શ્રીખંડ, આઈસ્ક્રીમ....... ના લાભાલાભ
👉🏻 ઉનાળો ધોમ ધખે છે , ગરમી સતત આપણ ને સૂચવે છે કે વૃક્ષ વાવવાની વાતો હવે બંધ કરો ને ઓછા નામે વૃક્ષો જે કઈ બચ્યા છે તેને કાપશો નહી ને તોય કૈક ધરતી માતા ની સેવા કરી ગણાશે અને વ્યક્તિ દીઠ એક વૃક્ષ નું ભક્તિ ભાવ થી જતન કરીશું તો... તો.. ઘણું મોટું પુણ્ય નું કામ કહેવાશે , તેની નોધ ભગવાન લેશે. 👉🏻 આવી ગરમી માં આપણે સૌ ઠંડક માટે સરબત , આઈસ્ક્રીમ , શ્રીખંડ , લસ્છી જેવા દ્રવ્યો નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના લાભાલાભ પણ જાણવાનું મન થાય તે સહજ છે. શ્રીખંડ: શ્રીખંડ દહીં માં થી બનેછે પરંતુ દહીં ગરમ છે તેથી તેમાં ખાંડ કે સાકર ઉમેરવાથી ગરમી દૂર થાય , દહીં અભિસ્યન્દી છે એટલેકે શરીર ના સ્રોતસ ને રોકનાર છે. સાંધા નો દુઃખાવો કે હાઈ બી.પી , હાઈ કોલેસ્ટેરોલ , સોજા , શરદી , સાયનસાયટીસ , કાકડા નો સોજો , ચામડી ના તમામ રોગો..... આ .. દહીં થી થઇ શકેછે , તેથી શ્રીખંડ બનાવવા માં તેને કાપડ ઉપર ઘસી ને કે કાપડ થી નિચોવી ને તેમાં તજ , એલચી , લવિંગ નાખવા માં આવે જેથી દહીં નો તે અવગુણ દૂર થાય ને ઉનાળા ની ગરમી માં ગુણકારી બને. તેથી જેમને બરાબર ભૂખ લગતી હોય , શરીર ભારે ના હોય , ચામડી નો રોગ...