કુદરતી વેગો ને રોકશો, બિમાર પડશો.


જેમ ગામ માં ચોર ઘૂસી ના જાય તે માટે પોલીસ થાણું હોય, તેમ શરીર માં રોગ ઘૂસી ના તે માટે મુખ્ય દરવાજા ઉપર કાકડા અને નીચે તરફ નો દરવાજો – ગુદા માર્ગ એ ચોકીદાર નું કામ કરેછે. પરંતુ બહાર ના ચોર માટે પોલીસ કે ચોકીદાર હોય તેમ ઘર કે ગામ ની અંદર ના ચોર માટે કોણ .....તેના માટે સમજદારી, સમજણ ની જરૂર છે. તેમ શરીર ની અંદર થતા રોગો માટે પણ કેટલીક સમજદારી ની જરૂર હોયછે     

પશુ ની જેમ જે  પ્રમાણ થી અધિક ખાય છે તેને તમામ રોગો નું મૂળ એવો અપચો થાય છે, અને  મળ, મૂત્ર, અપાન વાયુ ના  વેગ ને જે રોકે છે તેને ઉદાવર્ત, કબજિયાત, મસા. મરડો, ભગંદર જેવા ભયંકર રોગો ને તે આમંત્રણ આપેછે. રોજીંદા જીવન માં એવા તેર વેગ છે જેને રોકવા જોઈએ નહી. અને છ વેગ એવા છે કે જેને રોકવા જોઈએ.          

    વાયુ, મળ, મૂત્ર, છીંક, તરસ, ભૂખ, ઉંઘ, ખાંસી, થાક, શ્વાસ, બગાસું, ઉલટી, શુક્ર .... આ તેર વેગ ને રોકવા જોઈએ નહિ. અને લોભ, ઈર્ષ્યા, દ્વેષ, મત્સર, ક્રોધ અને આસક્તિ  જે માણસ આ લોક ને પરલોક માં પોતાનું ભલું ની ઈચ્છા રાખતો હોય તેણે  આ છ વેગ ને રોકવા જોઈએ .

, વાછૂટ રોકવાથી... ગેસ, વાયુ, ગોળો,ઉપર ચડતો વાયુ, પેડુ માં દુખાવો, બેચેની, વાયુ, મળ, મૂત્ર પ્રવુતિ બંધ થવી ને તેથી આંખ નું તેજ ને ભૂખ નાશ પામે, હુદય નો રોગ થાય છે.

, મળ નો વેગ રોકવાથી.. પગ તૂટે, શરદી થાય, માથું દુખે, હોએયા થાય, છાતી માં ભાર થાય, ઉલટી- ઉબકા આવે...

, મૂત્ર નો વેગ રોકવાથી ...પથારી થાય, શરીર દુઃખે, પેશાબ ના અંગો માં પીડા થાય.   

ઉપાય...અપાન વાયુ ની સવળી ગતિ કરવા માં આવે તો દર્દ દુર થાય. તે માટે ...જવ નું ઉકાળેલું પાણી પીવું, પેડુ ઉપર દીવેલ નું માલીશ કરવું, આકડા ના પાન નો શેક કરવો, ભોજન પહેલા બે-ત્રણ ચમચી ગરમ ઘી પીવું., હુફાળા પાણી ના ટબ માં બેસવું. દીવેલ ની બસ્તિ લેવી ...અન્યથા નિષ્ણાત વૈદ્ય નું માર્ગદર્શન લેવું જેથી મોટા રોગ માંથી બચી જવાય.

, ઓડકાર નો વેગ રોકવાથી ખોરાક પ્રતિ અરુચી થાય, છાતી માં દુઃખે, આફરો, હેડકી, ઉધરસ થાય

, આંસુ, બગાસું કે છીંક રોકવાથી ..માથું દુઃખે, ડોક રહી જાય, શરદી થાય, અરુચિ થાય.    

, ભૂખ, તરસ રોકવાથી..મોઢું સુકાય, શરીર શિથિલ થાય,બહેરાશ આવે, હૃદય રોગ થાય.,નબળાઈ આવે, પેટ માં દુઃખે.

, ઉંઘ ને રોકવાથી આળસ, બગાસા, માથું ભારે થવુ.

, ઉધરસ, થાક, શ્વાસ નો વેગ  રોકવાથી. શ્વાસ ચડે,, ખોરાક પ્રત્યે ઈચ્છા ન થાય, હૃદય રોગ , હેડકી, ગેસ-વાયુ નો ગોળો થાય.    

, શુક્ર નો વેગ રોકવાથી ..વીર્ય ઝરે, ગુહ્ય અંગો માં પીડા થાય, સોજો આવે, છાતી માં દુઃખે, પેસાબ અટકે, અંગો દુઃખે, પથારી થાય, વધરાવળ થાય, નપુસંકતા આવે.

        સામાન્ય ગણાતી આ બધી સ્થિતિ મોટા મોટા રોગો ને આમંત્રણ આપે છે ..તેના માટે વહેલા જાગવું, વેગો ને દુર કરવા, નિત્ય માલીશ, વ્યાયામ, ભૂખ થી ઓછુ ભોજન, સમયસર ઉંઘ લેવી જેવા દૈનિક વ્યવહાર યોગ્ય થાય તો નીરોગી રહેવાય.... તેથી એમ કહેવાય કે...

    રાત્રે વહેલો જે સૂએ, વહેલો ઉઠે તે વીર

    બળ, બુદ્ધિ ને ધન વધે સુખ માં રહે શરીર .

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)