તુલસી+ મરી + મધ = શરદી ગાયબ
શરદી ને સામાન્ય રોગ સમજવાની ભૂલ કરવી નહિ. શરદી માં થી ખાંસી થાય , ખાંસી માં થી સ્વરભેદ , સ્વરભેદ થી શ્વાસ નીપજે , તેમાંથી થાય ક્ષય , ક્ષય એ બધા જ રોગો નું કારણ છે જે મરણ તરફ લઈ જાય છે. આચાર્ય ચરક ઋષિ એ પણ ક્ષય ના સામાન્ય છ લક્ષણો માં પ્રથમ શરદી નું વર્ણન કર્યું છે. શરદી ને આયુર્વેદ માં પ્રતિશ્યાય કહેછે. એટલેકે ઉલટો થયેલો વાયુ જયારે નાક માં રહેલા કુદરતી કફ ના સ્રાવ ને નાક માં થી બહાર કાઢે છે તેને શરદી કહેછે. માથા માં કફ વધી જાય , અપાન વાયુ ઉલટો થાય , પાચન નબળું પડે , રોગ પ્રતિકાર શક્તિ ઘટે , ભોજન કરી ને સૂઈ જવામાં આવે , રાત્રે ભોજન હોય ને તેમાં દહીં ખાવા માં આવે , ભેંસ નું દૂધ વધુ પીવાય , શિશિર , વસંત કે વર્ષા ઋતુ ના કારણે અગ્નિ નબળો પડે ને કફ નો પ્રકોપ થાય ત્યારે શરદી થાયછે. નાક કફ થી ભરાઈ જાય , શ્વાસ લેવામાં તકલીફ પડે , નાક માં થી પાણી પડે , ગળા માં શોષ બને , તરસ વધુ લાગે , ઝીણો તાવ કે તાપ શરીર ની અંદર લાગે જેને સંતાપ કહેછે. છીંક આવે , ક્યારેક નાક માં નાની પીળી ફોલ્લીઓ થાય , ગળા થી ઉપર ના ભાગે ખંજવાળ આવે , વિશેષ કરીને આંખો ભારે લાગે , આંખ ની...