એટેક...


કારણ વિના કાર્ય ની  ઉત્પતિ થતી નથી. કોઇપણ બિમારી ના  કારણ માં આપણી કોઇક ભૂલ તો છે જ અથવા પ્રકૃતિ છે.

 ભગવાન કહેછે કે, સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ નો કર્તા હું છુ. તેના આયોજન ને આપણે કંઈક સમજી શકીએ તો ય ઘણું.

 આપણે જ્યારે તેની પધ્ધતિ ના પ્રકૃતિગત માળખા માં યોગ્ય રીતે ગોઠવાતા નથી ને કૃત્રિમતા લાવીએ છીએ ત્યારે શરીર માં  ક્યાંક અવરોધ  ઉભો થાય છે અને નીતનવા દર્દો થાયછે ને ક્યારેક જીવન નો અંત પણ આવેછે.

 રોગ થવાના કારણો ત્રણ:
1, આહાર એટલે ખોરાક.
2, વિહાર એટલે રહેણી - કરણી.
3, પ્રજ્ઞાપરાધ એટલે માનસીક દોષો.

 હૃદયરોગ અને એટેક આ નામ જ માણસ ને ગભરાવી દે છે. સાજા સારા માણસ ને છાતી માં ડાબી બાજુ દુ:ખે એટલે એટેક સમજી તબીબ પાસે ઍમ્બ્યુલન્સ માં  જાય ને ત્યારે તબીબ કહે કે આ તો અવળો ગેસ હતો. તો દરદી દોડતો ઘરે જાય. આપણે શરીર કરતાં મન થી વધુ બિમાર થઈએ છીએ .

 ત્યારે પ્રશ્ન થાય કે શું કરવાથી હૃદય સ્વસ્થ રહે?.

ચરક ચિકિત્સામાં લખ્યુ છે કે, અતિ વ્યાયામ, તિક્ષ્ણ આહાર એટલેકે તીખા, તળેલા કે જંક ફૂડ, અયોગ્ય પંચકર્મ થવાથી  વધુ માત્રા માં દોષ ની સાથે ધાતુઓ બહાર નિકળે ત્યારે ધાતુક્ષય થવાથી વાયુ વધે ને તે વાયુ હૃદયરોગ ઉત્પન્ન કરેછે.

ભય, ચિંતા, ત્રાસથી કે પછી કોઇપણ રોગની સારવાર યોગ્ય નહી થવાથી તથા અપચો, આમદોષ, મળ - મૂત્ર વિગેરે કોઇપણ વેગ રોકવાથી, શરીર - મન નબળું પડે તેવા ખોરાક કે રહેણીકરણી થી ને વધુ વાગવાથી હૃદયરોગ થાયછે.

 આપણા શરીર નુ ધારણ ને  પોષણ રસ, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા ને શુક્ર એમ સાત ધાતુઓ દ્વારા થાયછે. આ સાતેય ધાતુઓ નો સાર એટલે ઓજ. આ ઓજ નુ સ્થાન હૃદય માં છે. એટલેકે હૃદય ના સ્વાસ્થ્ય માટે ઓજ નું હોવું જ નહી બલ્કે ઓજ નું પુરતા પ્રમાણ માં હોવું જરુરી છે. આ ઓજ નો ક્ષય એટલે જ મૃત્યુ.

 પાચન ની  નબળાઇ, અપચો, ઓછો ખોરાક ને વધુ વ્યાયામ, ઉલટી, ઝાડા ની અતિ માત્રાથી,  સંયમ ના અભાવ થી ધાતુ નો ક્ષય કે ચિંતા- આઘાત ના કારણે જ્યારે ધાતુ નો ક્ષય થાયછે ત્યારે પણ ઓજ ઘટે છે, વાયુ વધે છે. આ વાયુ થી દુ:ખાવો, ગભરામણ, શ્વાસ, અશક્તિ ને હૃદયરોગ થાયછે.

 હૃદયરોગ ના મુખ્ય પાંચ પ્રકાર:
1. વાતજ,
2. પિત્તજ,
3. કફજ,
4. ત્રિદોષજ અને
5. કૃમિજન્ય હૃદયરોગ. ..

આ પ્રકાર રોગ નું  કારણ, લક્ષણો, ઋતુ, પ્રકૃતિ ના આધારે નક્કી થાય. જેમકે આજે જોવા મળતા હાર્ટ એટેક (MAYOCARDIAL INFARCTION)  ના દરદી ના લક્ષણો કૃમિજ હૃદયરોગ ને મળતા આવેછે.
ઉપરાંત અધિક ઠંડી માં ઠંડી થી વાયુ વધવાથી પણ હાર્ટ એટેક આવેછે.

 અહી કૃમિ નુ નામ સાંભળી ને સૌ કોઇને વિશેષ હૃદય ના નિષ્ણાત તબીબો ને આશ્ચર્ય થશે. પરંતુ જેમ આજ નું એલોપથી વિજ્ઞાન જેમ કૃમિ ઉપર ઉભું છે ને તેમ આયુર્વેદે પણ ચામડીના, દાંતના, માથાના, હૃદયના એમ અનેક રોગો કૃમિ થી પણ થાયછે તેમ કહ્યુ છે. માત્ર તેમ કહીને અટક્યા નહી પણ જરુર લાગે ત્યાં તેને ખેંચી ને બહાર કાઢવાની પધ્ધતિ પણ બતાવી છે.

 જ્વરો વિવર્ણતા શુલ્ં હૃદ્રરોગ સદનં ભ્રમ:। ભક્ત દ્વેશાતિસાર: શ્ચ સંજાયતે કૃમિ લક્ષણમ ।।

 હૃદયરોગ ના સામાન્ય લક્ષણો: વિવર્ણતા - ફિકાશ, જીભ - નખ કે મોંઢા ઉપર નો રંગ બદલાઇ જવો, મૂર્છા - ગભરામણ થવી, તાવ, ખાંસી, હેડકી, શ્વાસ ચડવો, મોંઢા માં સ્વાદ લાગે નહી, તરસ વધુ લાગે, મોહ - આંખે અંધારા આવે, ઉલટી થાય, કફ ઉછાળા મારે, છાતી માં વેદના થાય, ખોરાક ખાવા પ્રત્યે રુચિ થાય નહી આ હૃદયરોગ ના સામાન્ય લક્ષણો છે.
ઉપરાંત,
1, વાતજ હૃદયરોગ માં.... સોંય ભોઁકાવા જેવી પીડા થાય, હૃદય માં ખાલીપણું અનુભવાય.
2, પિત્તજ હૃદયરોગ માં.... આંખ ની સામે અંધારુ લાગે, શરીર માં બળતરા, હૃદયપ્રદેશ માં બળતરા, શરીર પીળુ પડે, શરીર માં ગરમી વધે, તાવ આવે.
3, કફજ હૃદયરોગ માં... હૃદય માં ભાર રહે, હૃદય જકડાઇ જાય તેવું લાગે, મોંઢા માં ચીકાશ રહે, તાવ, ખાંસી ને તંદ્રા રહે.
4, ત્રિદોષજ હૃદયરોગ માં .. વાત, પિત્ત ને કફજ ના બધાજ લક્ષણો સાથે હોય તેને ત્રિદોષજ કહેવાય.
5, કૃમિજ હૃદયરોગ માં ... હૃદયપ્રદેશ માં  ખંજવાળ અને તીવ્ર વેદના હોય તે કૃમિજ હૃદયરોગ સમજવો.

 જે વ્યક્તિ નો ખોરાક શરીર ને હિતકારક હોય, તે પાચન ને અનુરુપ લેવાતો હોય, યોગ્ય માત્રા માં  જ વ્યાયામ, નિદ્રા ને  જાતિય સંબંધ હોય, મન શાંત રહે ને પ્રભુ ને ગમતા થવાય,  કૃતજ્ઞતા પૂર્ણ જીવન, નિરપેક્ષ જીવન પધ્ધતિ હોય, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પ્રેમ હોય તો રોગ રહિત લાંબુ જીવન જીવી શકાય, હૃદય સ્વસ્થ રહી શકેછે કારણકે આનાથી ઓજ માં  વધારો થાયછે  અને જે ઓજ ને વધારનાર છે તે જ હૃદય ને સ્વસ્થ રાખી શકેછે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)