એટેક...
કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી. કોઇપણ બિમારી ના કારણ માં આપણી કોઇક ભૂલ તો છે જ અથવા પ્રકૃતિ છે. ભગવાન કહેછે કે , સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ નો કર્તા હું છુ. તેના આયોજન ને આપણે કંઈક સમજી શકીએ તો ય ઘણું. આપણે જ્યારે તેની પધ્ધતિ ના પ્રકૃતિગત માળખા માં યોગ્ય રીતે ગોઠવાતા નથી ને કૃત્રિમતા લાવીએ છીએ ત્યારે શરીર માં ક્યાંક અવરોધ ઉભો થાય છે અને નીતનવા દર્દો થાયછે ને ક્યારેક જીવન નો અંત પણ આવેછે. રોગ થવાના કારણો ત્રણ: 1, આહાર એટલે ખોરાક. 2, વિહાર એટલે રહેણી - કરણી. 3, પ્રજ્ઞાપરાધ એટલે માનસીક દોષો. હૃદયરોગ અને એટેક આ નામ જ માણસ ને ગભરાવી દે છે. સાજા સારા માણસ ને છાતી માં ડાબી બાજુ દુ:ખે એટલે એટેક સમજી તબીબ પાસે ઍમ્બ્યુલન્સ માં જાય ને ત્યારે તબીબ કહે કે આ તો અવળો ગેસ હતો. તો દરદી દોડતો ઘરે જાય. આપણે શરીર કરતાં મન થી વધુ બિમાર થઈએ છીએ . ત્યારે પ્રશ્ન થાય કે શું કરવાથી હૃદય સ્વસ્થ રહે ?. ➖ ચરક ચિકિત્સામાં લખ્યુ છે કે , અતિ વ્યાયામ , તિક્ષ્ણ આહાર એટલેકે તીખા , તળેલા કે જંક ફૂડ , અયોગ્ય પંચકર્મ થવાથી ...