વિશ્વ આયુર્વેદ દિવસે – “વાહ ધરો વાહ”


ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આરોગ્ય વિના અધૂરા છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ ચારેય આંગળીઓ સમાન વેદ માં આયુર્વેદ એ અંગુઠા સમાન છે. આયુર્વેદ એ અથર્વર્વેદ નો ઉપવેદ છે. આવા આયુર્વેદ ને લઈ ને સમુદ્ર મંથન માં પ્રકટ થયેલ ધન્વન્તરી ભગવાન આવ્યા હતા તે દિવસ આપણે સૌ ધન્વન્તરી જયંતી- ધનતેરસ તરીકે ઉજવીએ છીએ.

આજે અજ્ઞાન, આળસ ને આકર્ષણ ના અભાવે આપણે સાચા આરોગ્ય થી વંચિત રહી ગયા છીએ. નાની અમથી બીમારી માં દુખાવા ની કે દર્દ દબાવનારી દવાઓ લઈ ને જયારે આપણે કીડની બગાડીએ છીએ, હાઈ બી.પી ને લોહી ઘટે તેવા ડેન્ગ્યું જેવા રોગો ને આમંત્રણ આપીએ છીએ, હૃદય રોગો ને માનસિક રોગો ઉભા કરીએ છીએ ત્યારે ભારત સરકાર ને પણ આયુર્વેદ પ્રતિ જાગૃતિ આવે તે માટે ધનતેરસ ને આયુર્વેદ દિવસ જાહેર કરવાની આવશ્યકતા લાગી છે.

આવા આજના મંગલ દિવસે સૌ વાંચક મિત્રો ને એક કવિતા બનાવી ને ભેટ આપવાનું મન થયું છે.

“વાહ ધરો વાહ, તું છે કીડની સુધારનારી.”

 વાહ ધરો વાહ....................... તું છે કીડની સુધારનારી.

 અમે, તને પગ માં ચગદીએ.  અમે, તને ગ્રહણ ટાણે જાણીએ, 

 લોહી બનાવનારી,  મૂત્ર લાવનારી.  સોજા મટાડનારી, ધાવણ વધારનારી 

 તું છે પાવનકારી, તું છે દર્દ હરનારી....... વાહ, ધરો વાહ..... તું છે કીડની સુધારનારી. 

કીડની બગડી છે, દર્દી દાખલ થાય છે.   કીડની બદલવી છે, ઓપરેશન નજીક આવેછે

ધરો નો રસ પિવાય છે, ઓપરેશન દૂર થાય છે ....... વાહ ધરો વાહ...........

તણખલા જેવી છો તું,  છતાં પણ આગ ને હોલાવનારી.  ગરમી હટાવનારી, શીતળતા આપનારી

પેશાબ તણી બળતરા કે તાવ તણી જલન.   મૂત્રલ બનીને કામ કરે ને દર્દ નું કરે શમન

ડાયાલીસીસ કરાવતાં દર્દી ને આપે શાંતિ કવચ......... વાહ ધરો વાહ........

લાખો ખર્ચે, ખેતર ને ખોરડું વેચે.  દુઃખી થાયે પોતે ને, ઘર ના સર્વે.

પગ તળે કચડાતી ધરો ને જો યાદ કરતે.

સ્વસ્થ બની ને  ધર્મ કાર્ય કરીને આ જન્મ સુધારે,  જન્મોજન્મ પણ સુધારે....... વાહ ધરો વાહ ....... 

 .................. મહેશ અખાણી

 આપની આસપાસ ની ધરો, તુલસી, ભોંય આમલી જેવી અનેક ઔષધી ઓ ખોબલે આંસુ એ આજે રડતી રહેલી છે. કારણકે તેમની આસપાસ માં રહેતા, વિહરતા માણસો નની અમથી બીમારી માં પણ...., “બકરું કાઢતાં ઊંટ પેસે” ની જેમ શરદી, તાવ, કળતર, માથા નો દુઃખાવો જેવા દર્દ માં પેઈન કીલર વિલાયતી દવાઓ લે છે અને કીડની ખરાબ કરેછે ને મોત ના મુખ માં જાયછે. .........અને આ બધું સૌ દેખાતા હોવા છતાંયે આસપાસ ની વનસ્પતિ ને કે આયુર્વેદ નિષ્ણાત- વૈદ્ય  ને યાદ કરતા નથી તેથી આ દિવ્ય ઔષધી રડતી રહેલી છે.

 ... ત્યારે, આજના આ ધનવંતરી ત્ર્યોદશી, ધન તેરસ, વિશ્વ આયુર્વેદ દિવસે .. આંસુ સારતી  દિવ્ય ઔષધી ના હૈયા ના અવાજ ને શબ્દ માં રજૂઆત કરું કે......

 “ સમજો તો છીએ અમે જીગર ની જ્વાલા,  ના સમજો તો છીએ તાપણું.”

      *  *  *  *  *  *  *

“દીપાવલી, નૂતન વર્ષ અને મનુષ્ય ગૌરવ દિન” ની હાર્દિક શુભ કામનાઓ.

“સબ કો સમર્થ બનાના હૈ, મનુષ્ય ગૌરવ બઢાના હૈ.” ... ૧૯, ઓક્ટોબર એટલે.. “મારા માં રામ, તારા માં રામ, સૌના હૃદય માં વસે છે ધનશ્યામ”. ની ભાવના લઈ ને ઘર ઘર માં જનાર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી નો જન્મ દિવસ, મનુષ્ય ગૌરવ દિવસ, દીપાવલી અને નૂતન વર્ષ ના સૌને.......... જય શ્રી કૃષ્ણ.........

More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)