“કૃમિ રોગ” નો ઉપાય

કૃમિ રોગ એટલે આપણે એવું માનીએ કે પેટ માં કરમિયા થયા જે જાજરૂ માં મળ સાથે બહાર નીકળે છે. આજનું એલોપથી વિજ્ઞાન તો આખુય જાણે કૃમિ ઉપર જ ઉભું હોય તેમ ડગલે ને પગલે એન્ટીબાઓટીક  એટલેકે જીવાણું ને મારનાર દવાઓ આપવામાં આવેછે. છતાં પણ ઘણા રોગો માં આજે સૌ કોઈ કૃમિ ને ભૂલી ગયા હોય તેવું લાગે છે.

હાર્ટ એટેક એટલેકે માયોકાર્ડિયાક  ઇન્ફાક્ષન- M.I  રોગ આયુર્વેદ દ્રષ્ટીએ કૃમિ થી થાય છે. તાવ, ઝાડા થવા, ચામડી નો વર્ણ બદલાઈ જવો, મરડો, અપચો, પેટ નો દુખાવો. ચક્કર આવવા, ભૂખ લાગે પરંતુ ખાવા ની ઈચ્છા ના થવી, ગભરામણ થવી, માથા નો દુખાવો થવો.... આ અને આવા અનેક રોગો કૃમિ થી થાયછે. અરે... માથા માં ને ચામડી ઉપર પણ કૃમિ થાયછે. અમે.. એક દર્દી ને માથા ના દુખાવા માં નાક ની અંદર બકરી નો પેસાબ ણે કાળામરી નું ચૂર્ણ નાખી ને ૫૦ થી પણ વધુ જીવતા કાળા જીવડા બહાર કાઢી ને  માથા નો દુખાવો મટાડેલો છે. 

પરંતુ આ કૃમિ એકાદ ભારે કૃમિ નાશક દવા આપવાથી કે બે- પાંચ દિવસ દવા આપવાથી આ રોગો જડ મૂળ થી મટવાના નથી. કારણ કે આ કૃમી આંતરડા માં થી ધાતુઓ માં ગયા હોય છે અને ત્યાં પોતાના ઈંડા મુકતા હોય છે. તેથી કૃમિ ને મારવા પડે, ખેચી ને બહાર કાઢવા પડે, ધાતુઓ ને શુદ્ધ કરવી પડે અને ફરી ના થાય તે માટે કડક ચરી પાળવી પડે.

ગળ્યું, ખાટુ ને પ્રવાહી ખોરાક વધુ લેવાથી, દિવસે ઊંઘવાથી, વ્યાયામ ના અભાવથી, અપચાથી, વાસી- ઠંડો ખોરાક ખાવાથી કૃમિ રોગ થાય છે. આળસુ ને  ખાઈ- પી ને પડ્યારહેનાર , ગળ્યું- ખાટું વધુ ખાનાર ને જેમ મધુમેહ, ચામડી નારોગો, હાઈ-બી.પી, હૃદય નારોગો થાય છે તેમ આજ કારણો થી કૃમિ થાય છે.. તેથી આ બધાજ રોગો માં અપચા ની ને  કૃમિ ની સારવાર કરવાથી દર્દ દુર થઈ જાય.

આયુર્વેદ પદ્ધતિ થી સારવાર ખુબજ સરળ ને  સસ્તી ને  બિલકુલ નુકશાન રહિત છે. વિના ઓપરેશન મટાડનારી છે. માત્ર જરૂર છે આયુર્વેદ ની રીતે દર્દ સમજવાની ને યોગ્ય વૈદ્ય ને  અનુસરવાની

સારવાર:  વાવડીંગ એ કોઇપણ અંદર ના બહાર ના કૃમિ નો નાશ કરવાવાળું, લોહી શુદ્ધ કરવાવાળું, ધાતુ પુષ્ટિ કરનાર, રસાયણ ઔષધ છે. પરંતુ વાવડીંગ એકલું આપવું નહિ. બાળક ને વાવડીંગ ચૂર્ણ દૂધ સાથે ઉકાળી ને આપી શકાય.

કૃમિ થી થતા પેટના રોગો માં મેથી, કાળી જીરી, અજમો ૧/૨ થી ૧ ચમચી ભોજન પછી લઈ શકાય. તેથી.. અપચો, પેટ નો દુખાવો, આફરો, પડખાનો દુખાવો, કમર નો દુખાવો, ગેસ-વાયુ ના રોગો દુર થાયછે.

ગાય નું મૂત્ર એ કૃમિ નો નાશ કરનાર છે. ગાય નું મુત્ર પીવાથી, માલીશ કરવાથી.. ચામડી ના ડાઘ દુર થાય, ખંજવાળ માટે, ચામડી ઉપરના કૃમિ પણ દુર થાયછે.

માથા ના વાળ માં થતા કૃમિ –જૂ ને  દુર કરવા માટે લીંબોળી નું તેલ ગરમ કરીને માલીશ કરવું.

સુંઠ, મરી, લીંડી પીપર, લસણ, ખાખરા ના બીજ, ગરમાળા નો ગર્ભ, કંપીલક ના ફળ નું ચૂર્ણ, ત્રિફલા નું ચૂર્ણ જેવા અનેક ઔષધો આયુર્વેદે કૃમિ અને તેનાથી થતા હાર્ટ એટેક જેવા ગંભીર રોગો મટાડવા માટે આપ્યા છે. આવો આયુર્વેદ અપનાવો ને સ્વસ્થ જીવન ની દીક્ષા મેળવો...


More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/

For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/ 
Visit a Web -  http://www.amrutayurvedkendra.com/blog/

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)