ઘરેલું ઉપચાર..... ઝાડા
🌿 ઘરેલું ઉપચાર..... ઝાડા ✍️ by Vaidya Mahesh Akhani
📌 "અતિસારે પરં ન વિશ્વા"
અતિસારમાં વિશ્વા એટલે કે સૂંઠ જેવી શ્રેષ્ઠ દવા બીજી કોઈ નથી. રુધિપ્રવાહમાં સાદી, સરળ પણ અસરકારક દવા હોવા છતાં આપણે રીપોર્ટ અને દવાઓ પાછળ દોડી તન-મન-ધન ગુમાવી દઈએ છીએ.
🌿 આયુર્વેદ શું કહે છે?
અગ્નિ નબળો થાય, વાયુ વધે અને પ્રવાહી વધે ત્યારે તે મળમાર્ગે બહાર જાય – તેને અતિસાર કહેવાય છે.
- અતિસાર – મળ પાણી જેવો, સરકતો.
- આમાતિસાર – મળમાં ચીકાશ, પાણીમાં ડૂબતો.
- પ્રવાહિકા – ચૂંક, વાઢ, પ્રવાહ સાથેનું ઝાડા.
- ગ્રહણી – દુર્ગંધ યુક્ત, કાચા મળના પાયદાર ઝાડા.
✔️ "रोगा: सर्वे अपि मन्देग्नो सुतरां उदराणि च"
સૌ રોગો પાચન તંત્ર નબળું થવાથી થાય છે – ખાસ કરીને પેટના રોગો.
🍲 ખોરાકમાં શું લેવું?
- ભાત + દહીં
- લીંબુ સાથે મગની દાળ
- છાસ + સુંઠ
દૂધ અને દૂધના ઉત્પાદનો ટાળવા!
🧄 સૂંઠ – ચમત્કારીક ગ્રહણ શક્તિ
શરીરમાંથી વહી જતા પ્રવાહી રોકવા માટે સૂંઠ શ્રેષ્ઠ છે:
- શરદી – નાકમાંથી પ્રવાહી
- શ્વેતપ્રદર – યોનિ પ્રવાહ
- કાન રસી – કાનનું રસાવ
- પ્રમેહ/સ્વપ્નદોષ – મૂત્રમાર્ગ પ્રવાહ
- અધિક પરસેવો – ચામડીનો પ્રવાહ
- શીઘ્રપતન – જાતીય નિર્બળતા
- પ્રસેક – થુક ની સમસ્યા
- અતિસાર – મળમાર્ગ પ્રવાહ
સૂંઠ + જીરું + દહીં / છાસ / લીંબુ પાણી સાથે લેવું.
🍋 પ્રવાહિકા અને ગ્રહણી માટે:
- હરડે + સૂંઠ – પાચન સુધારવા માટે
- દાડમ + છાસ + લીંબુ + સૂંઠ – ગ્રહણી માટે શ્રેષ્ઠ
હંમેશાં વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ લેવો.
Comments
Post a Comment