ઉપચાર “ કબજીયાત ” નો (Treatment of Constipation )
સામાન્ય સૌની સમજણ એવી છે કે રોગ નું મૂળ કબજીયાત છે. ના... તેવું નથી. કબજિયાત તો ઉપદ્રવ છે, તે તો એક લક્ષણ છે. રોગ અને રોગ નું મૂળ તો છે “અપચો”. પાચન સુધરે તો, તો કોઈ રોગ રહે જ નહિ. પરંતુ આળસ નો ગુલામ ને ખાવા- પીવા નો શોખીન જે હોય તેને ભલા કયો રોગ ના થાય. અપચો એટલેકે પાચન બગડે તેનો તેને ખ્યાલ જ આવતો નથી. જેમ ઊંઘ માં ઉંદર કે મચ્છર કરડી જાય તો ખ્યાલ આવતો નથી પરંતુ તેનું ઝેર જયારે શરીર માં પ્રસરવા મળે પછી જ ખ્યાલ આવે તેમ અપચા માંથી કબજિયાત ને પેટ ના અન્ય રોગો થવા માંડે પછી જ ખ્યાલ આવે છે.
વાયુ, પિત્ત ને કફ એ ત્રણ દોષ છે. શરીર ની તંદુરસ્તી ને બીમારી માં મુખ્ય તે કારણ છે. તેમાં પણ મુખ્ય વાયુ છે. વાયુ ના પાંચ પ્રકાર છે.
પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન અને અપાન. આ પાંચેય વાયુ સરખી રીતે રહીને કામ કરે તો જ તંદુરસ્તી અન્યથા બીમારી.
प्राणापान समायुक्त: पचामि अन्नं चतुर्विधम् ||श्रीमद्भगवद्गीता ||
૧, અપાન વાયુ નું કામ છે મળ, મૂત્ર, વાયુ ને ગર્ભ ને બહાર કાઢવાનું. અપાન વાયુ બગડે એટલે કબજીયાત થાય. પાચન બગડે, વ્યાયામ અટકે, ખાધા પછીએ ખાવા માટે આમતેમ ભટકે, આખો દિવસ બાઈક કે ખુરશી ઉપર બેસી રહે.
૨, જાજરૂ કે પેસાબ નો વેગ આવે તોય રોકી રાખે, તેવીરીતે બહેનો માસિક ધર્મ ને રોકવાની દવાઓ લ્યે, ભૂખ તરસ લાગે તોય ખોરાક, પાણી ના લ્યે, ઉજાગરા કરે, રાત્રે જાગે ને દિવસે ઊંઘે, થાક લાગ્યો હોય તો પણ આરામ ના કરે ને કામ કરે કે શક્તિ હોય તોય કામ ના કરતા આળસુ ની જેમ રહે તેને કબજીયાત થાયે.
૩, પ્રવાહી, રેસાવાળો ખોરાક ઓછો ખાવાની ટેવ.
ઉપચાર: કબજીયાત ના દર્દી એ દહીં, ડુંગળી, બાજરી, ઠંડુ પાણી, ઠંડા પીણા, મીઠાઈ લેવું નહિ. ભૂખ્યા કે તરસ્યા પણ રહેવું નહિ. વેગ રોકવા નહિ.
૪, દર્દ દૂર થયા પછી ભૂખ ઉગાડ્યા પહેલા અનુકુળ ના હોય તેવું ખાવા નું શરુ કરે તેથી ફરી પાચન બગડે ત્યારે કબજીયાત, અપચો, મરડો ને મલેરિયા પણ થઈ આવેછે.
ઉપચાર: કબજીયાત ના દર્દી એ દહીં, ડુંગળી, બાજરી, ઠંડુ પાણી, ઠંડા પીણા, મીઠાઈ લેવું નહિ. ભૂખ્યા કે તરસ્યા પણ રહેવું નહિ. વેગ રોકવા નહિ.
ब्राह्मे मुहुर्ते उतिस्थेत स्वस्थः रक्षार्थं आयुषः |
- સવારે સાડાચાર વાગે ઉઠી ને નિત્ય- નિયમિત આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, ધ્યાન કરવામાં આવે, ગરમ પાણી પીવા માં આવે, સાથે હરડે કે ત્રિફલા ચૂર્ણ લેવાથી કબજિયાત તો કાયમી મટી જ જાય સાથે ઈશ્વર નું અનુસંધાન થાય, મન મજબુત બને અને શરીર રોગ મુક્ત બને.
- રાત્રે કે સવારે ગરમ પાણી સાથે દીવેલ ૧ થી ૨ ચમચી પીવું.
- રાત્રે ગરમ કરી ને ઠંડા કરેલા ૩૦ મી.લી દીવેલ ની જાજરૂ ની જગ્યાએ વૈદ્ય ના માર્ગદર્શન થી પિચકારી લગાવવાથી કાયમી કબજિયાત મટે છે.
- સગર્ભા સ્ત્રી ને કબજિયાત હોય તો કાળી દ્રાક્ષ ખાવી કે તેનું પાણી પીવું. દૂધ માં ઘી ઉમેરી ને પીવું.
- નાના બાળક ને કબજિયાત હોય તો ગરમાળા ના વૃક્ષ ની કાળી, લાંબી શીંગ ની અંદર નો ગર્ભ એક ચમચી જેટલો લઈ ને તેને ગરમ પાણી માં પલાળી ને ઠંડો થયે પાવો. અને જાજરૂ ની જગ્યાએ દીવેલ ની વાટ મુકવી.
કબજિયાત વધુ જૂની હોય તો પેડુ ઉપર દીવેલ નું માલીશ કરી ને આકડા ના ગરમ કરેલા પાન નો શેક કરવો.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Very good
ReplyDelete