“કૃમિ રોગ” નો ઉપાય
કૃમિ રોગ એટલે આપણે એવું માનીએ કે પેટ માં કરમિયા થયા જે જાજરૂ માં મળ સાથે બહાર નીકળે છે. આજનું એલોપથી વિજ્ઞાન તો આખુય જાણે કૃમિ ઉપર જ ઉભું હોય તેમ ડગલે ને પગલે એન્ટીબાઓટીક એટલેકે જીવાણું ને મારનાર દવાઓ આપવામાં આવેછે. છતાં પણ ઘણા રોગો માં આજે સૌ કોઈ કૃમિ ને ભૂલી ગયા હોય તેવું લાગે છે. હાર્ટ એટેક એટલેકે માયોકાર્ડિયાક ઇન્ફાક્ષન- M.I રોગ આયુર્વેદ દ્રષ્ટીએ કૃમિ થી થાય છે. તાવ, ઝાડા થવા, ચામડી નો વર્ણ બદલાઈ જવો, મરડો, અપચો, પેટ નો દુખાવો. ચક્કર આવવા, ભૂખ લાગે પરંતુ ખાવા ની ઈચ્છા ના થવી, ગભરામણ થવી, માથા નો દુખાવો થવો.... આ અને આવા અનેક રોગો કૃમિ થી થાયછે. અરે... માથા માં ને ચામડી ઉપર પણ કૃમિ થાયછે. અમે.. એક દર્દી ને માથા ના દુખાવા માં નાક ની અંદર બકરી નો પેસાબ ણે કાળામરી નું ચૂર્ણ નાખી ને ૫૦ થી પણ વધુ જીવતા કાળા જીવડા બહાર કાઢી ને માથા નો દુખાવો મટાડેલો છે. પરંતુ આ કૃમિ એકાદ ભારે કૃમિ નાશક દવા આપવાથી કે બે- પાંચ દિવસ દવા આપવાથી આ રોગો જડ મૂળ થી મટવાના નથી. કારણ કે આ કૃમી આંતરડા માં થી ધાતુઓ માં ગયા હોય છે અને ત્યાં પોતાના ઈંડા મુકતા હોય છે. તેથી કૃમિ ને મારવ...