તુલસી+ મરી + મધ = શરદી ગાયબ
શરદી ને સામાન્ય રોગ સમજવાની ભૂલ કરવી
નહિ. શરદી માં થી ખાંસી થાય, ખાંસી માં થી સ્વરભેદ, સ્વરભેદ થી શ્વાસ નીપજે, તેમાંથી થાય
ક્ષય, ક્ષય એ બધા જ રોગો નું કારણ છે જે મરણ તરફ લઈ
જાય છે.
આચાર્ય ચરક ઋષિ એ પણ ક્ષય ના સામાન્ય છ
લક્ષણો માં પ્રથમ શરદી નું વર્ણન કર્યું છે. શરદી ને આયુર્વેદ માં પ્રતિશ્યાય
કહેછે. એટલેકે ઉલટો થયેલો વાયુ જયારે નાક માં રહેલા કુદરતી કફ ના સ્રાવ ને નાક માં
થી બહાર કાઢે છે તેને શરદી કહેછે. માથા માં કફ વધી જાય, અપાન વાયુ ઉલટો થાય, પાચન નબળું પડે, રોગ પ્રતિકાર શક્તિ ઘટે, ભોજન કરી ને સૂઈ
જવામાં આવે, રાત્રે ભોજન હોય ને તેમાં દહીં ખાવા
માં આવે, ભેંસ નું દૂધ વધુ પીવાય, શિશિર, વસંત કે વર્ષા ઋતુ ના કારણે અગ્નિ નબળો
પડે ને કફ નો પ્રકોપ થાય ત્યારે શરદી થાયછે.
નાક કફ થી ભરાઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે,નાક માં થી પાણી
પડે, ગળા માં શોષ બને, તરસ વધુ લાગે, ઝીણો તાવ કે તાપ શરીર ની અંદર લાગે
જેને સંતાપ કહેછે. છીંક આવે, ક્યારેક નાક માં નાની પીળી ફોલ્લીઓ થાય,
ગળા થી ઉપર ના ભાગે ખંજવાળ આવે, વિશેષ કરીને આંખો ભારે લાગે, આંખ ની નીચે થેથર- સોજા થાય, દિવસે પણ આંખો ઊંઘ થી ઘેરાયેલી રહે.
આપણા ઋષિઓ એ આપણા સ્વાસ્થ્ય ને માટે
સહજતા થી ઉત્સવો આપ્યા, ઉત્સવો સૌને ગમે. જો આ ઉત્સવો પ્રમાણે
માણસ જીવે તો બીમાર જ ના પડે. ભગવાન ને તુલસી પત્ર સાથે ભોજન આપી પછી જ આપણે ભોજન
કરીએ, નવું વર્ષ શરુ થતા જ તુલસી સાથે ભગવાન ના લગ્ન
કરાવી દેવાની પદ્ધતિ, .વળી કહેવત પણ કોઇકે આપી કે જે ઘર તુલસી
ને ગાય તે ઘર દર્દ ના જાય. આમ તુલસી સાથે નો આપણો સંબંધ એક પરિવાર જેવો રહ્યો છે.
વાયુ-કફ થી થતો તાવ કે શરદી પણ આપણા
પરિવાર નું સભ્ય તેવી તુલસી ના ૧૦ પાન ને રસોડા નું ઔષધ કાળા મરી ના ૨ થી ૪ દાણા
ને લસોટી ને મધ સાથે દિવસ ૨ થી ૩ વખત ચાટવા થી, સાથે સુંઠ થી ઉકાળેલું જ પાણી પીવું ને આદુ ને લસણ થી યુક્ત મગ ની
દાળ નો જ ખોરાક રાખવાથી તરત ની થયેલ શરદી હશે તો તરત જ મટી જશે.
તુલસી તેના તીખા ને કડવા રસ થી જમા
થયેલા કફ ને ઉખાડી ને બહાર કાઢે છે ને ભૂખ લગાડે છે. કાળામરી પણ ગરમ છે, શરીર નો કાચો રસ પચાવે છે, કફ ને તે પચાવે
છે ને વાયુ નું શમન કરેછે. અને મધ તો યોગવાહી છે, તે જેની સાથે ભળે તેના ગુણ વધારે છે, મધ પણ તેના તૂરા રસ થી કફ ને બહાર કાઢે છે અને મધુર રસ થી તે બળ આપે
છે. તુલસી, મરી ને મધ ને લસોટી ને લેવાથી અથવા
તુલસી, મરી ને લસોટી ને ગોળ સાથે, દૂધ વિનાનો ઉકાળો પીવાથી પણ શરદી મટે છે ને વિષમ જવર એટલેકે મલેરિયા
નું પણ આ જ ઉત્તમ ઔષધ છે.
તુલસી ને મરી નું મિશ્રણ કેટલું ઉત્તમ
છે કે ઋષિ એ તેને માટે શીત જ્વારંકુશ રસ તેવી મોટી પદવી આપી ને નામાભિધાન કર્યું
છે. એટલેકે ઠંડી લાગી ને આવતા તાવ માટે નું આ ઉત્તમ ઔષધ છે.
આ મિશ્રણ વિષે વિશેસ વિચાર કરીએ તો
તે..... હાર્ટ બ્લોકેજ, માનસિક રોગો, આમવાત ના સાંધા ના રોગો, સોજા ને કેન્સર
પણ તુલસી, મરી થી મટી શકે .... માત્ર જરૂર છે
આયુર્વેદ ને તેના શાસ્ત્રીય અભ્યાસુ વૈદ્ય ઉપર ના વિશ્વાસ ની.
Comments
Post a Comment