હઠીલો વ્યાધિ – શ્વાસ
એવું લખાણ છે કે ૧૨૦ વર્ષ ની ઉમરે ભગવાન શ્રીકૃષ્ણે સૌરાષ્ટ્ર માં દેહત્યાગ કર્યો ત્યારે મથુરા માં વસુદેવજી કહેછે કે, પિતા પહેલા પુત્ર નો દેહત્યાગ...... ટૂંક માં મૃત્યુ સૌને માટે નિશ્ચિત છે છતાં પણ દરેક રોગ નો ઉમર સાથે પણ સંબંધ છે. હેડકી અને શ્વાસ એ ઘડપણ ના જ નહિ, એક સમયે તો માત્ર અંતકાળે જ થતા હતા. પરંતુ આજે તો પાંચ વર્ષ ના બાળક ને પણ પૂછવું પડે કે, શ્વાસ ચડે છે? આજ ની આ સ્થિતિ ને માટે તમે કદાચ કળિયુગ ને જવાબદાર ગણી ને પલાયન વાદી બનશો, પરંતુ હું આજે મારા ૩૩ વર્ષ ના અનુભવ થી કહીશ કે, જે બાળક નું સંવર્ધન ગર્ભ માં થી જ આયુર્વેદ આધારે થયું હોય તેની તન, મન, બુદ્ધી, સ્મૃતિ ની જીવનભર ની તંદુરસ્તી બેજોડ હોય. આજે આપણે આપણું ભૂલ્યા, સાચો આયુર્વેદ ભૂલ્યા, ભારતીય જીવન પદ્ધતિ ભૂલ્યા તેનું આ પરિણામ છે. ઘરના આંગણા માં તુલસી હોય ને શરદી માં, અરડૂસી ને શતાવરી ની વેલ હોય ને શરીર માં થી લોહી વહી જાય ત્યારે, લીમડો બાજુમાં હોય ને ઓરી અછબડા, ગરમી ને ગુમડા થયા હોય ત્યારે દવાઓ માટે દર- દર ભટકીયે ત્યારે આપણા થી અધિક કોણ અભાગી? શ્વાસ રોગ ના પાંચ પ્રકાર છે. ૧, ઊર્ધ્વ શ્વાસ. ૨, મહા શ્વાસ. ૩, છિન્...