ઉપચાર.......”અપચો” રોગ નો.
ક્યાંય સાંભળ્યું કે માણસ નું મૃત્યુ ભૂખ થી
થયું હોય.... અને કદાચ કોઈ નું મોત ભૂખ થી થયું હોય તો તેના ગુનેગાર હું, તમે ને
આપણો આખોય સમાજ છે. પરંતુ વધુ ખાવાથી , ના ખાવાનું ખાવાથી કે પાચન ખરાબ હોવા છતાંય
ખાવાથી, વારંવાર ખાવાથી બીમારી ને મૃત્યુ આવ્યું હોય તેવા જ મોટાભાગના કેસ જોવા
મળેછે. એનો અર્થ એ છે કે સાજા રહેવું કે સાજા થવું સાવ સરળ છે જો આપણે સંયમ રાખી
શકીએ તો....
આયુર્વેદ માં લખ્યું છે કે.... धी धृति स्मृति विभ्रस्ट कर्म यत् कुरुते अशुभं|
प्रज्ञापराधं तं विज्ञात सर्व दोष प्रकोपनं|| .
માણસ જયારે પોતાની બુદ્ધિ નો, સમજણ નો, ધીરજ નો
દુરપયોગ કરેછે ત્યારે તેને કોઇપણ રોગ થઈ શકેછે. એટલેકે સંયમ નો અભાવ થાય છે ત્યારે
રોગોની હારમાળા શરુ થાય છે. આચાર્ય મજાક માં પણ ગંભીર વાત કહી દેછે કે......
अनात्मवन्त: पशुवत् भुञ्जते यो अप्रमाणत:|
रोगानिकस्य
ते मूलं अजीर्णं प्राप्नुवन्ति:|
જયારે માણસ આત્મા, મન ઉપર કાબુ રાખ્યા વિના
પશુની જેમ પ્રમાણ થી અધિક ખોરાક ખાય છે ત્યારે રોગોના સમૂહ નું મૂળ એવા અજીર્ણ
[અપચો] રોગ થાયછે. અજીર્ણ ના મુખ્ય ત્રણ પ્રકાર પડેછે.
૧, આમાજીર્ણ: આખા શરીર માં ભાર લાગે, મોઢામાં, ચામડી ઉપર, મળ, મૂત્ર માં ચિકાસ
જોવા મળે, આંખની નીચે થોથર- સોજા ચડી જાય તેને અપચો કહીએ. આજે હાઈ- બીપી, મધુમેહ
કે પેઈન કીલર બૃફેન જેવી દવાઓ ના કારણે કીડની ફેઈલ થતી જોવા મળેછે તે દર્દી ના
લક્ષણો આમાજીર્ણ ના સમાન જોવા મળેછે. એટલેકે કીડની ખરાબ થવામાં અપચો એક કારણ કહી
શકાય. અને અનુભવે એવું કહી શકું કે આદુ, સુંઠ, ભોય આમલી, હરડે, સાટોડી જેવા ઔષધો
કે જે અગ્નિ પ્રદિપ્ત કરેછે ને સોજા મટાડે છે તેના થી અપચો મટે છે ને કીડની સારી
થાય છે.
૨, વિદ્ગ્ધાજીર્ણ: ચક્કર આવવા, તરસ
વધુ લાગે, ગભરામણ થાય, છાતી માં બળતરા થાયછે. વ્યવહાર માં ડગલે ને પગલે જોવા મળતા
એસીડીટી ના દર્દીઓ ને ખરેખર અમ્લપિત- એસીડીટી હોતી જ નથી તેમને હોય છે આ
વિદ્ગ્ધાજીર્ણ નામનો અપચો રોગ. અહી જો દર્દી અમ્લપિત સમજી ને દૂધ કે મીઠી વસ્તુ
નું સેવન કરશે તો રોગ વધશે. પરંતુ તે સુંઠ થી ઉકાળેલું પાણી, આદુ નું સેવન અને
કડવા, તીખા રસ નું સેવન કરશે તો અપચો મટશે.
૩, વિષ્ટબ્ધાજીર્ણ: આ રોગ માં પેટ માં દુખાવો થાય, ગેસ- વાયુ નો આફરો થાય,
છાતી માં ભાર લાગે, ઉબકા- ઉલટી થાય તેવું લાગેછે.... આવી સ્થિતિ માં હ્રુદય માં
દુખાવા ની શંકા થાય. પરંતુ આવી સ્થિતિ માં આદુ-લીંબુ નું સરબત નમક સાથે કે હિંગ,
સિંધવ મીઠું ને શેકેલો અજમો ની ફાકી કરવાથી, એરંડ તેલ માં સેકેલી હીમજ કે હરડે નો
પાવડર લેવાથી ગેસ- વાયુ ને ગોળો, આફરો. છાતી નો દુખાવો અપચા થી તરત નો થયેલ હોય તો
મટેછે.
ભરપેટ ખાવું ને આળસુ ની જિંદગી જીવવી આવું વિચારનાર ને અજીર્ણ અચૂક થાય. હિતકારી ખાવું ને ભૂખ થી અડધું ખાવું, અડધી શક્તિ વપરાય ત્યાં સુધી નો દરરોજ સવારે વ્યાયામ કરનાર હંમેશા નીરોગી રહેછે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Wow
ReplyDeleteછાતીમાં દુઃખાવો થતો હોય તો સુ કરવું???
ReplyDelete