જોઈએ. અહી, લીંડીપીપર એ આયુર્વેદ નું ઉત્તમ ને અક્ષીર ઔષધ છે તેથી તેને વૈદ્ય ના માર્ગદર્શનથી જ ઉપયોગ કરવો.

         ખાટા, તીખા, ગરમ કે જલ્દીથી ના પચે તેવા ભારે ખોરાકનું સેવન કરવાથી.

         દહીં, માંસ, કેળાં, અડદ નું વધુ સેવન કરવાથી.

         દૂધ ને ફળ જેવા વિરોધી આહાર વધુ ને વારંવાર લેવાથી.

         તમાકુ, બીડી, દારુ જેવા ધીમું ઝેર આપનારા દ્રવ્યો લેવાથી.

મર્મ ( VITAL સ્થાન ORGAN ) ઉપર આઘાત થવાથી.

         વધુ પ્રસવ થવાથી.
               
આ અને આવા માંસ ને મેદધાતુ બગાડે તેવા આહાર, વિહાર કરવાથી અર્બુદરોગ થાયછે.   
 સ્થાન: આયુર્વેદ માં દોષભેદ થી અર્બુદ ના પ્રકાર વિષે વિસ્તાર થી સમજાવ્યું છે. પરંતુ સ્થાનભેદ થી પ્રકાર પાડ્યા નથી. કારણકે માંસધાતુ, મેદધાતુ અને રક્તધાતુ બગડવાથી માંસવહ સ્રોતસ અને મેદવહ સ્રોતસમાં જ્યાં રોગને અનુકુળ દોષ નો સંગ થાય ત્યાં રોગ થાયછે.

 ઉદા: સ્તન, ગર્ભાશય મુખપ્રદેશ, આમાશય, હોઠ, શિશ્નેદ્રીય, જીભ, ગળું.. આ બધા સ્થાનો માંસ અને મેદ બહુલ સ્થાન છે. તેમાં જે સ્થાને...  ઉપર જણાવેલ આહાર- વિહાર નું વધુ સેવન થવાથી અગ્નિ મંદ થઈ, ધાતુ બગડી જ્યાં સંગ થાય ત્યાં ગ્રંથી- ગાંઠ ઉત્પન્ન થાય અને તેની તરતજ યોગ્ય સારવાર નહિ થવાથી અર્બુદ રોગ ઉત્પન્ન થાયછે.
સારવાર: અર્બુદ - કેન્સર ની સારવાર આયુર્વેદ માં છે કે નહિ તેના વિષે સૌ શંકા માં છે. કારણકે જ્યારે અન્યત્ર ઓપરેશન ની સલાહ મળે ત્યારે સૌને આયુર્વેદ યાદ આવેછે. 

         વાતજ અર્બુદ: ગરમ તેલ થી શેક કરવો, નાડી શેક કરવો. શેક પછી વારંવાર રક્તમોક્ષણ કરાવવું ત્યારબાદ વાયુ નું શમન કરનારા દેવડાએ, દશમૂળ, રાસના, નિર્ગુડી જેવા ઔષધો ના ઉકાળા વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.   

         પિત્તજ અર્બુદ: હળવો શેક આપવો, પંચકર્મ પદ્ધતિથી મૃદુ વિરેચન આપવું. દ્રાક્ષ, જેઠીમધ, લીમડો, પરવળ, અરડુષી થી ત્યાર કરેલ ઘી અનુભવી પંચકર્મ વૈદ્ય પીવડાવે છે તથા રાળ, ઘઉંલા, લોદર, ચંદન, જેઠીમધ, કાયફળ, ગરમાળો, નસોતર નો વારંવાર નો લેપ અર્બુદ ઉપર કરવો.

         કફજ અર્બુદ: કબુતર ની વિટ, ક્ષારોદક, મીંઢળ, લીમડો, ગરમાળો, ઘોડાવજ નો અર્બુદ ઉપર લેપ કરવો. દર્દી ની શક્તિ હોય તો અનુભવી વૈદ્ય પાસે વમન કરાવી શકેછે અને તુલસી, કાળામરી, લીમડો, વરુણ, રોહીડો, કાળું, ત્રિકટુ જેવા કફ નાશક ઔષધો મધ સાથે ચટાડવા.

         મેદજ અર્બુદ: આ અર્બુદ ને ભેદન કરીને દોષ બહાર કાઢીને શુદ્ધ કરવો અથવા નાના મૂળવાળા અર્બુદ નો ક્ષાર, અગ્નિ કે શસ્ત્રકર્મ થી નાશ કરવો.  ભેદન એટલે છિદ્ર કરવું.      

 આયુર્વેદ, અર્બુદ ને મૂળ સહીત બહાર કાઢવાનું RADICAL OPERATION કરે છે.
               
 વિશેષ માં, કાંચનાર, વરુણ, પીપર, મરી, મધ, તુલસી, ગોમૂત્ર, દ્રાક્ષ, ગળો, સુવર્ણ ભસ્મ, હીરા ભસ્મ જેવા અનેક ઔષધો ઉપયોગ કરી શકાય.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)