સોરાયસીસ— શું માનસિક રોગ છે?


જે ચામડી ને બગાડે છે,  ચામડી નો રંગ બદલે છે તેને કુષ્ઠ કહેછે. ખીલ, ખોડો, ખંજવાળ, લાલાશ, સોજો, પાક, પરુ, દાગ, ચામડી નું ફાટવું.. આ બધાજ ચામડી ના રોગો છે. તેમાં.... ખીલ, ખોડો કે ફોલ્લીઓ ક્ષુદ્ર કુષ્ઠ ગણાય, ખસ, ધાધર, ખંજવાળ તે લઘુ કુષ્ઠ અને જયારે કોઈપણ ચામડી નો રોગ વધી જાય, જુનો થાય, ત્રણેય દોષ અને રસ, રક્ત, માંસ, મેદ એમ ચારેય ધાતુઓ બગડે છે ત્યારે તે મહા કુષ્ઠ માં પરિવર્તિત થાયછે.

સોરાયસીસ અત્યારે ચારે બાજુ વ્યાપક સ્વરૂપે જોવા મળેછે. તેની પ્રથમ અવસ્થામાં ક્ષુદ્ર કુષ્ઠ ના કિટીભ જેવાં એટલેકે નાની નાની ફોલ્લીઓ સ્વરૂપે માથામાં, કાનમાં, પીઠ ના ભાગે, પેટ ઉપર, હાથે-પગે જોવા મળે છે. તે જયારે વધી જાય ત્યારે દ્વિતીય અવસ્થા- લઘુ કુષ્ઠ માં એક કુષ્ઠ નામ ધારણ કરેછે. જેમાં ધાધર સમાન નાના નાના ચકામાં સ્વરૂપે ફેલાય છે. ત્યારબાદ વધી ને તે મહા કુષ્ઠ માં મંડલ કુષ્ઠ સ્વરૂપે દેખાય છે. ..... અહી ત્રણેય દોષ ભેગા થવાથી બળતરા, ખંજવાળ, ચામડી નું પડ સફેદ કે લાલ થવું, ફોતરી ઉખડવી, ચકામાં એકબીજા સાથે મળી જવાથી મોટા મંડલ આકાર માં ફેલાય છે.

સોરાયસીસ એ ઝડપથી વધી જતો, ધીરે ધીરે આખાય શરીર માં ફેલાઈ જતો રોગ છે. તેને યોગ્ય પથ્યાપથ્ય સાથે અને જરૂર જણાય તો નિષ્ણાત પંચકર્મ વૈદ્ય પાસે વમન, વિરેચન કર્મ કરવાથી અને દર્દી ને ધ્યાન, પ્રાણાયામ અને અનાગ્રહી જીવન, આત્મ વિશ્વાસ, ઈશ વિશ્વાસ યુક્ત જીવન બને તેવી ભક્તિ કરવાથી મનોબળ વધે છે ને સોરાયસીસ રોગ મટેછે.

દૂધ સાથે ફળો નું સેવન, ગળ્યું, ખાટુ, ખારું વધુ પ્રમાણ માં ખાવાનો સ્વભાવ હોય, ચામડીની સફાઈ નો અભાવ અને નબળા મનોબળ વાળી વ્યક્તિ ને સોરાયસીસ ઝડપથી થાય છે.

રોગ નું એક કારણ- મન.

આયુર્વેદ કહે છે કે પ્રજ્ઞાપરાધ થી બધા જ દોષો પ્રકુપિત થાય છે. ભય ને ચિંતા થી વાયુ વધે, ક્રોધ થી પિત્ત વધે ને લોહી બગડે અને લોભ, આળસ થી કફ નો પ્રકોપ થાયછે.

જેમ સખત પરિશ્રમ કરવાવાળી વ્યક્તિ ને વિરુદ્ધાહાર નડતો નથી તેમ પ્રવૃતિશીલ, ઉદાર ને નિશ્ચિત મનવાળા વ્યક્તિ ને અને પૃકૃતિ ને પ્રભુ માં મસ્ત બનીને જીવન જીવનાર ને પણ ચામડી ના રોગો થતા નથી ને થાય છે તો ઝડપ થી મટી જાય છે.. ધ્યાન, ચિત્ત એકાગ્રતા ને નિશ્ચિંતતાથી રોગ પ્રત્યે નું ધ્યાન દૂર થવાથી પણ ખંજવાળ ઓછી થાયછે.

જેમકે.... સ્વાધ્યાયમય જીવન હોય કે આર્ટ ઓફ લીવીંગ કે પતંજલિ યોગ પીઠ નું કાર્ય જે સતત કરતા હોય છે તેમને માનસિક રોગો કે ચામડી ના રોગો થતા નથી, થયા હોય તો મટી જાયછે.

વ્યવહાર માં જુઓ .. હાઈ બી.પી અને મધુમેહ વિશેષ કરીને આળસ ને ચિંતા થી જ વધુ થાયછે, નિવૃત્તિ માં જ દર્દ પરેશાન કરેછે, ચિંતા કરનારી ને સતત દર્પણ સામે ઉભી રહેનાર છોકરી ને જ ખીલ, ખોડો ને ખરતા વાળ ની સમસ્યા વધુ હોયછે. વ્યાયામવીર અને પ્રવૃત્તિશીલ માણસ ને દર્દો કે પ્રશ્નો નથી.

સોરાયસીસ જેવો અસાધ્ય ગણાતો રોગ પણ માનસિક ને શારીરિક બંને સારવાર થી ચોક્કસ મટાડી શકાય છે.

પંચગવ્ય એ માનસિક સારવાર નું ઉત્તમ ઔષધ છે. માલીશ, પીવામાં, નાક માં ટીંપા પાડવાથી, શિરોધારા કરવાથી કે ભોજન માં ઉપયોગ કરવાથી અરે.. સતત ગાયો ની મધ્ય માં રહેવાથી આ રોગ મટેછે. પંચગવ્ય એટલે... ગાય નું દૂધ, દહીં, ઘી, મૂત્ર ને ગોબર નો રસ. આ પંચગવ્ય નો ઉપયોગ તેના અનુભવી વૈદ્ય ના માર્ગદર્શન થી કરવો.

પંચગવ્ય થી સોરાયસીસ, અપસ્માર, પેટ ના રોગો, પાંડુ- એનીમિયા ના રોગો અને કેન્સર પણ મટતા અમે જોયા છે, મટાડયા છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)