“કંપીલા” એ ખરજવું મટાડ્યું
ઘણા વર્ષ પછી સોમાભાઈ મળવા આવ્યા,
આભાર વ્યક્ત કરવા આવ્યા અને કહેવા લાગ્યા સાહેબ,
તમારા કંપીલા એ તો રંગ રાખ્યો હો.......”મારો
પગ બચાવ્યો”...
તેમના ડાબા પગ માંથી માંસ સડતું હોય
તેવી દુર્ગંધ આવે, એક સ્થાને દબાવીએ તો બીજે થી પરુ નીકળે,
બેઉ હાથે ખંજવાળે તોય થાકે નહિ, રોગ ના સ્થાને ચામડી નો મૂળ રંગ તો હતો જ નહિ, તેવું પગ ના તળિયે ચારેબાજુ ફેલાયેલું લીલું ખરજવું લઈને સોમાભાઈ
કેટલાક વર્ષ પહેલા આવેલા. ત્યારે તેમને પહેલા તો દવા કરવાની ના પડવાનું મન થએલું,
પરંતુ ચારેબાજુ થાકી હારી ને છેલ્લે આયુર્વેદ
પાસે આવવાની સૌની મનોવૃત્તિ હોય ત્યાં આયુર્વેદ પણ જો ના પાડે તો દર્દી ની નિરાશા
કેટલી વધી જાય તેમ સમજી ને નહી મટે તેવું કહી ને સારવાર શરુ કરી.
નિયમિત નહી છતાં દર્દી ને ચાર મહિના
સારવાર આપી સાથે કડક પરહેજ તો ખરી. નમક, દૂધ, દહીં, ગોળ, ખટાશ, મીઠાઈ, બધાજ ફળો બંધ કરાવ્યા છતાં ઝાઝું પરિણામ મળ્યું નહિ અને દર્દી વધુ
ખર્ચ કરી શકે તેમ નહિ હોવાથી તથા પંચકર્મ કરવાની તૈયારી નહિ હોવાથી.... છેવટે એ
સસ્તો, સરળ ને દર્દ ને મૂળથી જ મટાડે તેવો ઉપાય ભગવાન
ધનવંતરી ની કૃપા થી સુઝ્યો.....
અને કંપીલો ને જેઠીમધ નો પાવડર તેમને
આપ્યો.
કંપીલા ની રજ- એ કંપીલા ના વૃક્ષ ના ફળ
ની રજ છે. જે પીંપળો કે વડ ના સુકાઈ ગયેલા ટેટા ની રજ જેવી બારીક ઝીણી હોયછે જાણે
ઈંટ નો ઘસાઈ ગયેલો ભૂકા જેવો તેનો લાલ રંગ છે, સહેજ ચળકાટ હોય ને તે પાણી માં તરે છે.
ઉપયોગ... પદ્ધતિ...
કંપીલા ને જેઠીમધ નું ચૂર્ણ સાથે ૩-૩
ગ્રામ સવાર-સાંજ પાણી સાથે લેવું.
કંપીલા ને તેલ સાથે પકાવી ને ખરજવા પર
લગાવવું. તેના ચૂર્ણ ને રોગ ના સ્થાને છાંટી પણ શકાય.
માત્ર આટલી જ સલાહ સાથે કડક પરહેજ તો
ખરી જ ..અને દર્દી એ દિલ દઈને આ પ્રમાણે એક વર્ષ સુધી નિયમિત કર્યું ને દર્દ જડ
મૂળ થી મટી ગયું.
પ્રભુ કૃપા ને પુણ્ય નો ઉદય, યોગ્ય નિદાન ને સારવાર, પરહેજ ને
નિયમિતતા સાથે મળે ત્યારે દર્દ દૂર થાય.
કંપીલો એ કૃમિ નો નાશ કરી ને બહાર
કાઢનાર, લોહી ને શુદ્ધ કરનાર, વ્રણ-ગડ- ગુમડ ને ખરજવું મટાડનાર, કફ ને વાયુ ને દૂર કરનાર છે. તેના સેવન થી જૂની કબજિયાત મટે છે. પેટ
નો ગેસ-વાયુ ને આફરો દૂર થાય છે, દુખાવો મટે છે. તે ગરમ છે, થોડો તીખો ને કડવો છે.
પેટ સાફ લાવવા તે ગરમ પાણી સાથે કે મધ
સાથે લેવો. ગડ - ગુમડ માં તેનાથી પકાવેલું તેલ લગાવવું. કૃમિ ને બહાર કાઢવા ૫
ગ્રામ જેટલો કંપીલો તેટલા જ ગોળ સાથે લેવો.
......હવે દિવસે ને દિવસે એવી સ્થિતિ આવે છે
કે ઝેર સહજતા ઘરે બેઠા મળશે પરંતુ અમૃત શોધવા જતાંય નહિ મળે કારણકે વૃક્ષો ઘટતા
જાય છે ત્યાં કંપીલા જેવાં વૃક્ષો કોણ સાચવે?.... તેથી જ કવિ વૈદ્ય શોભને ગીત ની રચના કરી…..
.... આ દિવ્ય ઔષધી રડતી..
.....રડે લીમડો, રડે પીંપળો,..... ગળો ડૂસકા ભરતી ....
.....આ દિવ્ય ઔષધી રડતી..
Comments
Post a Comment