માત્રા બસ્તિ (પીચકારી)
પંચકર્મ ના પાંચ કર્મો માં અનુવાસન બસ્તિ એક પ્રકાર છે. તેનું લઘુ સ્વરુપ
એટલે માત્રા બસ્તિ.
દર્દી ને ભોજન પછી ડાબા પડખે સુવડાવી, જમણો પગ વાળીને છાતી સુધી લઈ જઈને પછી ગુદા માર્ગ થી આપવામાં આવતી
તેલ, ઘી, દૂધ, ગૌમુત્ર કે ઔષધ યુક્ત ઉકાળા ની લઘુ માત્રા માં આપવામાં આવતી બસ્તિ ને માત્રા બસ્તિ કહેછે.
સામાન્ય જનસમાજ જ નહી, અનુભવી વૈદ્ય પણ
ખુશ થઈ જાય તેવાં નહી ધારેલાં, નહી કલ્પેલાં, આશ્ચર્યજનક પરીણામ, ઝડપથી ને લાખો ખર્ચતાં ના મટે તેવું દર્દી
નું દર્દ મટાડવા નો આનંદ અને ઓછા માં ઓછો ખર્ચ આ માત્રા બસ્તિ ના માધ્યમ થી મળેછે.
આપણા શરીર માં વાયુ, પિત્ત ને કફ એમ ત્રણ દોષ છે. રસ,
રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર આ સાત અને મલ, મૂત્ર ને સ્વેદ આ ત્રણ મલ છે... આ દોષ, ધાતુ ને મલ ના આધારે શરીર ટકી રહેલું છે. પરંતુ આ બધાજ દોષ, ધાતુ ને મલ માં વાયુ સિવાય ના બધાજ પાંગળા છે. વાયુ એકજ બળવાન છે.
તેથી જ આચાર્ય ચરકે વાયુ ને પ્રભુ કહ્યો છે. વાય જ્યાં જાયછે ત્યાં જ રોગ થાયછે
અને પ્રત્યેક રોગ ના કારણ માં વાયુ ઓછા-
વત્તા પ્રમાણ માં તો હોય જ છે.
આ વાયુ નું શમન કરવામાં તમામ
પ્રકાર ની સારવાર માં સર્વ શ્રેષ્ઠ કોઇ હોય તો તે છે બસ્તિ.
➖ તેથી કહી શકાય
કે, " રોગ ના કારણ માં વાયુ બળવાન અને વાયુ ને નાથવામાં બસ્તિ
બળવાન."
બસ્તિ ના મુખ્ય બે પ્રકાર છે. અનુવાસન બસ્તિ અને આસ્થાપન બસ્તિ. આ બંને
બસ્તિ માટે નિષ્ણાત પંચકર્મ વૈદ્ય દ્વારા
દર્દી ને દાખલ કરીને જરુર જણાય તો વિધિવત વમન, વિરેચન કરાવ્યા બાદ અભ્યંગ, સ્વેદન કરીને
બસ્તિ આપેછે. જેમાં ભોજન પછી તેલ, ઘી, દૂધ અપાતી બસ્તિ ને અનુવાસન અને ભોજન પહેલા ઉકાળા સાથે તેલ, મધ, ક્લ્ક, સિંધવ સાથે અપાતી બસ્તિ ને આસ્થાપન બસ્તિ કહેછે. અનુવાસન ઓછા માં ઓછી
ત્રણ કલાક શરીર માં ટકવી જોઈએ અને આસ્થાપન 10 થી 30 મિનિટ ટકી શકે.
મગજ, મણકા, લકવો, વા, દુખાવો, બળતરા, અશક્તિ, હૃદય, કિડની, આંતરડા, કબજિયાત, આંચકી, ગભરામણ, શ્વાસ, હેડકી કે માનસિક રોગો પણ બસ્તિકર્મ થી મટાડી શકાય છે.
હવે, આ બસ્તિકર્મ ને સરળતા થી, સહજતા થી, ઓછા ખર્ચ માં ને ઓછી પરહેજ માં આપી
શકાય તે એટલે માત્રા બસ્તિ.
50 મી.લી નિ પ્લાસ્ટિક સીરીંજ ને કેથેટર દ્વારા અથવા 100 મી.લી. ની ગ્લિસિરિંજ સીરીંજ દ્વારા વૈદ્ય ના માર્ગદર્શન પ્રમાણે ની
ઓછી માત્રા થી દર્દી ને ડાબા પડખે સુવડાવીને જમણો પગ છાતી સુધી લઈ જઈને ગુદા માર્ગ
થી હળવે - હળવે ઔષધ ને ચડાવવાથી દર્દ દૂર થાયછે. ..
................................................ ભગવાન સવિતાનારાયણ (સૂરજદાદા) ની ઉત્તર તરફ ની ગતિ ની આપણે સૌ આજે
વધામણી કરીએ, તલ- ગોળ ખાઇએ ને મીઠા સંબંધો બનાવીએ
...
Comments
Post a Comment