માથાનો દુ:ખાવો Headache, Migraine
પગ થી ચાલે તે પશુ અને માથા થી ચાલે તે માણસ. જે નવું નવું વિચારે છે, સંશોધન કરેછે, સમગ્ર જગત ને સુખી કરવા માટે પ્રયત્ન કરેછે તેવો આજનો યુવાન છે. પરંતુ ભાગદોડ ના જમાના માં તે તેના મન ને સારો વિચાર, ખોરાક તો જવા દ્યો સારી હવા પણ આપી શકતો નથી તેથી તે ઝડપ થી મન થી ને શરીર થી થાકી જાયછે અને શરીર, મન ના અનેક રોગો નો શિકાર થાયછે.
શરદી, ખાંસી, તાવ, હાઈ બીપી, લો બીપી, કબજીયાત, ગેસ – વાયુ, અપચો, કૃમિ, આંખના રોગ, માનસિક રોગ, કાન ના રોગો, દાંત ના રોગો, સાંધા ના રોગો, અધિક ઠંડી, અધિક ગરમી, વાદળ છાયું વાતાવરણ, આવા અનેક કારણો અને રોગો ના લક્ષણ સ્વરૂપે કે સ્વતંત્ર રૂપે માથા નો દુઃખાવો થાય છે.
આ દુઃખાવો ની પીડા સામાન્ય થી શરુ થઇ એટલી અસહ્ય હોય છે કે દર્દી પોતાનું માથું જાતે જ દિવાલ સાથે ટકરાવે – અફ્ડાવે ત્યારેજ શાંતિ થાય તેવી અસહ્ય વેદના થાય, અર્ધું માથું જ દુખે, સવારે દુખે તો સાંજે મટે, સવારે શાંતિ તો સાંજે દુખે, એક, બે કે ત્રણ દિવસ છોડી ને દુખે... આમ, ઘણા બધા સ્વરૂપે દેખાતો માથાનો દુઃખાવો તાત્કાલિક ઘરેલું ઉપચાર સ્વરૂપે કેવીરીતે મટાડવો તેનો થોડોક વિચાર અહિયાં કરીશું.
૧. વાયુ નો માથા નો દુઃખાવો - પેટના ગેસ-વાયુ, કબજિયાત કે લો.બીપી, માથાના જ્ઞાનતંતુ જન્ય, માથામાં લોહી ઓછું પહોંચવાથી કે કામ ના વધુ ભારણ થી થતો માથાનો દુઃખાવો – વાયુ થી થાય છે તેમ વિચારી શકાય. તેવી સ્થિતિમાં માં માથા માં, ડોક ના ભાગે, બને લમણા ના ભાગે વાયુ નું શમન કરે તેવુંકરી ને નાક માં ૨-૨ ટીપાં નાખવામાં આવે, તો દુખાવોનું શમન થશે સાથે સાથે માથા ના જ્ઞાન તંતુ ને બળ મળે તેવા ખોરાક અને ઔષધનું સેવન કરી શકાય.
૨. પિતથી થતો માથા નો દુઃખાવો – ગરમી, ચિંતા, ક્રોધ, ગરમ ખોરાક, હાઈ બીપી ના કારણે કે પિત ના રોગો – અમ્લપિત, ઉર્ધ્વપિત, આંખ ના રોગો ના કારણે થતો પિત જ શિર:શુલ માં નાકમાં ગાય ના ઘી ના ટીપા નાખવા થી, દૂધ સાથે ઘી કે ગરમાળા ના સારગર્ભ નું પાણી પીવાથી પિત નું વિરેચન થવાથી, કપાળ ના ભાગે ઘી નું માલીશ કરવાથી, તીખા, તળેલા, ગરમ ખોરાક બંધ કરવાથી, દ્રાક્ષ, આમળાં, શતાવરી, જેઠીમધ, સાકર નું સેવન વધુ કરવાથી પિત થી થતો માથા નો દુઃખાવો મટે છે.
૩. કફ થી થતો માથા નો દુઃખાવો- શરદી, કફ, અપચો, આમદોષ, આળસ, દિવસ ની ઊંઘ ના કારણે જયારે માથાનો દુઃખાવો થાયછે ત્યારે નાક માં સુંઠ+ ગોળ+ પાણી ના ટીંપા નાખવા. કપાળ ના ભાગે સુંઠ ને ગરમ પાણી સાથે નો લેપ કરવો. દર્દ ની તીવ્રતા વધુ હોયતો નાક થી સુંઠ નું ચૂર્ણ ખેંચવું જેવા પ્રયોગો થી તત્કાળ રાહત થાયછે.
૪. ત્રણેય દોષ થી થતો માથા નો દુઃખાવો- કોઈ ચોક્કસ કારણ ખ્યાલ માં ના આવે, સમય અને સ્થિતિ પણ નિશ્ચિત ન હોય છતાં દરેક સ્થિતિ માં માથું દુઃખે ત્યારે વૈદ્ય ના માર્ગદર્શન થી સુંઠ+ ગોળ+ પાણી અથવા ઘી ના ટીંપા નાક માં નાખવાથી અને પથ્યાદી ક્વાથનો ગોળ સાથે ઉકાળો પીવાથી, હરડે ચૂર્ણ કે હરડે દળ ની છાલ ચૂસવાથી માથા ના દુઃખાવા માં રાહત થશે.
૫. કૃમિ થી થતો માથા નો દુઃખાવો – કૃમિ થી માથાનો દુઃખાવો તો થાય અરે... આજ નો જોવા મળતો હાર્ટ એટેક M.I પણ કૃમિ થી થાયછે. માથા માં કૃમિ સળવળાટ કરે ને નાક માંથી બહાર નીકળે આ તમને આશ્ચર્ય કદાચ લાગે પરંતુ હકીકત છે. દર્દી માથું દીવાલ સાથે અફડાવે ત્યારે જ તેને સારું લાગે આવું જયારે અમે જોયું ત્યારે આયુર્વેદ ના ઋષિ- આચાર્ય ના શબ્દો આંખ ની સામે આવ્યા અને આ દર્દ કૃમિ થી જ છે તેવું ચોક્કસ થયું. આવા દર્દી ને અમે નાક માં બકરી ના પેશાબ માં સુંઠ,મરી,લીંડીપીપર ને કણજી ના બીજ ને લસોટી ને, ગાળી ને દર્દી ના નાક માં સતત વારંવાર ટીંપા નાખવાથી નાક માં થી જીવતા, કાળા ૫૦ થી અધિક કૃમિ નાક માંથી બહાર નીકળતા જોયા છે.
૬. આધાશીશી- અર્ધું માથું દુઃખે કે અર્ધા દિવસ માથું દુઃખે તે આધાશીશી. તે ત્રણેય દોષ થી થાયછે. છતાં તે પિત્ત પ્રધાન કે પિત્ત વાત જ રોગ છે. આવા દર્દી ને શતાવરી, જેઠીમધ જેવા ઔષધ દ્વારા આયુર્વેદ થી કાયમી માટે દર્દ દૂર થાય છે
આમ, માથા નો દુઃખાવો મટાડવો સાવ સહેલો છે પરંતુ તેનું આયુર્વેદ પદ્ધતિ થી ચોક્કસ નિદાન થવું જરૂરી છે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment