તાવ, ગરમી ને પિત્ત પ્રકોપ
એક પણ વ્યક્તિ એવી નહિ હોય કે તેને ક્યારેય તાવ આવ્યો ના હોય. તાવ ને તમામ રોગો નો પર્યાય પણ કહેછે. તાવ લાવનારી કોઈ ઋતુ હોય તો તે છે શરદ ઋતુ. તેથી જ रोगाणां शारदी माता| તેવી કહેવત સમાજ માં પ્રચલિત થઈ છે.
તાવ તો રાજા છે. તાવ એકલો ક્યારેય આવે જ નહિ ... તેની સાથે શરદી, કફ હોય તો કફજ જવર. ગરમી, બળતરા, ચક્કર, હાઈ બી.પી, ગરમી ના ઝાડા, પેશાબ માં બળતરા, માથાનો દુખાવો થવો, મળ માર્ગ થી લોહી પડવું આ બધાજ લક્ષણો શરીર માં પિત્ત વધવાથી અને પિત્તજ તાવ માં થાયછે. જે વિશેષ કરીને શરદ ઋતુ માં થાયછે. સંપૂર્ણ શરીર દુખે, થાક, અશક્તિ, ગભરામણ થાય તો વાતજ જવર.અને વાયુ, પિત્ત,કફ નાસાથે બધાજ લક્ષણો હોય તો સંનિપાતજ જવર કહેછે.
અત્યારે શરદ ઋતુ માં આખા વર્ષ માં સૌથી વધુ પિત્ત નો પ્રકોપ થતો હોવાથી અને પિત્ત વિના તાવ આવે નહિ તેથી ઋષિઓ એ આશીર્વાદ આપતાં કહેછે કે
जीवेम शरदः शतम् | मोदाम शरदः शतम् | अजितास्यां शरदः शतम् | તું સો શરદ જીવ.
પિત્ત એ પ્રવાહી છે. તેથી પિત્ત ના વધવાથી પણ પાચન નબળું પડી ને ઝાડા, મરડો થઈ શકેછે અને તાવ, બળતરા જેવા ગરમી ના રોગો થાય ત્યારે...
* પિત્ત એ ગરમ હોવા છતાં પણ શરદ ઋતુ માં ઉપવાસ- લંઘન અને ઉકાળેલું પાણી પણ એક ઉપચાર છે. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ છેલ્લા ૨૮ વર્ષ થી નવરાત્રી ના દિવસો માં ઉપવાસ કરીને આપણને પ્રેરણા આપેછે કે શરદ ઋતુ ની નવરાત્રી ના ઉપવાસ એ ઉપાસના સાથે સંયમ અને સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.
* ઉપાસના નું બળ અલૌકિક છે. છતાં તેમાં વિજ્ઞાન નો વિચાર જરૂરી છે, આયુર્વેદ કહેછે કે ઉપવાસ એટલા જ કરવા જોઈએ કે આમદોષ નો નાશ થાય અને પિત્ત નું શમન થાય. નિરામ શરીર હોય અને સતત પરિશ્રમ યુક્ત જીવન હોય તેઓ ઉપવાસ કરશે તો ધાતુઓ નો ક્ષય થશે અને વાયુ નો પ્રકોપ થશે અને તેથી શોષ, ક્ષય જેવા રોગો થશે. .... આ નિયમો મજબુત મનોબળ અને સમર્પિત જીવન જીવવા વાળી વ્યક્તિ ને પૂર્ણત: લાગુ ના પણ પડે. છતાં ઉપવાસ એ લંઘન નો એક પ્રકાર જ છે ને , લંઘન એટલે લઘુ ભોજન. ઉપવાસ કરતા- કરતા ધાતુ ક્ષય ના થાય તે માટે નારીયેલ નું પાણી, લીંબુ- ખાંડ નું પાણી, મગ નું પાણી, ભાત નું ઓસામણ લેવું જોઈએ.
* દૂધ અને ઘી....... શરદ ઋતુ માં દૂધ અને ઘી એ આહાર પણ છે અને ઔષધ પણ. આવતા નવા તાવ માં દૂધ પીવું તે ઝેર બરાબર છે. તેથી તાવ માં દૂધ લેતી સમયે સો વખત વિચાર કરવો જોઈએ અથવા વૈદ્ય તપાસ કરીને કહે, કે “શરીર નિરામ થયું છે કે કેમ”. નિરામ દેહ માં અને જીર્ણ જવર એટલેકે હાડતાવ માં દૂધ એ અમૃત બરાબર છે. આજે તાવ આવે છે ત્યારે લોકો પેરાસીટામોલ જેવી દવાઓ દૂધ સાથે લઈ ને શરીર માં ઝેર થી થતા રોગો જેવાકે લીવર બગડે, વારંવાર તાવ આવે, પાચન બગડે, ઝાડા, મરડો કે કમળો થઈ આવે જેવા રોગો ને આમંત્રણ આપેછે. દૂધ અને ઘી થી પિત્ત નું શમન થાય, બળ મળે, ધાતુઓ નું પોષણ થાય, શુક્ર ધાતુ ની વૃદ્ધી થાય, મન શાંત થાય અને શરદ ના રોગો તાવ, બળતરા, ગરમી ને પિત્ત ના રોગો થતા નથી. ...પણ જો શરીર નિરામ હોય તો જ.
* ધાણા - - પિત્ત નું શમન કરનારા શ્રેષ્ઠ અને સરળતા થી સર્વત્ર મળતા દ્રવ્યો છે ધાણા, ચંદન, સુગંધી વાળો. આ ઔષધો થી ઉકાળેલું પાણી જ આખો દિવસ પીવામાં આવે તો પણ શરદ ના રોગો થતા નથી કે થયા હોય તો તરતજ દૂર થાય છે. તાવ, ગરમી, પેશાબ ની બળતરા, ઈમરજન્સી માં આવેલું હાઈ બી.પી તાત્કાલિક મટશે. અને આયુર્વેદ થી અકસીર ઈમરજન્સી પરિણામ મળેછે તેવો વિશ્વાસ મજબૂત થશે.
For More Article

More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment