આયુષ્ય વર્ધક... " આમળાં ".


 આરોગ્ય આટલું  સસ્તું નહીં મળે... "આમળાં ખાઈ લ્યો". 😃
ધરતી ઉપર નુ અમૃત છે આમળાં.
સર્વ રોગપ્રતિકારક છે આમળાં.
લવણ સિવાય પાંચરસાત્મક છે આમળાં.
સદાકાળ યૌવનદાતા, દિર્ઘાયુષ્ય પ્રદાતા છે આમળાં.
પૌષ્ટિક, પાચક ને કફ- ચરબી   શોષક છે આમળાં
સ્વર સુધારે, કબ્જીહરે છે આમળાં.

આમળાં  ના ગુણો..
1, દિપન અને પાચન: આમળાં ખાટા, તીખા ને કડવારસ ના કારણે ભૂખ લગાડે છે ને ખાધેલા ખોરાક નુ પાચન પણ કરેછે.

2, ચક્ષુષ્ય: આમળાં  તેના ખાટારસ થી આલોચક પિત્ત વધારી ને આંખ નુ તેજ વધારેછે અને આંખ ને તંદુરસ્ત રાખેછે. આંખ ના રોગો પણ મટાડે છે.

3. વર્ણ્ય: આમળાં  ના સેવન થી ભ્રાજક ને રંજક પિત્ત વધે તેથી શરીર નો વર્ણ લાલ ને તેજસ્વી થાયછે. આમળા નો પાવડર ચોળી ને સ્નાન કરવાથી ચામડી માં  રહેલું ભ્રાજક પિત્ત તરતજ વધેછે ને શરીર ની કાંતિ માં  વધારો કરેછે.

4. મેધ્ય: આમળાં  તેના લઘુ ને રુક્ષ ગુણ થી મગજ નો તર્પક કફ વધતો અટકાવેછે ને ખટાશ થી મગજ ની કાર્યશક્તિ માં  વધારો થાયછે.

5. વયસ્થાપક :  મન સહિત અગિયારેય ઇન્દ્રિયો ને આમળાં બળ આપેછે જેથી આમળાં  નુ કાયમી સેવન કરનાર હંમેશા યુવાન રહેછે. તેમને ઝડપથી ઘડપણ આવતુ નથી.

6. વૃષ્ય ને પૌષ્ટિક: આમળાં  ના સેવન થી ઘોડા જેવી તાકાત આવેછે. આમળાં  ત્રિદોષ  શામક, સપ્તધાતુ વર્ધક, પચવામાં મધુર ને ખાટા હોવાથી શુક્રધાતુ વધારેછે ને બળ આપેછે. આમળાં  સાત્વિક ગુણદાયિ હોવાથી યોગ, અધ્યાત્મ ને ભક્તિ પ્રતિ રુચિ વધેછે.

7. આયુષ્યવર્ધક: પથ્ય, રસાયણ, પૌષ્ટિક, ત્રિદોષશામક, વયસ્થાપક ને મેધ્ય હોવાથી તેનુ નિત્ય સેવન કરનાર દિર્ઘાયુષ્ય મેળવેછે.

8. આરોગ્યપ્રદ : હંમેશા ત્રિદોષ ની સમતા થી જ નિરોગીતા આવેછે. આમળાં  ના નિત્ય સેવન થી વાયુ, પિત્ત, કફ ની  સમાનતા શરીર માં  નિર્માણ થાયછે.

9. પથ્ય: આમળાં  સૌને સદાય પથ્ય છે (છતાં કોઇ ને પ્રકૃતિગત કે વ્યાધિગત માફક ના પણ આવે તે માટે વૈદ્ય નુ માર્ગદર્શન લેવું. તેમાં ખારા સિવાય ના પાંચ રસ હોવાથી તે સંપૂર્ણ ભોજન ના માપદંડ મા બેસેછે. .. હા..તેના સેવન થી વધુ મળપ્રવૃતિ થઈ શકે.

10. રસાયન : જે કોઇ દ્રવ્ય ઘડપણ અને રોગ નો નાશ કરે તે રસાયન કહેવાય. જે ગુણ હરડે, આમળાં  ને લસણ ધરાવેછે. આ ત્રણેય માં પાંચ.. પાંચ રસ છે. પરંતુ હરડે તૂરી છે ને કૃશ, સગર્ભા ને હરડે અપાય નહી. લસણ ગરમ છે. જ્યારે આમળાં બધીજ દ્રષ્ટિએ ઉત્તમ છે. આમળાં  તેના પ્રભાવ થી પણ ત્રણેય દોષ નું  શમન કરેછે. તેના માટે એક સુંદર કહેવત છે કે, ત્રણ જામફળ = એક સફરજન. ત્રણ સફરજન =  એક આમળું. જે રાખે તમને તબીબ થી, દર્દ થી દૂર.

 ઉપયોગો
સ્વરસ: લીલી હળદર સાથે આમળાં નો રસ પીવાથી પ્રમેહ કાબુ માં રહેછે, મટે પણ છે. પ્રમેહ ના 20 પ્રકાર છે. મધુમેહ તેમાંનો એક વાતજ પ્રકાર છે. મધુમેહ અસાધ્ય છે.

ગરમી દૂર કરવા તેનો રસ સાકર સાથે લેવો.
લોહી પડતુ હોય તો અરડૂષી  ના રસ સાથે પીવો. પેસાબ ની બળતરા કે પેસાબ અટકતો હોય તો શેરડી ના રસ સાથે કે કાળીદ્રાક્ષ સાથે, આંખ ના સોજા કે લાલાશ માં  મધ સાથે આમળાં  નો રસ પીવો.

આમળાં ની ચટણી કે ક્લ્ક: મોઢા ના ચાંદા હોય તો મોં માં  રાખવો. જ્યાં  બળતરા થતી હોય ત્યાં ક્લ્ક ની  થેપલી રાખવી. વાળ ના રોગ માં માથાં માં ક્લ્ક ભરવો. દાંત ગંદા રહે તો મધ ને મરી સાથે મોં માં રાખી ઘસવું. ચામડી ના રોગ માં તેનો લેપ કરવો.

આમળાં  નો ઉકાળો: 25 ગ્રામ સૂકા આમળાં  ને 400 ગ્રામ પાણી માં ઉકાળી, 100 ગ્રામ રહે ત્યારે ગાળી લેવું. આ ઉકાળો આમળાં  ના સ્વરસ ના સ્થાને અને ઉકાળા નો કુચો ક્લ્ક ના સ્થાને ઉપયોગ કરી શકાય...

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)