હઠીલો વ્યાધિ – શ્વાસ
એવું લખાણ છે કે ૧૨૦ વર્ષ ની ઉમરે ભગવાન શ્રીકૃષ્ણે સૌરાષ્ટ્ર માં દેહત્યાગ કર્યો ત્યારે મથુરા માં વસુદેવજી કહેછે કે, પિતા પહેલા પુત્ર નો દેહત્યાગ......
ટૂંક માં મૃત્યુ સૌને માટે નિશ્ચિત છે છતાં પણ દરેક રોગ નો ઉમર સાથે પણ સંબંધ છે. હેડકી અને શ્વાસ એ ઘડપણ ના જ નહિ, એક સમયે તો માત્ર અંતકાળે જ થતા હતા. પરંતુ આજે તો પાંચ વર્ષ ના બાળક ને પણ પૂછવું પડે કે, શ્વાસ ચડે છે? આજ ની આ સ્થિતિ ને માટે તમે કદાચ કળિયુગ ને જવાબદાર ગણી ને પલાયન વાદી બનશો, પરંતુ હું આજે મારા ૩૩ વર્ષ ના અનુભવ થી કહીશ કે, જે બાળક નું સંવર્ધન ગર્ભ માં થી જ આયુર્વેદ આધારે થયું હોય તેની તન, મન, બુદ્ધી, સ્મૃતિ ની જીવનભર ની તંદુરસ્તી બેજોડ હોય. આજે આપણે આપણું ભૂલ્યા, સાચો આયુર્વેદ ભૂલ્યા, ભારતીય જીવન પદ્ધતિ ભૂલ્યા તેનું આ પરિણામ છે.
ઘરના આંગણા માં તુલસી હોય ને શરદી માં, અરડૂસી ને શતાવરી ની વેલ હોય ને શરીર માં થી લોહી વહી જાય ત્યારે, લીમડો બાજુમાં હોય ને ઓરી અછબડા, ગરમી ને ગુમડા થયા હોય ત્યારે દવાઓ માટે દર- દર ભટકીયે ત્યારે આપણા થી અધિક કોણ અભાગી?
શ્વાસ રોગ ના પાંચ પ્રકાર છે. ૧, ઊર્ધ્વ શ્વાસ. ૨, મહા શ્વાસ. ૩, છિન્ન શ્વાસ. ૪, તમક શ્વાસ. ૫, ક્ષુદ્ર શ્વાસ. તેમાં તમક ને ક્ષુદ્ર શ્વાસ જ મટી શકે છે. અન્ય ત્રણ પ્રકાર ના શ્વાસ તો બળવાન માણસ ને તેનાં અવ્યક્ત લક્ષણો સાથે હોય તો જ મટે છે.
મહર્ષિ ચરક કહે વાયુ ને કફ થી થતો તમકશ્વાસ એ મૂળ તો પિત્ત ના સ્થાન માંથી ઉત્પન્ન થાય છે અને આખાય વર્ષ માં સૌથી વધુ પિત્ત નો પ્રકોપ શરદ ઋતુ માં થાયછે. તેથી શરદ માં કે શરદ આવે તે પહેલા જો પંચકર્મ પદ્ધતિ થી વિરેચન કરાવી લેવામાં આવે તો પિત્ત ના રોગો થાય જ નહિ. તેથી તેમણે સૂત્ર આપ્યું કે, तमके तु विरेचनम् |
વિરેચન કર્મ એટલે ઝાડા કરાવવા તેટલો મર્યાદિત અર્થ રખે કરતાં.
- વિરેચન થી શરીર ની ઇન્દ્રિયો પ્રસન્ન થાય,
- પિત્ત ના, શ્વાસ ના, લોહી બગાડ ના, ચામડી ના, વાયુ ના
- પેટ ના, ગર્ભાશય ના,
- પક્ષાઘાત- લકવા ના, માનસિક રોગો મટે છે કે મટવાની શરૂઆત થાય છે.
અહી ૩ થી ૫ દિવસ કકડી ને ભૂખ લગાડી, રોગ પ્રમાણે સિદ્ધ ઘી થી શરીર ને તૃપ્ત કરવામાં આવે પછી ત્રણ દિવસ આખા શરીરે માલીસ ને શેક આપવામાં આવે, તે પછી વૈદ્ય ઝાડા કરાવે તે વિરેચન છે. જે પંચકર્મ વૈદ્ય પાસે જ કરાવવું. વિરેચન કરાવ્યા બાદ યોગ્ય આયુર્વેદ સારવાર લેવામાં આવે તો જ શ્વાસરોગ સંપૂર્ણત: મૂળ થી મટે છે.
આજે તો એકટીફેડ, ડેરીફાયલીન ને એલર્જી ની દવાઓ થી શરુ કરીને બેટનેસોલ, ડેક્ઝોના જેવા સ્ટીરોઇડ થી શ્વાસ ને કાબુ માં રાખી ને લોહી, હાડ, માંસ ને શુક્ર ધાતુ નો શોષ થાય પછી અંતિમ તરણું આયુર્વેદ નું સમજી ને આવે પછી કેવીરીતે ઝડપી મટે? અને અજ્ઞાની લોકો આયુર્વેદ ને બદનામ કરે કે ભાઈ, દેશી દવા તો ધીરે ધીરે મટાડે.
અરે ભાઈ! આયુર્વેદ તો માતા સમાન છે. તે ખબર પણ ન પડતાં દર્દ ને મૂળ થી, સરળતા થી મટાડી દેછે. આવો..... આયુર્વેદ ને અપનાવો....... ને સ્વસ્થ જીવન થકી દૈવી, તેજસ્વી જીવન જીવવાનો સંકલ્પ લ્યો.
For More Article

More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment