Posts

Showing posts from 2017

હાર્ટ બ્લોકેજ માં આયુર્વેદ (Heart Blockage - Ayurveda )

ભગવાન કહે છે કે, હું બધા ના હૃદય માં રહેલો છું. તેથી જેમ આપણા સાચા-ખોટા કાર્યો નો પ્રભુ સાક્ષી છે તેમ આપણી ચિંતા, ભાગ દોડ કે સારું ખરાબ ખાવા ની ટેવ અને રહેણી કરણીની બધી જ અસર-આડઅસર પણ ભગવાન ને દુઃખી કે સુખી કરે છે અને તેના કારણે હૃદય ના કાર્ય અને તેની સાથે જોડાયેલા શરીર ના અંગો ફેફસાં, મગજ ના રોગો થાય છે.                 આજે થતા મૃત્યુ માં ૧૫% થી વધુ મૃત્યુ હૃદયના કારણે થાય છે જેમાં હાર્ટ એટેક મુખ્ય છે. હાર્ટ એટેક થવા માં મુખ્ય કારણ – મહેનત, શ્વાસ રોગ કે લોહી ની ઉણપતા કદાચ ઓછુ હશે. પરંતુ વિશેષ કારણ છે – આળસ, ઓછી મહેનત, ચિંતા, ભૂખ વગર નું ભોજન, સંચય નો અભાવ, વિરુદ્ધાહાર નું વધુ સેવન, ખાધા પછી પણ ખાવાની ટેવ, અપચો, વધુ પાણી પીવાની ટેવ, વ્યાયામ નો અભાવ, ગળ્યું – ખાટું – પ્રવાહી – ચીકણું – તલ + ગોળ વધુ ખાવા ની ટેવ, મહેનત વધુ ને ખોરાક ઓછો, ચિંતા, ભય, ખોટી દવાઓ, પંચકર્મ ના પણ ખોટા ઉપચાર કે અયોગ્ય પધ્ધતિ થી થતા પંચકર્મ ની આડઅસર, મળ – મૂત્ર ના વેગ રોકવામાં આવે, વધુ પ્રમાણમાં થતા ઉપવાસ કે શારીરિક – માનસિક આઘાત થી હૃદ...

કર્ણ પૂય - કાન માં રસી આવવી

આયુર્વેદ ના આચાર્ય જયારે એમ કહે કે ,” चक्षुषो विशेषात् श्लेष्मतो भयम् |”  એટલેકે આંખ ને વિશેષ કરીને કફ નો ભય હોયછે. આ સૂત્ર વૈદ્ય વાંચી ને વિચાર કરેછે કે અહીં આંખ ની સાથે કાન , નાક , ગળું , દાંત , પેઢા , જીભ અને તમામ માનસિક રોગો થવામાં મુખ્ય કારણ કફ નો સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ. આંખ માં તેજ મહાભૂત છે તો કાન માં આકાશ મહાભૂત નું સ્થાન છે. પૃથ્વી અને જળ પકડી શકાય , તેજ ને જોઈ શકાય , વાયુ નો અનુભવ કરી શકાય જયારે આકાશ નો અનુભવ પણ કરી શકતા નથી તો પછી કાન ના રોગો ને સમજવા , સારવાર કરવી ને મૂળ થી મટાડવા તે આકાશ ને સ્પર્શ કરવા જેટલું અઘરું છે ને તેથી જ કાન ના રોગો નથી તો ઓપરેશન થી સંપૂર્ણ મટતા કે નથી બહેરાશ કે નથી કાન માં અવાજ આવવો જેવા રોગો ની થતી મૂલગામી સારવાર.   પરંતુ જયારે શરદી થાય કે અપાન વાયુ અવળો થવાથી કાન , નાક , આંખ ની કુદરતી ચિકાશ બહાર ના કચરા સાથે કે કફ સાથે બહાર નીકળે છે તેને સાદી ભાષા માં કાન , નાક કે આંખ ની શરદી કહીએ તોય ખોટું નથી. એટલેકે કાન માં થી રસી આવે , ખંજવાળ આવે , નાક બંધ થાય , છીંકો આવે , નાક માં સોજો આવે , નાક નો પડદો વાંકો થાય , આંખ માં ખજવાળ , પાણી ...

વિષચક્ર નું ભેદન કરે આયુર્વેદ

આયુર્વેદ અમૃતમય છે , જે મૃત્યુ માં થી ઉગારે , જેના સંસર્ગ થી મૃત્યુ દુર જાય છે , જેના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવવાથી તેજસ્વી , નિરામય , દીર્ઘાયુ , શતાયુ જીવન જીવી શકાય છે તે અમૃત છે. તેથી જ આજે એલોપથી ને આધુનિકતા નો ઝાકઝમાળ હોવા છતાંય સૌ કોઈ નું આયુર્વેદ , જૈવિક ,   પ્રાચીન , કુદરતી જીવન પદ્ધતિ પ્રત્યે આકર્ષણ એટલુ જ છે જેટલું પહેલા હતું બલ્કે આજ ની જીવન પદ્ધતી ને આધુનિકતા ની આડઅસરો ના કારણે આકર્ષણ વધ્યું છે. રોગ થવા ના સ્થાન બે: શરીર અને મન. શરીર માં થતો કોઈપણ રોગ સપ્તાહ પછી મન માં સ્થાન આવે છે , મન માં થતો કોઈપણ રોગ સપ્તાહ પછી શરીર માં થાય છે. તેમ વિચારીએ તો પ્રત્યેક વ્યક્તિ બિમાર છે. આચાર્ય સુશ્રુતે કહેલી સ્વસ્થ ની વ્યાખ્યા અહી સારી રીતે સમજાય છે કે પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન: સ્વસ્થ ઇતિ અભિધીયતે .   હમણાં એક ભાઈ આવ્યા , તેમને કૌટુંબિક વિચારો ના કારણે ઉંઘ ઓછી થઇ તેની સારવાર કરાવતા તે દવાઓ ની ટેવ પડી ગઈ અને તેની આડઅસર થવાથી ભૂખ ઓછી થઇ , પાચન નબળું થયું , કબજિયાત રહેવા લાગી , જાતીય નબળાઈ આવી , થાક અને અશક્તિ લાગે , કામ કરવાની સ્ફૂર્તિ રહે નહિ , યાદ શક્તિ ઘટવા લા...

ઠંડી માં વજન વધારો

૩૪ વર્ષ ની ઉમર ને ૩૫ કી , ગ્રા . વજન હોય તેવી કોઈપણ બિમારી વિના ની પત્ની ની સાથે જવામાં કેટલાક ને શરમ આવે તેથી એકલા જ વૈદ્ય પાસે આવી ને પૂછે .. સાહેબ , વજન વધારવું હોય તો શું કરવું ? અને માતા તેવી દીકરી ૧૧ વર્ષ ની દીકરી નું વજન પણ ૩૦ કી . ગ્રા . ... ત્યારે તેમને જે સલાહ આપી તે તમે પણ વાંચો ....   ●        વજન ઘટવાના કારણો ......             દર્દ નથી તેવું ભલે લાગે , પરંતુ જેવી રીતે કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી . તેવી રીતે દર્દ વિના વજન ઘટવાનું બને જ નહિ . જે કારણો આપણને જલ્દી દેખાતા ના હોય જે અમને વૈદ્યો ને દેખાય ... જેમકે ... ૧ ) જીર્ણ તાવ . જેમાં ઉતરોતર રસ , લોહી , માંસ એમ સાતેય ધાતુ ઓ ઘટવા માંડે એટલે શરીર વળે નહિ બલકે ક્ષય થતાં વાર ના લાગે . ૨ ) “ સંયમ નો અભાવ ” પણ વજન ઘટવા નું   મુખ્ય કારણ છે . સંયમ થી જ શક્તિ નો સંચય થાયછે . ૩ ) માનસિક કારણો .. ચિંતા , ઉજાગરો , ક્રોધ , મ...